Home /News /career /

DRDO Recruitment 2022: 58 પોસ્ટ પર થઈ રહી છે ભરતી, સાતમાં પગાર પંચથી માંડી મળશે સરકારી બધા જ ફાયદા

DRDO Recruitment 2022: 58 પોસ્ટ પર થઈ રહી છે ભરતી, સાતમાં પગાર પંચથી માંડી મળશે સરકારી બધા જ ફાયદા

58 પદ પર DRDOમાં થશે ભરતી, જાણો કોણ કરી શકશે અપ્લાય

DRDO ના રિક્રુટમેન્ટ એન્ડ એસેસમેન્ટ સેન્ટર (RAC) એ 58 વૈજ્ઞાનિક પદ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ 28 જૂન સુધીમાં RAC ની અધિકૃત વેબસાઈટ rac.gov.in. પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધુ જુઓ ...
    DRDO ભરતી 2022 (DRDO recruitment): ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ના રિક્રુટમેન્ટ એન્ડ એસેસમેન્ટ સેન્ટર (RAC) એ 58 વૈજ્ઞાનિક પદ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ 28 જૂન સુધીમાં RAC ની અધિકૃત વેબસાઈટ rac.gov.in. પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

    ભરતી માટેની વિગતવાર માહિતી

    વૈજ્ઞાનિક 'F'- 3 પોસ્ટ
    વૈજ્ઞાનિક 'E'- 6 પોસ્ટ
    વૈજ્ઞાનિક 'D'- 15 પોસ્ટ
    વૈજ્ઞાનિક 'C'- 34 પોસ્ટ

    શૈક્ષણિક લાયકાત-

    ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસનું સર્ટીફિકેટ મેળવેલ હોવું જોઈએ.

    ઉમેદવાર જે તે ક્ષેત્રે શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતો હોવો જોઈએ તથા અનુભવનું સર્ટીફિકેટ પણ હોવું જરૂરી છે.

    ઉમેદવાર માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ ન્યૂનતમ છે, શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા હોય તો ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં જ આવશે તેવું જરૂરી નથી.

    આ પણ વાંચો-UPSC Interview: IAS બનવું નથી સરળ, આટલા મુશ્કેલ ઇન્ટરવ્યૂમાંથી થવું પડે છે પસાર

    વયમર્યાદા (Age limit)

    વૈજ્ઞાનિક 'F'- ઉમેદવારની ઉંમર મહત્તમ 50 વર્ષ હોવી જોઈએ.

    વૈજ્ઞાનિક 'E/D'- ઉમેદવારની ઉંમર મહત્તમ 45 વર્ષ હોવી જોઈએ.

    વૈજ્ઞાનિક 'C'- ઉમેદવારની ઉંમર મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ.

    પગારધોરણ

    વૈજ્ઞાનિક 'F'- પસંદગી પામેલ ઉમેદવારને સાતમાં પગાર પંચ અનુસાર રૂ. 1,31,100 પગાર આપવામાં આવશે.

    વૈજ્ઞાનિક 'E'- પસંદગી પામેલ ઉમેદવારને સાતમાં પગાર પંચ અનુસાર રૂ. 1,23,100 પગાર આપવામાં આવશે.

    વૈજ્ઞાનિક 'D'- પસંદગી પામેલ ઉમેદવારને સાતમાં પગાર પંચ અનુસાર રૂ. 78,800 પગાર આપવામાં આવશે.

    વૈજ્ઞાનિક 'C'- પસંદગી પામેલ ઉમેદવારને સાતમાં પગાર પંચ અનુસાર રૂ. 67,700 પગાર આપવામાં આવશે.

    આ પણ વાંચો- Sarkari Naukri: 10 અને 12 પાસ વ્યક્તિઓ માટે સરકારી નોકરીની તક, જુઓ અરજી કરવાની પ્રક્રિયા

    DRDO ભરતી- અરજી ફી

    પુરુષ ઉમેદવાર- જનરલ, OBC અને EWSની કેટેગરી ધરાવતા પુરુષોએ નોન-રિફંડેબલ રૂ.100 અરજી ફી ભરવાની રહેશે. SC / ST અને દિવ્યાંગ વ્યક્તિઓએ અરજી ફી ભરવાની રહેતી નથી.

    મહિલા ઉમેદવાર- આ પોસ્ટ માટે મહિલા ઉમેદવારોએ કોઈ પ્રકારની અરજી ફી ભરવાની રહેતી નથી.

    અરજી કેવી રીતે કરવી (How to apply)

    સ્ટેપ 1: ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ  https://rac.gov.in પરથી ઓનલાઈન રજીસ્ટર કરવાનું રહેશે.

    સ્ટેપ 2: રજિસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ તમામ જરૂરી ડોક્યુમેન્ટ સર્ટીફિકેટ અપલોડ કરવાના રહેશે તથા જરૂરી ફી ભરવાની રહેશે.

    Step 3 : સરકારી નોકરી, પ્રાઈવેટ નોકરી, અર્ધસરકારી સંસ્થામાં કામ કરતા તમામ ઉમેદવારોએ પોતાની કાર્યસ્થળ પર સૂચિત કરવાનું રહેશે કે, તેમણે DRDOમાં અરજી કરી છે. આ પરિસ્થિતિમાં કોઈપણ એમ્પ્લોયરને આ અંગે કોઈ પ્રકારની સમસ્યા હશે, તો એમ્પ્લોયર તે અંગે lateral1.recruitment@gov.in પર મેઇલ કરી સીધી વાત કરી શકે છે. ઈન્ટરવ્યૂ સમયે ઉમેદવાર પાસે એમ્પ્લોયરનું મંજૂરીપત્ર હોવું જરૂરી છે.

    સ્ટેપ 4: ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા બાદ આ અરજીની pdf પોતાની પાસે રાખવી.

    સ્ટેપ 5: તમામ પ્રકારની વિગતો ભરેલ અને ફિનિશ થયેલ અરજીઓને જ ધ્યાનમાં લેવામાં આવશે.

    સ્ટેપ 6: જો કોઈ ડોક્યુમેન્ટ હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય ભાષામાં હોય તો ઉમેદવારોએ તે ડોક્યુમેન્ટ હિન્દી અથવા અંગ્રેજીમાં ટ્રાન્સસ્ક્રિપ્ટ કરીને સબમિટ કરવાના રહેશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: DRDO Recruitment, Government jobs, Jobs, Recruitment 2022, કેરિયર

    આગામી સમાચાર