Digital Gujarat Scholarships 2021 : સ્કૂલથી લઈને કોલેજના અભ્યાસ માટે અહીં મળી રહી છે સ્કોલરશીપ

ઓનલાઇન એપ્લિકેશન કરી ડિજિટલ ગુજરાત માટેની સ્કોલરશીપ માટે આવેદન કરી શકાય છે.

Digital Gujarat Scholarships : ગુજરાત સરકાર દ્વારા શાળા લેવલ, કોલેજ લેવલ અને રિસર્ચ લેવલ પર વિવિધ પ્રકારની સ્કોલરશીપ પૂરી પાડવામાં આવે છે.

  • Share this:
    Digital Gujarat Scholarships : આર્થિક રીતે નબળા અને સમાજના પછાત વર્ગના વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે ગુજરાત સરકાર વિવિધ સ્કોલરશીપ (Scholarships) યોજનાઓ પૂરી પાડે છે. ગુજરાત સરકાર દ્વારા શાળા લેવલ, કોલેજ લેવલ અને રિસર્ચ લેવલ પર વિવિધ પ્રકારની સ્કોલરશીપ પૂરી પાડવામાં આવે છે. આજના આ આર્ટિકલમાં અમે આપને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સ્કોલરશીપ (Digital Gujarat Scholarships), તે મેળવવા માટેની લાયકાત, અરજી કરવાની પ્રક્રિયા અને સ્કોલરશીપની રકમ વિશે માહિતી આપીશું. તમે ધોરણ 12 પછી આગળ અભ્યાસ કરવા માંગતા હોવ અથવા રિસર્ચ કરવા માંગતા હોવ, તો અહીં તમે તમારા યોગ્ય સ્કોલરશીપ વિશેની માહિતી મેળવી શકશો.

    Digital Gujarat Scholarship 2021

    ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2021 (Digital Gujarat Scholarships 2021) ધોરણ 1થી અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે. આ સ્કોલરશીપ SC/ BC/ લઘુમતી/ ST/ NTDNT/ SEBC/OBC/ વાલ્મીકી/ હાડી/ નડિયા/ તુરી/ સેનવા/ વણકર સાધુ/ ગારો-ગારોડા/ દલિત-બાવા/ તિરગર/ તિરબંદ/ તુરી-બારોટ/ માતંગ/ થોરી તમામ માટે ઉપલબ્ધ છે. આ સ્કોલરશીપ યોજના પાછળનો સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવું અને તેમને આર્થિક મદદ કરવાનો છે. કોઈપણ સ્કોલરશીપ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ તે વિશેની તમામ માહિતી મેળવી લેવી જરૂરી છે.

    આ પણ વાંચો :  Sarkari Naukri: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 115 જગ્યા માટે ભરતી, 89,890 રૂ. સુધી મળશે પગાર

    Digital Gujarat Scholarship – મહત્વપૂર્ણ યોજનાઓ

    સ્કોલરશીપ યોજનાઓ વિશે વાત કરવામાં આવે તો મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. કઈ કઈ યોજનાઓ અસ્તિત્વમાં છે, તેની માટે કોણ કામ કરે છે, કઈ રીતે અરજી કરવી, યોગ્ય યોજના કઈ છે, કયા સમયે અરજી કરી શકાય વગેરે. જો તમારા મનમાં પણ આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય તો અહીં તમને તમારા પ્રશ્નોના જવાબ ચોક્કસથી મળી રહેશે.

    આ યોજનાઓની સ્કોલરશીપ મળી રહી છે

    મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, વિકલાંગ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, પોસ્ટ એસએસસી સ્કોલરશીપ ફોર ગર્લ્સ અનેડ બોયઝ, એસ.સી. વિદ્યાર્થીઓને અન્ન સહાય બિલ સહાય, સ્વ-નાણાંકીય કોલેજ, ગુજરાતમાં અભ્યાસ કરતા એન.ટી.ડી.ટી.ટી. વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય, ઉચ્ચતર માધ્યમિક સ્કોલરશીપ (લઘુમતી), ઉચ્ચ શિક્ષણ યોજના, ફેલોશિપ યોજના, સંશોધન સ્કોલરશીપ, સરકારી કોલેજોના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, ઉચ્ચતર માધ્યમિક સ્કોલરશીપ વગેરે સ્કોલરશીપ માટે જૂનથી ઓગસ્ટ દરમ્યાન અરજી કરી શકાય છે. જેમાં પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ, એસસી માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ, એસટી માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ વગેરે માટે ઓગસ્ટથી ઓક્ટોબરમાં અરજી કરવાની રહે છે.

    આ પણ વાંચો : LRD Recruitment 2021: દોડની તૈયારી માટે આ જિલ્લાઓમાં મેદાનો ઉપલબ્ધ છે, જાણો બધા જ મેદાનની વિગતો

    આ સાથે જ વિવિધ યોજનામાં અલગ અલગ ઈન્સેન્ટિવ પણ આપવામાં આવે છે. આ ઈન્સેન્ટિવ વિશે વધુ વિગતો https://www.digitalgujarat.gov.in પર જોઈ શકો છો.

    Digital Gujarat Scholarship – આ રીતે કરો અરજી

    તમારા રજિસ્ટર્ડ એકાઉન્ટમાં જાઓ અને તમારું ડેશબોર્ડ ઓપન કરો.

    ફિલ્ટર સર્વિસ વિભાગમાં ”સ્કોલરશીપ” ઓપ્શન પસંદ કરો.

    તમામ સ્કોલરશીપની વિગતવાર સૂચિ આવશે.

    તમે જે સ્કોલરશીપ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો.

    તમારી એપ્લિકેશનની ભાષા પસંદ કરો.

    બધી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો.

    “સેવા ચાલુ રાખો” પર ક્લિક કરો.

    અરજી ફોર્મ ભરો.

    બધા સહાયક દસ્તાવેજો અપલોડ કરો.

    છેલ્લે, અરજી ફોર્મ સબમિટ કરો.
    પ્રોફાઇલ અપડેટ કરો

    એકવાર તમે OTP ભરો, જે બાદ તમને પ્રોફાઇલ અપડેટ પેજ પર નિર્દેશિત કરવામાં આવશે.

    તમામ ફરજિયાત માહિતી દાખલ કરો.

    તમારો ફોટોગ્રાફ અપલોડ કરો અને અપડેટ પર ક્લિક કરો.

    આ સાથે જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીથી ઓફલાઈન અરજી પણ કરી શકાય છે.
    First published: