Home /News /career /

DIC Recruitment 2022: ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશનની ભરતી, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તક

DIC Recruitment 2022: ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશનની ભરતી, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તક

Digital India Recruitment : ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશનમાં ભરતી અહીંથી કરો અરજી

Digital India Corporation : . ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશને (DIC Recruitment 2022) દ્વારા આઈટીની નોકરીઓની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ રવિવારે 8-5-2022ના રોજ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    DIC Recruitment 2022: નોકરીની શોધ કરી રહેલા અને અનુભવ ધરાવતા ઉમેદવારો માટે રોજગાર (Jobs) મેળવવાની સુવર્ણ તક સામે આવી છે. ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશને (DIC Recruitment 2022) ચીફ પ્રોગ્રામ ઓફિસર, સિનિયર પ્રોગ્રામ મેનેજર, ટેકનિકલ પ્રોગ્રામ મેનેજર, હેડ ઑફ પ્રોડક્ટ્સ અને હેડ ઑફ ઑપરેશન્સની પોસ્ટ માટે નોકરીની જગ્યાઓ બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત 5 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઉપરોક્ત પોસ્ટ માટે અરજી (Apply Online) કરવાની છેલ્લી તારીખ 8 મે, 2022 છે (DIC Recruitment 2022 Last Date of Online Applicatio) . રવિવારે આ નોકરી માટે નોકરી કરવાની અંતિમ તક છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છએ. નીચે ટેબલમાં ઓનલાઈન અરજી કરવાની લિંક અને જાહેરાતની લિંક આપાવમાં આવી છે.

    DIC Recruitment 2022:  અરજી કરવા જરૂરી લાયકાત

    ચીફ પ્રોગ્રામ ઓફિસર, DIKSHA

    ઉમેદવારોએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ માસ્ટર્સ પૂર્ણ કર્યું હોવું જોઈએ. આ ઉપરાંત તેમની પાસે 20+ વર્ષનો કામનો અનુભવ હોવો જરૂરી છે.

    સિનિયર પ્રોગ્રામ મેનેજર

    ઉમેદવારોએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ/ માસ્ટર પૂર્ણ કર્યું હોવું જોઈએ. આ ઉપરાંત અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર પાસે 10થી વધુ વર્ષનો કામનો અનુભવ હોવો જોઇએ.

    ટેક્નિકલ પ્રોગ્રામ મેનેજર

    ઉમેદવારોએ BE/BTech પૂર્ણ કરેલ હોવું જોઈએ. આ સિવાય 5થી વધુ વર્ષનો એકંદર કામનો અનુભવ હોવો જોઇએ.

    હેડ ઓફ પ્રોડક્ટ્સ

    ઉમેદવારોએ મેનેજમેન્ટ/સ્ટેટિસ્ટિક્સ/સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યું હોવું જોઈએ અથવા પ્રોડક્ટ મેનેજમેન્ટમાં 20થી વધુ વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ.

    હેડ ઓફ ઓપરેશન્સ

    ઉમેદવારોએ ટેક્નોલોજી/આઈટી/સાયન્સમાં બેચલર પૂર્ણ કરેલ હોવું જોઈએ અથવા ઓપરેશન મેનેજમેન્ટમાં 20થી વધુ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.

    આ પણ વાંચો : GSSSB Recruitment 2022: ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર ક્લાર્ક CPT અંગે અગત્યની સૂચનાઓ, જાણો સંભવિત તારીખો

    નોકરીની ટૂંકી વિગતો



























    જગ્યા05
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ પર અલગ અલગ
    અરજી કરવાની અંતિમ તારીખ8-5-2022
    અરજી ફીનિશુલ્ક
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    DIC Recruitment 2022:  પગારધોરણ

    આ તમામ પોસ્ટ માટે પગાર સત્તાવાર ધોરણ મુજબ છે.

    DIC Recruitment 2022:  પસંદગી પ્રક્રિયા

    ઉપરોક્ત તમામ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

    આ પણ વાંચો : LRD Answer Key: એલઆરડી ભરતીના ઉમેદવારો માટો અગત્યની સૂચનાઓ, ફાઈનલ આન્સર કી નહીં બદલે

    DIC Recruitment 2022:  કઇ રીતે કરશો આ પોસ્ટ માટે અરજી?

    - સૌ પ્રથમ ઉમેદવારોએ ઓફિશ્યલ વેબસાઇટ https://www.digitalindia.gov.in પર જવાનું રહેશે.

    - ત્યાર બાદ ઓપોર્ચ્યુનિટીઝ ઓપ્શન પર ક્લિક કરો.

    - હવે “Digital India Corporation is currently inviting applications for the following positions purely on Contract/ Consolidated basis” જોબ લિંક પર ક્લિક કરો.

    - નોટીફિકેશનમાં આપેલ પાત્રતા માપદંડો તપાસો.

    - હવે એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો અને એપ્લિકેશન ફોર્મ ભરો.

    - ત્યાર બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

    - હવે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યમાં રેફરન્સ માટે એક કોપી તમારી પાસે ડાઉનલોડ કરીને રાખો.

    ભરતી અંગે વધુ માહિતી મેળવવા માટે ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ પરથી નોટીફિકેશન ચકાસી શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર