Home /News /career /Interview: ઈન્ટરવ્યૂમાં મહિલાની ઉંમર પૂછતા કંપની સામે કેસ, કંપની ચૂકવવી પડી કિંમત

Interview: ઈન્ટરવ્યૂમાં મહિલાની ઉંમર પૂછતા કંપની સામે કેસ, કંપની ચૂકવવી પડી કિંમત

પ્રતિકાત્મક તસવીર

Age asked in interview: દુનિયાની સૌથી મોટી પિત્ઝા કંપનીઓમાંથી એક Domino's Pizzaના અધિકારીઓએ આ કહેવત ન માનતા આ ભૂલ તેમને ભારે પડી ગઈ છે. આ કારણોસર કંપનીએ માફીનામા સાથે ભારે દંડ ચૂકવવો પડ્યો છે.

    કહેવામાં આવે છે કે, કોઈપણ મહિલાને તેની ઉંમર અને કોઈપણ પુરુષને તેનો પગાર ન પૂછવો જોઈએ. દુનિયાની સૌથી મોટી પિત્ઝા કંપનીઓમાંથી એક Domino's Pizzaના અધિકારીઓએ આ કહેવત ન માનતા આ ભૂલ તેમને ભારે પડી ગઈ છે. આ કારણોસર કંપનીએ માફીનામા સાથે ભારે દંડ ચૂકવવો પડ્યો છે. આ કિસ્સો ઉત્તરી આયર્લેન્ડનો છે.

    એક સવાલના કારણે ચૂકવવો પડ્યો દંડ


    Domino's Pizza તરફથી આયર્લેન્ડમાં ડિલીવરી પાર્ટનર્સની ભરતી બહાર પાડવામાં આવી હતી. BBCના એક રિપોર્ટ અનુસાર, મહિલા જેનિશ વોલ્શે પણ Domino's Pizzaમાં ડિલીવરી પાર્ટનરની નોકરી માટે અરજી કરી હતી. કંપનીએ વોલ્શને ઈન્ટરવ્યૂ માટે બોલાવી. ઈન્ટરવ્યૂ દરમિયાન વોલ્શની ઉંમર પૂછવામાં આવી, ત્યારબાદ વોલ્શને રિજેક્ટ કરી દેવામાં આવી. આ કારણોસર Domino's Pizzaએ ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડી છે. વોલ્શે કંપનીની વિરુદ્ધ લિંગ અને ઉંમરના આધાર પર ભેદભાવ કરવા માટે કેસ દાખલ કરી દીધો.

    રિપોર્ટ અનુસાર જેનિસ વોલ્શે દાવો કર્યો છે કે, Domino's Pizzaએ તેને ઉંમર અને લિંગના કારણે ડિલીવરી પાર્ટનરની નોકરી આપી ન હતી. ઈન્ટરવ્યૂ પેનલે વોલ્શને ઉંમર અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ પેનલે પેપર પર કંઈક લખ્યું હતું અને તેને માર્ક કર્યું હતું. વોલ્શે તે જાણવાનો પ્રયત્ન કર્યો કે, પેનલના સભ્યોએ ઓબ્ઝર્વેશનમાં શું લખ્યું છે. પેનલે આ ઓબ્ઝર્વેશન જણાવવાની ન પાડી દીધી અને જણાવ્યું કે, કેન્ડિડેટને આ દર્શાવવાની પરમિશન નથી.

    રિજેક્શન બાદ મહિલાએ કર્યો કેસ


    વોલ્શ ઈન્ટરવ્યૂ આપીને જતી રહી હતી અને કંપનીના જવાબની રાહ જોઈ રહી હતી. ઈન્ટરવ્યૂ બાદ કંપનીએ ડિલીવરી પાર્ટનર્સની વેકેન્સી માટે ફરી જાહેરાત આપી. તો વોલ્શને લાગ્યું હતું કે, તેને રિજેક્ટ કરી દેવામાં આવી છે. ત્યારબાદ વોલ્શનું રિજેક્શન કન્ફર્મ થઈ ગયું. ત્યારબાદ વોલ્શને વિચાર આવ્યો કે, Domino's Pizzaએ તેને તેની ઉંમર અને લિંગના કારણે કદાચ રિજેક્ટ કરી દીધી છે.

    આ પણ વાંચોઃ-BARC Recruitment: નર્સ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ સહિતની 36 પોસ્ટ માટે ભરતી, વાંચો સંપૂર્ણ વિગત


    તેણે દાવો કર્યો કે, તેને તેની ઉંમર અને લિંગના કારણે રિજેક્ટ કરી દેવામાં આવી છે. મેં માત્ર પુરુષોને જ ડિલીવરી પાર્ટનર તરીકે કામ કરતા જોયા છે. મને એવું લાગી રહ્યું છે કે, મહિલા હોવાના કારણે મને ડ્રાઈવરની નોકરી આપવામાં આવી નથી.

    આ પણ વાંચોઃ-IBPS PO Recruitment: IBPS POની ભરતી માટે આ તારીખ પહેલા કરી દો અરજી, આજે છેલ્લી તારીખ


    વોલ્શે આ અંગે Domino's Pizzaના બ્રાન્ચ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. કર્મચારીઓએ જણાવ્યું કે, 18થી 30 વર્ષના લોકોની ડ્રાઈવર તરીકે પસંદગી કરવામાં આવે છે. આ જાણકારીઓ એકત્ર કર્યા બાદ વોલ્શે Domino's Pizza સામે નોકરીમાં લિંગ અને ઉંમરના આધાર પર ભેદભાવ કરવા માટે કેસ દાખલ કરી દીધો. વોલ્શે Domino's Pizza સંબંધિત બ્રાંચ અને તેના માલિક જસ્ટિન ક્વર્ક સામે ભેદભાવનો કેસ દાખલ કરી દીધો.

    બ્રાંચના માલિકે માફી માંગી


    ત્યારબાદ Domino's Pizzaની ઈન્ટરવ્યૂ પેનલના એક સભ્યએ વોલ્શનો સંપર્ક કર્યો અને તેની પાસે માફી માંગી. પેનલના સભ્યએ પોતાની ભૂલ સ્વીકારી અને વોલ્શને જણાવ્યું કે, ઈન્ટરવ્યૂમાં કોઈપણ વ્યક્તિની ઉંમર પૂછવી તે યોગ્ય વાત નથી. આ અંગે તેમને ખબર નહોતી. ત્યારબાદ ઉત્તરી આયર્લેન્ડના સમાનતા આયોગે વોલ્શના કેસની સુનાવણી કરી. આયોગે જણાવ્યું કે, વોલ્શે Domino's Pizza સામે જે આરોપ મુક્યો છે, તે યોગ્ય છે. ત્યારબાદ Domino's Pizza સંબંધિત બ્રાંચ માલિકે પણ મહિલાની માફી માંગી અને માનહાનિ માટે રૂ. 4,250 પાઉન્ડ (3.70 લાખ)ની ચૂકવણી કરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Interview, Jobs and Career

    विज्ञापन
    विज्ञापन