Home /News /career /Celeb Disha Patani : કોલેજ ડ્રોપઆઉટ છે દિશા પટણી, મોડેલિંગ માટે છોડ્યો અભ્યાસ

Celeb Disha Patani : કોલેજ ડ્રોપઆઉટ છે દિશા પટણી, મોડેલિંગ માટે છોડ્યો અભ્યાસ

અભિનેત્રી દિશા પટણી

Celeb Disha Patani : મોડલ અને અભિનેત્રી દિશા પટણીએ ફિલ્મ 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી હતી. મનોરંજનની દુનિયામાં કોઈ પારિવારિક પૃષ્ઠભૂમિ કે ઓળખાણ ન હોવાને કારણે તેને પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.

વધુ જુઓ ...
Celeb Disha Patani education : બૉલીવુડ એક્સટ્રેસ દિશા પટણીએ (Disha Patani) તેમના કૅરિયરની શરૂઆત મૉડલિંગથી કરી હતી. હિન્દી ફિલ્મોમાં (hindi movies) પોતાની ઓળખ બનાવ્યા પહેલા તેમણે તેલુગુ ફિલ્મ 'લોફર'માં કામ કર્યું હતું. લોકપ્રિય ભારતીય ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની (mahendra singh dhoni) પર બનેલી ફિલ્મ ‘એમએસ ધોની: 'ધ અનટોલ્ડ સ્ટોરી'માં ધોનીની પહેલી ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝાનો અભિનય કરીને પોતાની ઓળખ ઉભી કરી હતી. દિશા પટણીના (Disha Patani study) અભ્યાસની વાત કરીએ તો તે 12મી પાસ છે.

પરિવાર વિષે


દિશા પટણીનો જન્મ 13 જૂન 1992 ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં થયો છે. તેમના પિતા જગદીશ સિંહ પટણી ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગમાં ડીએસપીના પદ પર કાર્યરત છે. તેમની મોટી બહેન ખુશ્બુ પટણી ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ છે. તેમજ નાનો ભાઈ સૂર્યાંશ અભ્યાસ કરે છે.

અભ્યાસ વિષે


દિશા પટણીએ ધો.12 સુધીનો અભ્યાસ બરેલીથી કરેલો છે. તે પછી તેણે નોઈડામાં આવેલી એમિટી યુનિવર્સિટીમાં B.Tech CSE બ્રાન્ચમાં એડમિશન લીધું. B.Tech ના બીજા વર્ષમાં દિશા પટણીને મોડલિંગની ઓફર મળવા લાગી. ગ્લેમરની દુનિયામાં આવવા માટે દિશાએ અભ્યાસ છોડવો પડ્યો હતો. આ જ કારણ છે કે દિશા પટણી કોલેજ ડ્રોપઆઉટ છે.

આ પણ વાંચોઃ-RVNL Recruitment 2022 : RVNL જૂનાગઢમાં જનરલ મેનેજરની ભરતી, રૂ.2.80 લાખ સુધીનો પગાર


ફિલ્મ અને કારકિર્દી


દિશા પટણી વર્ષ 2013 માં પોન્ડ્સ ફેમિના મિસ ઈન્ડિયા, ઈન્દોરની પ્રથમ રનર અપ હતી. મોડલિંગ દરમિયાન તેણે બોલિવૂડ ફિલ્મ 'હીરોપંતી' માટે ઓડિશન આપ્યું હતું, જેમાં તે રિજેક્ટ થઈ હતી. દિશાએ 'એમએસ ધોની' અને 'બાગી 2' ફિલ્મમાં કામ કરીને બોલિવૂડમાં ઓળખ મેળવી. તેણે ટેલિવિઝન કમર્શિયલ અને મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચોઃ-Career : અમદાવાદ ગવર્મેન્ટ પોલીટેક્નિક વિદ્યાર્થીનીઓને ઓટોમેશન અને રોબોટિક્સનો કોર્સ મફત ભણાવશે


દિશા પટણી અને ટાઇગર શ્રોફ


દિશા પટણી અને ટાઈગર શ્રોફ ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ ક્યારેય તેમના સંબંધોનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો ન હતો, પરંતુ છેલ્લા મહિનાથી તેમના બ્રેકઅપની ચર્ચા હેડલાઇન્સમાં છે. અગાઉ દિશા ટીવી એક્ટર પાર્થ સમથાનને પણ ડેટ કરી ચૂકી છે. ફિટનેસ ફ્રીક દિશા પટણીને ડોગ્સ ખૂબ જ પસંદ છે. તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના જીવનની ઝલક પોસ્ટ કરતી રહે છે.
First published:

Tags: Bollywood Celeb, Bollywood Celebrities, Career News, Disha patani, Jobs and Career

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો