Sarkari Naukri : DRDOમાં જૂનિયર રિસર્ચ ફેલો- રિસર્ચ એસોસિએટની ભરતી, 54,000 રૂ. સુધી મળશે સ્ટાઇપેન્ડ

DRDOમાં સરકારી નોકરી માટે અરજી કરો

DRDO Recruitment 2021: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ જુનિયર રિસર્ચ ફેલો અને રિસર્ચ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.

  • Share this:
    DRDO Recruitment 2021: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ જુનિયર રિસર્ચ ફેલો અને રિસર્ચ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારો (Junior Research Fellow and Research Assistant posts in DRDO) પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. યોગ્યતા પાત્ર ઉમેદવારો DRDO ની અધિકૃત સાઈટ drdo.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2021 છે. આ ભરતી કાર્યક્રમ સંસ્થામાં 13 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેઓએ સત્તાવાર જાહેરાતમાં ઉલ્લેખિત તારીખોએ વોક-ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે. પાત્રતા, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો જાહેરાતમાં આપવામાં આવી છે. વૉક ઈન ઈન્ટરવ્યૂ ગ્વાલિયર ખાતે યોજાશે.

    પોસ્ટ અને શૈક્ષણિક લાયકાત : આ ભરતી પ્રક્રિયામાં 13 જુનિયર રિસર્ચ ફેલો અને એક રિસર્ચ એસોસિએટની પોસ્ટ મળી અને કુલ 14 જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યૂ યોજાશે.

    જૂનિયર રિસર્ચ ફેલો

    આ ભરતી અંતર્ગત એમએસસી લાઇફ સાયન્સ, ઝૂલોજી, બાયોકેમેસ્ટ્રી, ફાર્મકોલોજી, ટોક્સિકોલોજી, ઇમ્યૂનોલોજીમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયેલા ઉમદાવારોની 5 જગ્યા, કેમેસ્ટ્રી, ફિઝિકલ, એનાલિટિકલ, ઓર્ગેનિક, ઇન આર્ગેનિક સાથે પાસ થયેલા 5 ફેલો પસંદ કરવામાં આવશે., ટેક્સટાઇલ, પોલિમર સાયન્સ, પોલિમર કેમેસ્ટ્રી, બીઈ બીટેક સાથે ગ્રેજ્યુએટ થયેલા અથવા એમ.ઈ કરેલા 1 ફેલોની જગ્યા છે.

    ટૂંકી વિગતો



























    જગ્યા : 13
    શૈક્ષણિક લાયકાત : વિવિધ વિદ્યાશાખામાં એમ.એસ.સી. બીઈ-એમઈ.
    પસંદગી પ્રક્રિયા : વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા
    વોક ઇન ઈન્ટરવ્યૂની તારીખ : 9-10 ડિસેમ્બર
    ઓનલાઇન જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    વધુ વિગતો મેળવવા માટે : અહીંયા ક્લિક કરો



    આ ઉપરાંત લાઇફ સાયન્સિસ, ઝૂલોજી, બાયોટેકનોજી, મોલેક્યૂલર બોયોલોજી, ફાર્માકોલોજી, ટોક્સોકોલોજી, ઈમ્યુનોલોજીની એક જગ્યા, કેમેસ્ટ્રી ફિઝિકલ, એનાલિટિકલ, ઓર્ગેનિક, ઇન આર્ગેનિકની પણ જગ્યા છે. આ બંને જગ્યા ઓવન ફેલોશીપ સંદર્ભમાં છે.

    આ પણ વાંચો : UPSC Recruitment 2021 : UPSC દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિતની 64 પોસ્ટ માટે ભરતી, ફટાફટ કરો એપ્લાય

    રિસર્ચ એસોસિએટ : આ ભરતીમાં લાઇફ સાયન્સ, ઝૂલોજી, બાયટેકનલોોજી, માક્રોબાયોલોજી, ફાર્મકોલોજી, ઇમ્યૂનોલોજી, ટોક્સિકોલોજીમાંથી પીએચડી કરનારા એક રિસર્ચ એસોસિએટની જગ્યા છે.

    પગાર અન ઉંમર

    આ ફેલોશીપ માટે ઉંમર 28 વર્ષ અને એસોસિએટની ફેલોશીપ માટે 35 વર્ષની વય મર્યાદા છે. જૂનિયર રિસર્ચ ફેલોની 31,000 રૂ અને રિસર્ચ એસોસિએટને 54,000 રૂ. ફેલોશીપ આપવામાં આવશે.

    પસંદગી પ્રક્રિયા

    આ માટે ઉમેદવારોએ 9-10 તારીખે જાહેરાત મુજબ વોકઇન ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવું પડશે. પહેલાં રિસર્ચ ફેલો માટે રિટર્ન ટેસ્ટ યોજાશે. આ ટેસ્ટમાં ક્વોલિફાઇ થનારા ઉમેદવારોનુ ઇન્ટરવ્યૂ યોજાશે.

    આ પણ વાંચો : Sarkari Naukri: IIMમાં વેબ ડિઝાઇનરથી લઈને ક્લાર્કની નોકરી, 1 લાખ સુધી મળશે પગાર

    વોક ઇન ઇન્ટરવ્યૂનું સ્થળ

    આ વૉક ઈન ઇન્ટરવ્યૂ માટે ડીઆરડીઈની કચેરી ખાતે ગ્વાલિયર સ્ટેશનથી ઝાંસી રોડ પર એફસીઆઈ ગોડાઉન પાસે આવેલી કચેરીએ ઉપસ્થિત રહેવાનું રહેશે. વધુ વિગતો ઓનલાઇન નોટિફિકેશન પરથી મળી જશે.
    Published by:Jay Mishra
    First published: