Home /News /career /ONGC Sarkari Naukari 2022: ઓએનજીસીમાં પરીક્ષા વગર સીધી ભરતી, લાખોમાં મળશે પગાર

ONGC Sarkari Naukari 2022: ઓએનજીસીમાં પરીક્ષા વગર સીધી ભરતી, લાખોમાં મળશે પગાર

ONGC માં પરીક્ષા વિના સરકારી નોકરી માટે જાહેરાત, ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો અરજી કરી શકે છે

ONGC Recruitment 2022: ONGC માં ખાલી જગ્યાઓ માટે ડાયરેક્ટ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સરકારી નોકરી GATE Score પર મળશે. અરજી માટે ongcindia.com પર ફોર્મ ભરવાનું રહેશે. 7માં પગારધોરણ અનુસાર પગાર મળશે.

    નવી દિલ્હીઃ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) માં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ કંપનીમાં કુલ 817 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ અંગે ડાયરેક્ટ ભરતીની સૂચના ongcindia.com પર જાહેર કરી દેવામાં આવી છે. આ સરકારી નોકરી માટે કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. ડાયરેક્ટ GATE Score પર નોકરી મળશે. ઓએનજીસી ભરતી 2022 અંગે સૂચના અને એપ્લિકેશન ફોર્મ આપવામાં આવ્યુ છે.

    શરૂઆતમાં જ એક લાખ સુધી મળશે પગાર


    ONGC ની આ નોકરીમાં તમને 7માં પગારધોરણ હેઠળ પગાર મળશે. આ ભરતી પોસ્ટ લેવલ E-1 માટે થઈ રહી છે. 7th Pay Commission અતર્ગત 60 હજારથી લઈને 1.80 લાખ સુધીનો પગાર મળશે. આ ઉપરાંત ઇન્ક્રીમેન્ટ, ડીએ, એચઆરએ, અન્ય ભથ્થાં સહિત દર મહિને એક લાખથી પણ વધારે પગાર મળશે.

    આ પણ વાંચોઃ પંજાબ નેશનલ બેંકમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, 67000થી વધારે મળશે પગાર

    ONGC Recruitment માટે કેવી રીતે અરજી કરવી?


    ● અરજી ઓનલાઈન કરવાની રહેશે. તમે ઓએનજીસીની માન્ય વેબસાઈટ ongcindia.com પર જઈને અરજી કરી શકો છો. આ માટે અહીં આપવામાં આવેલા પગલાને અનુસરો-

    ● ઓએનજીસીની વેબસાઈટના હોમ પેજ પર Careers પર જાઓ. ડ્રોપડાઉન મેન્યૂ ખુલશે. આમાં Recruitment Notices પર ક્લિક કરો.

    ● નવું પેજ ખુલશે. આમાં GT Recruitment Through GATE 2022 નોટિસ પર ક્લિક કરો.

    ● નવું પેજ ખુલશે. અહીં તમે ઓનલાઈન એપ્લિકેશન માટે લિંક મળશે. તેને ક્લિક કરો.

    ● હવે ઈ-1 લેવલ જીયો સાઈન્ટિસ્ટ એન્ડ એન્જિનિયરિંગ ભરતી પર ક્લિક કરો.
    એપ્લિકેશન પેજ ખુલશે. New Applicant પર ક્લિક કરો. તમારી જાણકારી

    ● ભરીને રજિસ્ટર કરો. એક વાર રજિસ્ટ્રેશન થયા પછી તમને યૂજર આઈડી અને પાસવર્ડ મળશે.

    ● આ યૂઝર આઈડી, પાસવર્ડથી લોગિન કરો અને ફોર્મ ભરો. ફી ચૂકવો. ભરેલા ફોર્મની પ્રિન્ટ લઈને રાખો.

    ● ONGC GATE Recruitment 2022 Notification ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.

    આ પણ વાંચોઃ સફળતાની નવી મિસાલ! PCS પરીક્ષામાં 10 વાર નાપાસ થયા

    જનરલ, EWS અને OBC માટે આવેદન ફી 300 રૂપિયા છે. અન્ય બધા જ વર્ગો માટે કોઈ ફી નથી. 22 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમે 12 ઓક્ટોબર 2022 સુધી અરજી કરી શકો છો.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Goverment job, Recruitment 2022, Sarkari Naukari

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन