Home /News /career /

DRDO Recruitment 2022: ડીઆરડીઓમાં 150 જગ્યા માટે ભરતી, આવી રીતે કરો અરજી

DRDO Recruitment 2022: ડીઆરડીઓમાં 150 જગ્યા માટે ભરતી, આવી રીતે કરો અરજી

DRDO Recruitment : ડીઆરડીઓમાં ભરતી, અહીંથી કરો અરજી

DRDO Recruitment 2022: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓમાં વિવિઘ વિભાગના ગ્રેજ્યુએટ માટે એપ્રેન્ટિસશીપની તક, અહીંથી કરો અરજી



    DRDO Recruitment 2022: કેન્દ્ર સરકારના રક્ષા મંત્રાલય કાર્યરત સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ દ્વારા ગ્રેજ્યુએટ-ડિપ્લોમાં-આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ માટે ભરતી બહાર પાડી છે. ડીઆરડીઓ જ્વારા વર્ષ 2022-23 માટે એપ્રેન્ટિસની ભરતી માટે આવેદન મંગાવવાની શરૂઆત કરી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    DRDO Recruitment 2022: જગ્યા

    આ ભરતી પ્રક્રિયા હેઠળ એપ્રેન્ટિસ ટ્રેઇની (B.E/ B.Tech Equivalent)ની 75 જગ્યા ભરાશે, જ્યારે ડિપ્લોમાં એપ્રેન્ટિસ ટ્રેઇની (Diploma Apprentice Trainees)ની 20 જગ્યા ખાલી છે. આઈટીઆઈ એપ્રેન્ટિસ ટ્રેઇની ( ITI Apprentice Trainees)ની કુલ 25 જગ્યાઓ ખાલી છે જ્યારે કે ગ્રેજયુએટ એપ્રેન્ટિસ (Graduate Apprentice Trainee) જનરલ સ્ટ્રીમની કુલ 30 જગ્યાઓ ખાલી છે.

    DRDO Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

    આ ભરતી પ્રક્રિયા હેઠળ મિકેનિકલ/ પ્રોડક્શન/ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન માટે 30, એરોનોટિકલ/એરોસ્પેસ એન્જિનિયરીંગ 15, ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન/ ટેલિકોમ એન્જિનિયરીંગની 10, કોમ્યુટર સાયન્સ/ કોમ્યુટર એન્જિ, આઈટી સાયન્સ એન્ડ ટેકનોલોજીની 15, મેટરલર્લિજકલની 04, સિવિલ એન્જિનિયરીંગ અથવા તેને સંલગ્નની 01 એમ કુલ 75 ડિગ્રી એન્જિનિયરોંની ભરતી થશે.

    ડિપ્લોમાં એન્જિનિયરો માટે મિકેનિકલ એન્ડ પ્રોડક્શન/ ટુલ્સ/ ડાઇ ડિઝાઇનના 10,ક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન/ ટેલિકોમ 07, કોમ્યુટર સાયન્સ/એન્જિનિયરીંગ/ કોમ્યુટર નેટવર્કિંગની 03 મળી કુલ 20 જગ્યા ખાલી છે.


    આઈટીઆના ટ્રેડમાં મિકેનિસ્ટની 03, ફિટની 04, ટર્નરની 036, ઇલેક્ટ્રિશિયનની 03, વેલ્ડરની 02, શીટ મેટર વર્કરની 02, કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની 08 એમ કુલ 25 જગ્યા ખાલી છે.

    જનરલ ગ્રેજ્યુએટમાં બીકોમની 10, બીએસસીની 10, બીએ 10 એમ 30 જગ્યાઓ છે. આ લાયકાત ઘરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.































    જગ્યા150
    શૈક્ષણિક લાયકાતઉપર જણાવ્યા મુજબ દરેક જગ્યા મુજબ અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાશૈક્ષણિક રેકોર્ડ/ ટેસ્ટ/ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ14-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    DRDO Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    આ તમામ એપ્રેન્ટિસશીપ માટે અરજીના આધારે એકેડમિક સ્કોર, ટેસ્ટ- ઈન્ટરવ્યૂન આધારે પસંદ કરવામાં આવશે. પસંદગી અંગે ડીઆરડીઓની વેબસાઇટ પર સંબંધિત માહિતી આપવામાં આવશે.

    DRDO Recruitment 2022: અરજી કરવાની રીત

    અરજી કરવા માટે ઉમેવારોએ ડીઆરડીઓના રિક્રુટમેન્ટ એસેસમેન્ટ સેન્ટર આરએસી પર જઈને રજિસ્ટ્રેશન કરાવી ઉમેદવારી કરવાની રહેશે. અરજી કરવા માટે અહીંથી પણ ઉમેદવારી કરી શકાશે.

    આ પણ વાંચો : BEL Recruitment 2022: બેલમાં 20 નવી જગ્યાઓ પર ભરતી, રૂ. 55,000 સુધી મળશે પગાર

    DRDO Recruitment 2022: સ્ટાઇપેન્ડ આ સમગ્ર ભરતીમાં બીઈ-બીટેક એપ્રેન્ટિસની 9,000, ડિપ્લોમાં એપ્રેન્ટિસને 8000, આઈટીઆઈ એપ્રેન્ટિસની 7000 અને ગ્રેજ્યુએટ જનરલ સ્ટ્રીમ એપ્રેન્ટિસને 9000 રૂપિયા સ્ટાઇપેન્ડ અપાશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri 2022, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन