Home /News /career /JEE Advancedના 2021ના ઉમેદવારો દ્વારા વધુ એક પ્રયાસની માંગ, ટ્વિટર પર #FairAttemptJeeAdv2023 હેશટેગ ફરી વળ્યું

JEE Advancedના 2021ના ઉમેદવારો દ્વારા વધુ એક પ્રયાસની માંગ, ટ્વિટર પર #FairAttemptJeeAdv2023 હેશટેગ ફરી વળ્યું

JEE Advancedના 2021ના ઉમેદવારો દ્વારા વધુ એક પ્રયાસની માંગ

JEE એડવાન્સ 2021 ઉમેદવારો વધારાના પ્રયાસની માંગ કરે છે. ઉમેદવારોએ તેમની માંગ પાછળ કોવિડ-19 રોગચાળા અને તેના કારણે થતા શિક્ષણમાં વિક્ષેપ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સહિતના અનેક કારણો ટાંક્યા છે.ટ્વિટર પર #FairAttemptJeeAdv2023 હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે.

વધુ જુઓ ...
  IITના ઉમેદવારો JEE એડવાન્સ્ડમાં વધુ એક વખત પરીક્ષા આપવાની તકની માંગ કરી રહ્યા છે. તેઓ ટ્વિટર પર #FairAttemptJeeAdv2023 હેશટેગ સાથે ટ્વિટર કરીને સરકાર સુધી અવાજ પહોંચાડી રહ્યા છે. તેમના આ હેશટેગથી ટ્વિટર છલકાઈ ગયું છે. વિદ્યાર્થીઓ કોરોના મહામારી અને તેના કારણે શિક્ષણમાં પડેલા વિક્ષેપ તેમજ માનસિક સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓ આગળ ધરી રહ્યા છે, તેઓ જેઇઇ મેઇન્સ 2022માં સામે આવતી તકનીકી ક્ષતિ તરફ પણ ધ્યાન દોરી રહ્યા છે.

  અહીં નોંધનીય છે કે, વિદ્યાર્થીઓને પરીક્ષામાં સતત બે જ પ્રયત્નો કરવાની છૂટ છે. પ્રથમ પ્રયાસ ધોરણ 12ની પરીક્ષા વખતે અને બીજો પ્રયાસ તે પછી તરત આપવાનો હોય છે. અગાઉ JEE એડવાન્સ્ડ માટે 2020 અને 2021માં પરીક્ષા આપવા પાત્ર રહેલા વિદ્યાર્થીઓ માટે એક વધારાના પ્રયાસની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આવું થઈ શક્યું નથી. મહામારીને કારણે બંને પ્રયાસોનો ઉપયોગ કરી ન શક્યા હોય તેવા 2020ની ધો. 12ની બેચના વિદ્યાર્થીઓ માટે આ વ્યવસ્થા ગોઠવવાની તૈયારી થઈ હતી.

  આ પણ વાંચો:  AAI Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, આ તારીખે શરૂ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

  છાત્રો માટેના આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ યુનિયન (AISU) દ્વારા તૈયાર કરવામાં આવેલી પોસ્ટ્સને વિદ્યાર્થીઓ શેર કરી રહ્યા છે. કોરોના મહામારી અને તેના કારણે શિક્ષણમાં વિક્ષેપ તેમજ માનસિક સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓ છાત્રો આગળ ધરી રહ્યા છે, તેઓ જેઇઇ મેઇન્સ 2022માં સામે આવતી તકનીકી ક્ષતિ તરફ પણ ધ્યાન દોરી રહ્યા છે.

  વિદ્યાર્થીઓનો સવાલ છે કે, 2020ના વિદ્યાર્થીઓ માટે 2022માં આવી જ છૂટછાટ આપવામાં આવી હતી, તો પછી 2021ની ધો. 12 પાસ-આઉટ બેચ વધારાના પ્રયત્નને કેમ લાયક નથી?

  બીજી તરફ AISU અત્યારે વધુ એક પ્રયાસની માંગણી કરતાં વિદ્યાર્થીઓ પાસેથી હસ્તલિખિત પત્રો એકઠા કરી રહ્યું છે. આ પત્રો જેઇઇ એડવાન્સ્ડ 2023નું આયોજન કરવા જઈ રહેલી આઈઆઈટી ગુવાહાટીને મોકલવામાં આવશે.

  આ પણ વાંચો:  ગુજરાતીમાં એન્જીનીયરીંગ ભણવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ : માત્ર 2 જ એડમિશન છતાં GTU કોલેજમાં ભણાવવાનું ચાલુ રાખશે?

  અહીં ઉલ્લેખનીય છે કે, જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) એડવાન્સ્ડ એક્ઝામ દ્વારા વિદ્યાર્થીઓને દેશની 23 આઇઆઇટી (Indian Institute Of Technology)માં પ્રવેશ મળે છે. જેથી આ પરીક્ષા છાત્રો માટે ખૂબ જ જરૂરી બની જાય છે.
  First published:

  Tags: Education News, Jobs and Career

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन