ડિજિટલ માર્કેટિંગના આ કોર્સ કરીને તમે લાખોમાં કમાણાી કરી શકો છો
Digital Marketing : ડિજિટલ ઈન્ડિયાના યુગમાં નાના-મોટા બધા જ વેપારના પ્રમોશન માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થઈ રહ્યો છે. આના કારણે ડિજિટલ માક્રેટિંગના ક્ષેત્રમાં કુશળ કર્મચારીઓની માંગ પણ વધી છે. આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગમાં મોટી સંખ્યામાં નોકરીઓ છે. ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં કુશળતા મેળવવા માટે ઘણા કોર્સ અને તેના માટે યોગ્ય સંસ્થાઓ પણ ઉપલબ્ધ છે.
નવી દિલ્હીઃ ડિજિટલ ઈન્ડિયાના યુગમાં નાના-મોટા બધા જ વેપારના પ્રમોશન માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થઈ રહ્યો છે. આના કારણે ડિજિટલ માક્રેટિંગના ક્ષેત્રમાં કુશળ કર્મચારીઓની માંગ પણ વધી છે. આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગમાં મોટી સંખ્યામાં નોકરીઓ છે. ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં કુશળતા મેળવવા માટે ઘણા કોર્સ અને તેના માટે યોગ્ય સંસ્થાઓ પણ ઉપલબ્ધ છે. ડિજિટલ માર્કેટિંગ કોર્સના માટે લાખો રૂપિયા ખર્ચ કરવા પડશે. જો કે, તમે ઈચ્છો તો ફ્રીમાં પણ ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કરી શકો છો. વાસ્તવમાં, ગૂગલ તેના લર્નિંગ પોર્ટલ પર ફ્રીમાં ડિજિટલ માર્કેટિંગ કોર્સ અને પ્રમાણપત્ર આપી રહ્યુ છે. આ કોર્સ માટે રજિસ્ટર કરીને તમે ટ્યૂટોરિયલ અને ઓનલાઈન ક્લાસની એક્સેસ મેળવી શકો છો.
ગૂગલના ડિજિટલ માર્કેટિંગ કોર્સ પરથી સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન, સર્ચ જાહેરાતોનો ઉપયોગ, વેબસાઈટ ટ્રાફિક વિશ્લેષણ જેવા ઘણા કોર્સ કરી શકો છો. આ કોર્સની મુદ્દત 2.6 કલાકથી 40 કલાક સુધીની છે. આ કોર્સ તમારા સીવી માટે પણ વધારે સારો છે.
ગૂગલના ડિજિટલ માર્કેટિંગ કોર્સ
1. ડિજિટલ માર્કેટિંગ ફન્ડામેન્ટલ કોર્સ
ગૂગલનો ફન્ડામેન્ટલ ઓફ ડિજિટલ માર્કેટિંગ કોર્સ ઈન્ટેક્ટિવ એડવર્ટાઈઝિંગ બ્યુરો દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આ કોર્સમાં પ્રેક્ટિકલ એક્સરસાઈઝ પણ છે. આ કોર્સ 40 કલાકનો છે.
ગૂગલના સ્કિલ શોપ પર ઉપલબ્ધ આ કોર્સની મદદથી જાહેરાતમાં રોકાણ વિશે શીખી શકાય છે. સાથે જ ગૂગલ ડિસપ્લેનો ઉપયોગ કરીને તમે તમારી કુશળતાને પણ ચકાસી શકો છો. આ કોર્સ માત્ર 2.6 કલાકનો છે.
3. ગૂગલ એડ સર્ચ સર્ટિફિકેશન
ગૂગલ એડ સર્ચ સર્ટિફિકેશનમાં ગૂગલ સર્ચ અને કીવર્ડ માટે ટ્રેંડ કરવામાં આવે છે. આ કોર્સ પણ માત્ર 2.6 કલાકનો છે.
ગૂગલ એડ એપ સર્ટિફિકેશન કોર્સ માત્ર 2.8 કલાકનો છે. આ દ્વારા ગૂગલ એપ ઝુંબેશ બનાવવા માટે વિશેષતા મેળવી શકો છો.
ડિજિટલ માર્કેટિંગમાં પગાર
ડિજિટલ માર્કેટિંગમાં સરેરાશ વાર્ષિક પગાર લગભગ 5 લાખ રૂપિયા સુધી છે. જો કે, અનુભલ અને આવડતના આધાર પર 6થી 7 લાખ સુધી આરામથી મળી શકે છે. શરૂઆતમાં પગાર ઓછો હોય છે. અનુભવ વધવાની સાથે પગાર પણ વધે છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર