Defence Recruitment 2021: આજે DRDOમાં એપ્રેન્ટિસની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ, 7700થી 8050 રૂ. મળશે સ્ટાઇપેન્ડ

DRDOમાં સરકારી નોકરી માટે અરજી કરવાની આજે અંતિમ તારીખ

DRDO Recruitment 2021 : કોરોના વાયરસની બીજી લહેર શાંત થતાની સાથે જ દેશમાં સરકારી નોકરીની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે ડીઆરડીઓની નોકરીમાં આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે વિપૂલ તકો છે

  • Share this:


    Defence Recruitment 2021: ડીફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO Apprentice Jobs)માં જુદી જુદી જગ્યાઓ માટે એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં એડવાન્સ્ડ સિસ્ટમ લેબોરેટરીમાં ખાસ પારંગત જવાનોની જરૂરિયાત છે. એએસએલ દ્વારા આ આ કેટેગરીમાં સ્કિલ્ડ યુવાનોને એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવા માટે ઓનલાઇન એપ્લિકેશન મંગાવી છે. કોરોના વાયરસની બીજી લહેર શાંત થતાની સાથે જ દેશમાં સરકારી નોકરીની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે ડીઆરડીઓની નોકરીમાં આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે વિપૂલ તકો છે.  ઉમેદવારો આ નોકરીઓ માટે એપ્લાય કરી શકે છે અને પસંદગી થયેલા ઉમેદવારોને ડીઆરડીઓમાં કામ કરવાની તક મળશે.
    આ નોકરી માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની આજે અંતિમ તક (Defense Recruitment 2021 Last Date of Application) છે.

    ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે ઉમેદવારોએ નેશનલ https://www.apprenticeshipindia.gov.in/ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારોને રિટર્ન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના આધારે પસંદ કરવામાં આવશે. આ એપ્રેન્ટિસશીપની સમય મર્યાદા એક વર્ષની રહેશે. આ ઉપરાંત આવેદન કરનાર ઉમેદવારોની સ્કિલના આધારે તેમને પસંદ કરવામાં આવશે.

    લાયકાત અને જગ્યા

    આ નોકરી માટે નિયમિત વિદ્યાર્થી તરીકે આઈટીઆઈ પાસ કરનારા ઉમેદવારો માટે નોકરીની તક છે. નોકરીની આ કેટેગરીમાં આઈટીઆઈ (ફિટર), આઈટીઆઈ (ઇલેક્ટ્રોનિક મિકેનિક) આઈટીઆઈ (ઇલેક્ટ્રિશિયન) આઈટીઆઈ સીઓપીએ, આઈટીઆઈ ટર્નર, આઈટીઆઈ એફઆરપીએસની જગ્યા છે.

    નોકરીની ટૂંકી વિગતો































    પોસ્ટ : આઈટીઆઈ (ફિટરઃ) 20, આઈટીઆઈ (ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક) 08, આઈટીઆઈ (ઇલેક્ટ્રિશિયન) 12, આઈટીઆઈ (સીઓપીએ) 03, આઈટીઆઈ (ટર્નર) 03, આઈટીઆઈ (એફઆરપીએસ) 04
    પગાર : સ્ટાઇપેન્ડ પેટે રૂપિયા 77000થી 8050
    ઉમેદવારી માટે શૈક્ષણિક લાયકાત ભરતી માટે આવશ્યક સ્પેશિયલાઇઝેશનમાંથી ITI
    ઉમેદવારી કરવા માટે ઓનલાઇનલ રજિસ્ટ્રેશન https://www.apprenticeshipindia.gov.in/
    રજિસ્ટ્રેશન ફીસ નિશુલ્ક
    ઉંમર મર્યાદા : વર્ષ 2019, 2020, 2021માં આઈટીઆઈ પાસ કરનારા ઉમેદવારો જ ભરતી માટે લાયક
    ઉમેદવારી કરવા માટેની અંતિમ તારીખ : 26 ઓક્ટોબર 2021



    ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ

    આ નોકરી માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 26મી ઑક્ટોબર 2021 નક્કી કરવામાં આવી છે અને ઉમેદવારો પાસેથી ઉમેદવારી માટે ફીસ વસૂલવામાં નહીં આવે. ફક્ત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

    આ પણ વાંચો : India Post Recruitment 2021: પોસ્ટ વિભાગમાં આવી આસિસ્ટન્ટ મેનેજર અને ટેક્નિકલ સુપરવાઇઝરના 29 પદો માટે ભરતી

    DRDO વિશે

    DRDO ભારત સરકારની એક સ્વતંત્ર સંસ્થા છે જેનું મૂળ કાર્ય સંશોધનનું છે. આ સંસ્થા સુરક્ષા ક્ષેત્રે સંશોધન દ્વારા દેશને ઉપયોગી એવા ઉપકરણો, હથિયારો તૈયાર કરવામાં મદદ કરે છે. આ સંસ્થા એક પ્રકારે પ્રયોગ શાળા છે જેમાં જુદા જુદા પ્રયોગ કરવામાં આવે છે.
    Published by:Jay Mishra
    First published: