Home /News /career /

Career Tips: શું તમે પણ ડેટાબેઝ ડેવલપર તરીકે બનાવવા માંગો છો કારકિર્દી, તો જાણો તમામ વિગતો

Career Tips: શું તમે પણ ડેટાબેઝ ડેવલપર તરીકે બનાવવા માંગો છો કારકિર્દી, તો જાણો તમામ વિગતો

ડેટાબેઝ ડેવલપર

career in database developer: ડેટાબેઝ (Database) એ છે જ્યાં અમે સ્ટરક્ચર્ડ ફેશનમાં (Structured fashion) ઈન્ફર્મેશન કલેક્ટ (Collect information) કરીએ છીએ. જ્યારે પણ કોઈ એપ્લિકેશન (Application) કામ કરે છે.

  Jobs and Career: આજનો આ વિશેષ આર્ટિકલ શરૂ કરીએ તે પહેલાં ચાલો કેટલીક બેસિક બાબતોને સારી રીતે સમજી લઈએ. ડેટાબેઝ (Database) એ છે જ્યાં અમે સ્ટરક્ચર્ડ ફેશનમાં (Structured fashion) ઈન્ફર્મેશન કલેક્ટ (Collect information) કરીએ છીએ. જ્યારે પણ કોઈ એપ્લિકેશન (Application) કામ કરે છે, ત્યારે તે અમારા દ્વારા ફીડ કરવામાં આવેલી માહિતી સ્ટોર કરે છે અથવા તેની પાસે રહેલી માહિતીને પાછા શેર કરે છે. તેથી જો UI એ એપ્લિકેશન જેવી દેખાય છે, તો તેમાં બેકબ્રેઈનનો ઉપયોગ છે તેમ કહી શકાય. ટૂંકમાં કહીએ તો ડેટાબેઝ એ સમગ્ર એપ્લિકેશન દ્વારા હાર્ટ પમ્પિંગ બ્લડ છે.

  ડિજીટલાઇઝેશનની આધુનિક દુનિયામાં દરેક વ્યવસાય તેના ઉપભોક્તાઓ દ્વારા જનરેટ કરવામાં આવતા ડેટાના મોટા જથ્થા પર અને તેના રોજિંદા વ્યવસાયની કામગીરી પર આધાર રાખે છે. તેથી ડેટા જનરેશન અને કલેક્શન હવે દરેક બિઝનેસ સ્ટ્રેટેજીનો આવશ્યક ભાગ બની ગયો છે. આ સાથે જ ટેક્નોલોજી અને કોમ્પ્યુટર પ્રોગ્રામ્સમાં થયેલી પ્રગતિએ આજકાલ ડેટા કેવી રીતે કેપ્ચર, કલેક્ટ, મેઈનટેઈન અને સ્ટોર કરવામાં આવે છે,

  તેમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. ડેટાબેઝ હવે માત્ર લેખ અને કૉલમમાં માહિતી સ્ટોર નથી કરતા, તેઓ તમામ પ્રકારની માહિતી, વિડિયો, ફોટો, ઑડિયો વગેરેનો હાઇ-સ્પીડ રેટ અને કલોસિલ વોલ્યુમ પર સ્ટોર કરી રહ્યાં છે. તેથી ડેટા જનરેશનના ક્ષેત્રમાં આ પ્રગતિએ ડેટાબેઝ ડેવલપર્સની ભૂમિકા પર વધુ ભાર મૂક્યો છે અને વ્યવહારીક રીતે તેમને કોઈપણ સંસ્થાના માહિતી સ્ટોરેજ અને ડેટા માઇનિંગ કામગીરીનું દિલ બનાવ્યું છે.

  વ્યવહારિક રીતે કોઈપણ સંસ્થાના ડેટા મેનેજમેન્ટમાં બે મુખ્ય ભૂમિકાઓ હોય છે - ડેટાબેઝ ડેવલપર અને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન. પરંતુ, કેટલીકવાર નાના બજેટ અને ઓછા ડેટાબેઝ ધરાવતી સંસ્થાઓ આ બન્ને અલગ અલગ ભૂમિકાઓને એકમાં જોડી દે છે. આ લેખ તમને ડેટાબેઝ ડેવલપરની ભૂમિકાનો ઓવરવ્યૂ મેળવવામાં મદદ કરશે અને તમે આ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરો ત્યારે તમને માર્ગદર્શન આપવામાં મદદ કરશે. તે જોબ રિસ્પોન્સિબિલીટી, એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અને DB ડેવલપર જોબ માર્કેટ માટે કરિયર પાથની ડિટેઈલ્ડ લિસ્ટ જણાવશે.

  ડેટાબેઝ ડેવલપર્સ અને તેમની મુખ્ય જવાબદારીઓ શું છે?
  ડેટાબેઝ ડેવલપર્સને ડેટાબેઝ ડિઝાઇનર્સ અથવા ડેટાબેઝ પ્રોગ્રામર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ નવા ડેટાબેસિસને ડિઝાઇન કરવા, બનાવવા, પ્રોગ્રામિંગ કરવા અને અમલમાં મૂકવા અને નિયમિત પ્લેટફોર્મ અપડેટ્સ માટે હાલ મોડિફાઈડ કરવા અને યૂઝર્સની જરૂરિયાતોને સતત બદલવા માટે જવાબદાર છે. આ સાથે જ ડેવલપર્સ જેઓ સંસ્થા અથવા ક્લાયન્ટ માટે બેસ્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ્સ નક્કી કરવા તેમજ ડેટાબેઝ પ્રોગ્રામ્સની કાર્યક્ષમતા અને કામગીરીનું પરીક્ષણ કરવા અને સમસ્યાઓ અથવા ભૂલો, જો કોઈ હોય તો તેનું નિવારણ કરવા માટે જવાબદાર છે.

  સામાન્ય રીતે ડીબી ડેવલપર એ આઇટી પ્રોફેશનલ છે જે દરરોજ ડેટાબેઝ ટેક્નોલોજી સાથે ઘણી રીતે વ્યવહાર કરે છે. તેઓ મુખ્યત્વે તેમની સંસ્થાની ડેટાબેઝ શ્રેણી અને કાર્યક્ષમતાઓ સુધારવા અને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમાં તેમની રોજબરોજની ફરજો અને જવાબદારીઓ સામેલ છે.

  આ પણ વાંચોઃ-AIIMS Recruitment 2022: એઇમ્સ દિલ્હીમાં ફેકલ્ટી પોસ્ટ પર આવી ભરતી, રૂ. 2 લાખ સુધીનો પગાર

  - ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ્સની રચના
  - ડેટાબેઝ ડોક્યુમેન્ટેસન બનાવવું અને અપડેટ કરવું.
  - પ્રોજેક્ટ સ્પેસિફિકેશનનું એનાલિસીસ અને નવી સુવિધાઓ વિકસાવવી.
  - કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેરનો ઉપયોગ કરીને પ્રોગ્રામિંગ કોડ લખવા અને તેમાં ફેરફાર કરવો.
  - ભૂલોને સુધારવા માટે પ્રોગ્રામ કોડ્સમાં ફેરફાર અને ડોક્યુમેન્ટેશન.
  - કોડમાંની ભૂલોને ઓળખવી અને સુધારાઓનો અમલ કરવો.
  - એનાલિસીસ અને સખત ટેસ્ટિંગ ટેક્નિક્સનો ઉપયોગ કરીને સમસ્યાઓનું નિરાકરણ.
  - ટેસ્ટિંગ મોડ્યુલો અને માન્યતા પ્રક્રિયાઓ વિકસાવવી.
  - એપ્લિકેશનને અસર કર્યા વિના લાઇવ એન્વાયર્નમેન્ટમાં કોડનો ઉપયોગ કરવો.

  તેમના કાર્યમાં ટેક-સંચાલિત માઈન્ડ સેટનો સમાવેશ થાય છે અને સતત આગળ વધતી તકનીકો અને વલણોનો સામનો કરવા માટે સ્કિલ સેટના યૂનિક સમૂહની જરૂર છે. વધુમાં, જો તમે તમારી કારકિર્દીને આગલા સ્તર પર લઈ જવા ઈચ્છતા હોવ, તો આ કુશળતા સંપૂર્ણ સ્ટેક ડેવલપર બનવાના તમારા પાથ માટે આવશ્યક બની શકે છે.

  આ પણ વાંચોઃ-NPCIL Recruitment 2022: ગુજરાત સાઈટ માટે 177 ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, જાણો પગાર સહિતની વિગતો

  ડેટાબેઝ ડેવલપર બનવા માટે શું લાયકાત અને કૌશલ્ય જરૂરી છે?

  ફોર્મલ ક્વોલિફ્કેશન ધરાવનાર કોઈપણ વ્યક્તિ ડેટાબેઝ ડેવલપર તરીકે સફળ કારકિર્દી બનાવી શકે છે. તેમ છતાં સંસ્થાઓ કોમ્પ્યુટર સાયન્સ અથવા અન્ય કોઈપણ સંબંધિત ક્ષેત્રની ક્ષમતા ધરાવતા ઉમેદવારોને પસંદ કરે છે. જો કે, ભૂમિકા માટે મજબૂત ટેક્નિકલ જ્ઞાન હોવું આવશ્યક છે. ડેટાબેઝ ડેવલપર માટે નક્કર સમસ્યાનું નિરાકરણ, એનાલિટિકલ માઈન્ડ અને ઓગ્રેનાઈઝેશનલ સ્કિલ ધરાવવું પણ આવશ્યક છે. આ ટેક્નિકલ સ્કિલ્સ ઉપરાંત કોઈપણ અન્ય પ્રોફાઇલની જેમ DB ડેવલપર્સ પાસે ચોક્કસ વ્યાવસાયિક, વ્યક્તિગત અને વર્તન લક્ષણો પણ હોવા જોઈએ. તેઓ એક મજબૂત ટીમ પ્લેયર હોવા જોઈએ, તેમ છતાં તેઓ સ્વતંત્ર રીતે કામ કરવા સક્ષમ હોવા જોઈએ, કારણ કે તેમને ડેટાબેઝ સોલ્યુશન્સ પર કામ કરવાની જરૂર હોય છે અને તેમની જાતે સિસ્ટમ્સનું પરીક્ષણ કરવાનું હોય છે.

  કેટલાક મૂળભૂત સ્કિલ સેટ્સ કે જે DB ડેવલપર્સ પાસે હોવા જોઈએ:

  - SQL સર્વર્સ અને ઓરેકલ ડેટાબેસેસનું મજબૂત જ્ઞાન.
  - SQL, T-SQL અને PL/SQLનું જ્ઞાન.
  - ડેટાબેઝ ડિઝાઇન અને વિકાસનો અનુભવ.
  - NoSQL જેવા બિન-સંબંધિત ડેટાબેઝનું જ્ઞાન.
  - વિન્ડોઝ અને લિનક્સ જેવી ઓપરેટિંગ સિસ્ટમ્સની મૂળભૂત સમજ.
  - સિસ્ટમ વિશ્લેષણ કરવાની ક્ષમતા
  - C++, Java અને C# જેવી વિવિધ પ્રોગ્રામિંગ ભાષાઓનું જ્ઞાન.
  - Python, JavaScript અને PHP જેવી વિવિધ સ્ક્રિપ્ટીંગ ભાષાઓનું જ્ઞાન.
  - વેબ સર્વર, ઈન્ટરફેસ અને આઈટી મેનેજમેન્ટ આઈટી ટૂલ્સનું જ્ઞાન.
  - પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સિસ્ટમ એકીકરણ અને ગુણવત્તા પરીક્ષણનો અનુભવ.
  - નવા ડેટાબેઝ માટે અમલીકરણ પ્રક્રિયાઓની સમજ.

  શા માટે ડેટાબેઝ ડેવલપર્સની માંગ વધુ છે

  ડેટાબેઝ ડેવલપર્સ લગભગ તમામ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પછી ભલે તે IT, મેનેજમેન્ટ, હેલ્થકેર અથવા અન્ય કોઈપણ ક્ષેત્ર હોય. આ સંસ્થાઓ વૃદ્ધિ માટે ખૂબ જ વ્યૂહાત્મક અભિગમ ધરાવે છે અને ડેટા સંગ્રહ, જનરેશન અને પ્રોસેસિંગ પર આધાર રાખે છે. આ ડેટા ફાઇલો મોટી હોય છે અને તેમાં ઘણો ડેટા હોય છે, તેથી તેને સ્ટોર કરવા અને જાળવવા માટે વિશેષ કાળજીની જરૂર પડે છે. ડેટાબેઝ એ આ ડેટાનુ ઓર્ડરલી અસોર્ટમેન્ટ છે અને ડેટાબેઝ ડેવલપર્સ આ ડેટાબેસેસના માસ્ટરમાઇન્ડ છે. આમ, DB ડેવલપર્સએ કમ્પ્યુટર ડેટાબેસિસ બનાવવું, સંચાલિત કરવું અને પ્રોબલેમ સેલ્વિંગ કરવું જરૂરી છે, સાથે જ મોટા પ્રમાણમાં ડેટાની પ્રોસેસ કરવી પણ જરૂરી છે.

  ડીબી ડેવલપરનો પગાર અને કારકિર્દી બનાવવા માટેનો સ્કોપ

  લગભગ તમામ સંસ્થાઓને ડેટાબેઝ ડેવલપર્સની જરૂર છે અને તેથી સંસ્થાઓ દ્વારા તેમને હાયર કરવામાં આવે છે. જો કે, સંખ્યા અને જવાબદારીઓ બદલાઈ શકે છે. DB ડેવલપરનો પગાર સંસ્થાકીય કદ, ભૂમિકા, જવાબદારી અને ઉમેદવારની સંભવિતતા જેવા વિવિધ પાસાઓ પર આધાર રાખે છે. Glassdoor અનુસાર ભારતમાં ડેટાબેઝ ડેવલપર માટે અંદાજિત સરેરાશ પગાર દર વર્ષે લગભગ 6 લાખ આસપાસ છે અને તેમાં બોનસ, કમિશન, ટિપ્સ અને નફો વહેંચણી સહિત વધારાના પગારનો સમાવેશ થઈ શકે છે. વધુમાં, ડેટાબેઝ ડેવલપર પોતાની જાતને અપસ્કિલ કરી શકે છે અને ડેટાબેઝ એન્જિનિયર અથવા એનાલિસીસ જેવી સમાન જગ્યાઓ માટે પણ અરજી કરી શકે છે. જો બિગ ડેટા સાથે વ્યવહાર કરવામાં આવે તો આવા એન્જિનિયરોની વધતી જતી જરૂરિયાતોને કારણે પગાર આસમાને પહોંચી શકે છે.

  વિશ્વ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફ આગળ વધી રહ્યું છે અને ડેટા આધારિત બનવા તરફ ઝૂક્યું છે, ડેટાબેઝ ડેવલપર્સની કારકિર્દી ખૂબ જ આશાસ્પદ લાગે છે. જો કે આ રસ્તો એટલો સરળ નથી, પરંતુ કોઈપણ વ્યક્તિ ઓનલાઈન ટૂલ્સ, ટ્યુટોરિયલ્સ અને વિવિધ લર્નિંગ પ્લેટફોર્મની મદદથી તેમના સ્કિલ સેટને શીખી અને અપગ્રેડ કરી શકે છે અને ડેટાબેઝ ડેવલપર તરીકે તેની કારકિર્દી સરળતાથી ચમકાવી શકે છે. બ્યુરો ઑફ લેબર સ્ટેટિસ્ટિક્સ (BLS)ના અહેવાલ મુજબ, 2020 અને 2030 ની વચ્ચે ડેટાબેઝ ડેવલપર્સ અને સંબંધિત ક્ષેત્રોને લગતી નોકરીઓ 8-10% સુધી વધવાની અપેક્ષા રાખે છે. આમ, તે તમામ ટેક્નોલોજી-લક્ષી લોકો અને વિશ્લેષણાત્મક માનસિકતા ધરાવતા લોકો માટે એક સારો કારકિર્દી વિકલ્પ બની જશે..
  Published by:ankit patel
  First published:

  Tags: Career tips, Jobs and Career

  આગામી સમાચાર