DDA Recruitment 2022 : ડીડીએમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી
DDA Recruitment 2022: નોકરી (Job)ની તલાશ કરી રહેલા ઉમેદવારો માટે રોજગાર લક્ષી ખુશીના સમાચાર છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરીટી (Delhi Development Authority) એ કન્સલ્ટન્ટના પદો માટે ભરતી નોટીફિકેશન જાહેર કરી છે.
DDA Recruitment 2022: નોકરી (Job)ની તલાશ કરી રહેલા ઉમેદવારો માટે રોજગાર લક્ષી ખુશીના સમાચાર છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરીટી (Delhi Development Authority) એ કન્સલ્ટન્ટના પદો માટે ભરતી નોટીફિકેશન જાહેર કરી છે. વિવિધ પાંચ પદો પર કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પ્રક્રિયા (DDA Recruitment 2022) હાથ ધરવામાં આવશે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 ફેબ્રુઆરી, 2022 છે. પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ dda.org.in દ્વારા અરજી કરી શકે છે.
આ પદો પર અરજી કરવા રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો અરજી સાથે ઇન્ટરવ્યૂ માટે હાજર થઇ શકે છે. તમારા ડોક્યુમેન્ટ્સ તમે ઇમેલ આઇડી consultant.rc@dda.org.in પર 9 ફેબ્રુઆરી પહેલા મોકલી શકો છો.
કન્સલ્ટન્ટ (લેન્ડસ્કેપ આર્કિટેક્ટ)
ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી લેન્ડસ્કેપ આર્કિટેક્ચરમાં માસ્ટર અથવા બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઇએ.
કઇ રીતે કરશો અરજી?
આ પદો પર અરજી કરવા રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો અરજી સાથે ઇન્ટરવ્યૂ માટે હાજર થઇ શકે છે. તમારા ડોક્યુમેન્ટ્સ તમે ઇમેલ આઇડી consultant.rc@dda.org.in પર 9 ફેબ્રુઆરી પહેલા મોકલી શકો છો. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનું જ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂ માટે સમય, સ્થાન અને તારીખ અગાઉ જણાવવામાં આવશે. છેલ્લી તારીખ બાદ હાજર થયેલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઓફિશ્યલ નોટીફિકેશનમાં જણાવ્યા અનુસાર આ પોસ્ટ પર કોન્ટ્રાક્ટ બેઝ પર 1 વર્ષ માટે ભરતી કરવામાં આવશે. જોકે, જરૂરિયાત અને કામગીરીના આધારે કોન્ટ્રાક્ટ આગળ વધારવામાં આવી શકે છે. પસંદગી પામનારા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ સમયે અનુભવ સર્ટિફીકેટ, શૈક્ષણિક લાયકાત વગેરે દસ્તાવેજો અને 2 પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે લાવવાના રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર