Home /News /career /Digital India Recruitment : ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશનમાં 13 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
Digital India Recruitment : ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશનમાં 13 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
Digital India Recruitment : ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશનમાં ભરતી અહીંથી કરો અરજી
Digital India Corporation Recruitment : ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશને (Digital India Corporation Recruitment 2022) 13 ખાલી જગ્યા માટે ભરતીનું નોટિફીકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
Digital India Recruitment : ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશને (Digital India Corporation Recruitment 2022) ઑન-બોર્ડિંગ એક્ઝિક્યુટિવ, ડેવઓપ્સ એન્જિનિયર, ફુલ-સ્ટૅક ડેવલપર, સૉફ્ટવેર ટેસ્ટર, યુએક્સ ડિઝાઇનર, હેલ્પડેસ્ક એક્ઝિક્યુટિવ અને કન્સલ્ટન્ટ- પ્રોગ્રામ મેનેજમેન્ટની પોસ્ટ માટે ઑનલાઇન અરજી (Online Application) આમંત્રિત કરી છે. આ પદ માટે 13 જેટલી જગ્યાઓ ખાલી છે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 4 મે, 2022 છે.
Digital India Recruitment : શૈક્ષણિક લાયકાત : ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએશન/BE/B.Tech/ MCA પૂર્ણ કરેલ હોવું જોઈએ. અરજદારોને સંબંધિત ફાઇલમાં ઓછામાં ઓછો કામનો અનુભવ હોવો આવશ્યક છે.
Digital India Recruitment : જવાબદારીઓ
- ગ્રાહકની જરૂરિયાતો અને પ્રોજેક્ટ કેપીઆઇને સમજવું.
- વિવિધ વિકાસ, ટેસ્ટિંગ, ઓટોમેશન ટૂલ્સ અને આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇમ્પ્લિમેન્ટ કરવા.
- ટીમ સ્ટ્રક્ચર, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વેમેન્ટનું મેનેજમેન્ટ.
- ક્લાઉડ પ્લેટફોર્મ પર રિસોર્સ ઑપ્ટિમાઇઝેશન.
- ક્લાઉડ બિલિંગનું અસરકારક મોનિટરિંગ અને તેને અસરકારક રીતે ઑપ્ટિમાઇઝ કરવાની રીતો શોધવી
- સ્ટેક હોલ્ડર્સ અને એક્સટર્નલ ઇન્ટરફેસનું સંચાલન
- સાધનો અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેટ કરવા
- DevOps ઑપરેશન માટે ડેવલપમેન્ટ, ટેસ્ટ, રિલીઝ, અપડેટ અને સપોર્ટ એક્ટિવિટીઓને શોધવી અને સેટ કરવી
- પ્રોજેક્ટમાં વિકસિત સોફ્ટવેર કોડની રીવ્યૂ અને ચકાસણી કરવાની તકનીકી કુશળતા હોવી જરૂરી છે.