Home /News /career /career Guidance: કંપની સેક્રેટરી બનવા માંગતા હોવ તો જાણો પ્રવેશ, વિષય, કોર્સની તમામ વિગત

career Guidance: કંપની સેક્રેટરી બનવા માંગતા હોવ તો જાણો પ્રવેશ, વિષય, કોર્સની તમામ વિગત

કંપની સેક્રેટરી

CS કોર્સમાં એડમિશનની પ્રક્રિયા આખા વર્ષ દરમિયાન ખુલ્લી રહે છે. તેની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવે છે. ઉમેદવારે આ કોર્સ ત્રણ સ્ટેપ્સમાં પૂર્ણ કરવાનો હોય છે. વિદ્યાર્થીએ દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% માર્કસ મેળવવા જરૂરી છે.

    Company Secretary course: કંપની સેક્રેટરી કોર્સ કોમર્સના વિદ્યાર્થીઓને ઉત્તમ કારકિર્દી બનાવવાની તક પૂરી પાડે છે.  (Company secretory Career) આ કોર્સમાં એડમિશન લેવા માટે ઉમેદવારે ICSI ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા ખાતે ફાઉન્ડેશન કોર્સ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.  (Company secretory registration) આ ફિલ્ડમાં નોકરી મેળવ્યા બાદ ઉમેદવારને લાખોનો પગાર મળે છે.

    શું લાયકાત હોવી જોઈએ


    વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સ સ્ટ્રીમમાંથી 12મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
    12માં ઓછામાં ઓછા 50% માર્કસ હોવા જોઈએ. (Company secretory Eligibility)
    ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયાના કોર્સ માટે ઉમેદવારે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

    1. ફાઉન્ડેશન કોર્સ 4 પેપર


    CS ના ફાઉન્ડેશન કોર્સમાં 4 પેપર છે, જેની વિગતવાર માહિતી સમજવી જરૂરી છે.
    બિઝનેઝ એન્વાયરમેન્ટ અને આંતરપ્રિન્યોરશિપ
    બિઝનેઝ ઇકોનોમિક્સ
    બિઝનેસ મેનેજમેન્ટ, એથિક્સ, લો, કોમ્યુનિકેશન
    એકાઉન્ટિંગ અને ઓડિટીંગના ફંડામેન્ટલ્સ

    2. એક્ઝિક્યુટિવ કોર્સ


    CS ના એક્ઝિક્યુટિવ કોર્સમાં 7 પેપર છે જેની વિગતો નીચે મુજબ છે
    કંપની લો
    ઇકોનોમિક્સ અને કમર્શિયલ લો
    ટેક્સ લો અને પ્રેક્ટિસ
    કોસ્ટ & મેનેજમેન્ટ એકાઉન્ટિંગ
    કંપની એકાઉન્ટ્સ અને ઓડિટીંગ પ્રેક્ટિસ
    ઇન્ડસ્ટ્રીયલ લેબર અને જનરલ લો
    કેપિટલ માર્કેટ અને સિક્યોરિટીઝ લો

    આ પણ વાંચો:  Public Health Care Course: ભારતમાં આરોગ્યને લઈને જાગૃતતામાં વધારો, વિદ્યાર્થીઓ માટે પબ્લિક હેલ્થમાં પોતાનું કેરિઅર બનાવવાની તક

    3.પ્રોફેશનલ કોર્સ


    પ્રોફેશનલ કોર્સમાં 9 પેપર છે, જેની વિગતો નીચે મુજબ છે.
    એડવાન્સ્ડ કંપની લો અને પ્રેક્ટિસ
    કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ, વેલ્યુએશન અને ઇન્સોલ્વન્સી
    સેક્રેટરીયલ ઓડિટ, ડ્યુ ડિલિજન્સ અને કમ્પ્લાયન્સ મેનેજમેન્ટ એડવાન્સ્ડ ટેક્સ લો અને પ્રેક્ટિસ
    ડ્રાફ્ટિંગ, અપિયરન્સ અને પ્લીડિંગ
    5 વિષયોમાંથી 1 વૈકલ્પિક વિષય ઉમેદવાર પસંદ કરી શકે છે.
    બેંકિંગ લો, પ્રેક્ટિસ
    વીમા લો, પ્રેક્ટિસ
    કેપિટલ, કોમોડિટી અને મની માર્કેટ
    ઈન્ટલેક્ચ્યુઅલ બિઝનેઝ, લો-પ્રેક્ટિસ
    ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ - લો અને પ્રેક્ટિસ

    કંપની સેક્રેટરી કેવી રીતે બનશો


    12મું પાસ કર્યા પછી, વિદ્યાર્થીઓએ ICSI ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયામાં ફાઉન્ડેશન કોર્સ માટે અરજી કરવાની રહેશે. આ કોર્સ 8 મહિનાનો છે. પ્રવેશના 3 વર્ષમાં આ કોર્સ પાસ કરવો જરૂરી માનવામાં આવે છે.

    કેવી રીતે એડમિશન મેળવવું


    ICSI ફાઉન્ડેશન કોર્સ પૂરો કર્યા પછી, ઉમેદવારો ICSI ઇન્ટરમીડિયેટ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. ICSI ઇન્ટરમીડિયેટ કોર્સ પાસ કર્યા પછી, ઉમેદવારોને ICSI ના અંતિમ તબક્કામાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવે છે.  (Company secretory Process) જે CS બનવાની પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે. કોર્સ પૂરો થયા બાદ ઇન્ટર્નશીપ પછી ICSI ની એસોસિયેટ મેમ્બરશિપ મેળવવામાં મદદ મળે છે. આ કોર્સ પછી, ઉમેદવાર CS માટે એપ્લાય કરી શકે છે.

    પગાર


    કંપની સેક્રેટરીનો શરૂઆતમાં 3 થી 5 લાખ રૂપિયા પગાર હોય છે. જો ઉમેદવારને સારો અનુભવ હોય, તો વાર્ષિક પગાર 10 થી 12 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે.

    પરીક્ષા ફી


    જો તમારે CS કોર્સમાં એડમિશન લેવું હોય તો એડમિશનની પ્રક્રિયા આખા વર્ષ દરમિયાન ખુલ્લી રહે છે. તેની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવે છે. (CS Course fees) ઉમેદવારે આ કોર્સ ત્રણ સ્ટેપ્સમાં પૂર્ણ કરવાનો હોય છે. વિદ્યાર્થીએ દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% માર્કસ મેળવવા જરૂરી છે. આ કોર્સની ફી ખૂબ ઓછી છે જે કોઈપણ કેટેગરીના ઉમેદવાર સરળતાથી ભરી શકે છે.

    ફાઉન્ડેશનલ પ્રોગ્રામઃ રૂ 1200
    એક્ઝિક્યુટિવ પ્રોગ્રામઃ રૂ 1200
    પ્રોફેશનલ પ્રોગ્રામઃ રૂ 1200
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Career Guidance, Career tips

    विज्ञापन
    विज्ञापन