Home /News /career /આયુર્વેદિક ડોક્ટરથી લઈને સ્ટાફ નર્સની અમદાવાદ ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીમાં થશે ભરતી, જાણી લો વિવિધ પદો માટે ઇન્ટરવ્યુની તારીખ

આયુર્વેદિક ડોક્ટરથી લઈને સ્ટાફ નર્સની અમદાવાદ ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીમાં થશે ભરતી, જાણી લો વિવિધ પદો માટે ઇન્ટરવ્યુની તારીખ

DHS Ahmedabad Recruitment 2022 (1)

DHS Ahmedabad Interview 2022: અમદાવાદ ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી એ સ્ટાફ નર્સ, આયુર્વેદિક ડોક્ટર અને ફાર્માસિસ્ટની ભરતીની અલગ અલગ 73 જગ્યાઓ માટે વોક ઈન ઇન્ટરવ્યૂનું આયોજન કરેલું છે. આ ભરતી માટેના ઇન્ટરવ્યુની તારીખો અને આની વિગતવાર માહિતી માટે વાંચો આ લેખ

વધુ જુઓ ...
    DHS Ahmedabad Recruitment 2022 : ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અમદાવાદે તાજેતરમાં વિવિધ પદો માટે અરજી મંગાવી છે. ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અમદાવાદે વિવિધ 73 જગ્યાઓ માટે વોક ઈન ઇન્ટરવ્યૂ રાખ્યું છે. આ અંતર્ગત સ્ટાફ નર્સ, આયુર્વેદિક ડોક્ટર અને ફાર્માસિસ્ટની ભરતી થશે. રસધરાવતા ઉમેદવારોએ વોક ઈન ઈન્ટવ્યૂમાં ભાગ લેવાનો રહેશે. તો ચાલો જોઈએ કઈ કઈ તારીખમાં વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે અને જાહેરાત અંગે વધારે માહિતી..

    મેડિકલ ક્ષેત્રે જોડાયેલા પ્રોફેશનલ માટે સારા સમાચાર છે. ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અમદાવાદે તાજેતરમાં ખાલી પડેલી વિવિધ પદો માટે અરજીઓ મંગાવી છે. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી એ સ્ટાફ નર્સ, આયુર્વેદિક ડોક્ટર અને ફાર્માસિસ્ટની ભરતીની અલગ અલગ 73 જગ્યાઓ માટે વોક ઈન ઇન્ટરવ્યૂનું આયોજન કરેલું છે (DHS Ahmedabad Interview 2022).

    આ પણ વાંચો:  'તમારા વિશે કહો' ઇન્ટરવ્યૂમાં આ સવાલનો જવાબ કઈ રીતે આપવો?

    કોણ કરી શકે છે અરજી?



    જગ્યાનું નામ લયકાતઉંમર મર્યાદાપગાર
    આયુર્વેદિક ડોક્ટરમાન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી BAMS/BHMS.40 વર્ષ25,000/-
    ફાર્માસિસ્ટ- ડાટા આસિસ્ટન્ટમાન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસી ડિગ્રી કોર્સ / ડિપ્લોમા ફાર્મસી,40 વર્ષ13,000/-
    ફિમેઇલ હેલ્થ વર્કરANM મૂળભૂત તાલીમ અભ્યાસક્રમ અથવા સહાયક ANM,40 વર્ષ12,500/-
    સ્ટાફ નર્સભારતીય નર્સિંગ કાઉન્સિલ તરફથી જનરલ નર્સિંગ અને મિડવાઇફરી ડિપ્લોમા,પોસ્ટ બેઝિક B.Sc નર્સિંગ અથવા બેઝિક B.Sc નર્સિંગ, જનરલ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ40 વર્ષ13,000




    ઇન્ટરવ્યુ તારીખ અને સ્થળ


    જગ્યાનું નામ જગ્યાઇન્ટરવ્યુ તારીખ સ્થળ 
    આયુર્વેદિક ડોક્ટર611-10-2022ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, 7 મો માળ જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ
    ફાર્માસિસ્ટ- ડાટા આસિસ્ટન્ટ3012-10-2022ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, 7 મો માળ જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ
    ફિમેઇલ હેલ્થ વર્કર1113-10-2022ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, 7 મો માળ જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ
    સ્ટાફ નર્સ2614-10-2022ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, 7 મો માળ જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ

    આ પણ વાંચો:  Interview Tips: કેટલા પગારની અપેક્ષા રાખો છો? ઇન્ટરવ્યુમાં આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપશો?

    આપને જણાવી દઈએ કે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જિલ્લા પંચાયત, અમદાવાદની વેબસાઈટ ઉપર નિયત નમુનાનું ફોર્મ ડાઉનલોડ કરી પ્રમાણિત કરેલા તમામ પુરાવા સાથે ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, 7 મો માળ જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ઉપર મુજબની તારીખો પ્રમાણે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

    આવેદન કરતા પહેલા લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ઓફિશિયલ નિટિફિકેશન વાંચવા માટે અહી ક્લિક કરો.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Career and Jobs

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन