Home /News /career /Sarkari Naukri : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ભરતી, આ છે છેલ્લી તારીખ

Sarkari Naukri : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ભરતી, આ છે છેલ્લી તારીખ

દાંતીવાડા યુનિવર્સિટીમાં ભરતી

Dantiwada Agricultural University: સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (SDAU) એ જુનિયર એન્જિનિયર (સિવિલ / ઇલેક્ટ્રિકલ) પોસ્ટની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Jobs and Career: ગુજરાતમાં વિવિધ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં નોકરીની બમ્પર (sarkari naukri) ભરતી ચાલી રહી છે ત્યારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ (Dantiwada Agricultural University) પણ ભરતી બહાર પાડી છે. સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (SDAU) એ જુનિયર એન્જિનિયર (સિવિલ / ઇલેક્ટ્રિકલ) પોસ્ટની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

મહત્વની માહિતીમહત્વની માહિતી


સંસ્થાનું નામ સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (SDAU) પોસ્ટનું નામ જુનિયર એન્જિનિયર (સિવિલ / ઇલેક્ટ્રિકલ)છેલ્લી તારીખ 02/09/2022અરજી મોડ વોક-ઇન-ઇન્ટરવ્યુસત્તાવાર વેબસાઇટ http://www.sdau.edu.in/

પોસ્ટના નામ


જુનિયર એન્જિનિયર (સિવિલ): 04 જગ્યાઓ
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ): 01 પોસ્ટ
શૈક્ષણિક લાયકાત
JE (સિવિલ): ડિપ્લોમા ઇન સિવિલ (3 વર્ષ) અથવા BE (સિવિલ)
JE (ઇલેક્ટ્રિકલ): ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ (3 વર્ષ) અથવા BE (ઇલેક્ટ્રિકલ)
ઉંમર મર્યાદા
પુરૂષ માટે 30 વર્ષ અને સ્ત્રી માટે 35 વર્ષ

આ પણ વાંચોઃ-Career in Stock Market: તમારી પાસે સારુ જ્ઞાન છે તો સ્ટોક માર્કેટમાં બનાવો કારકિર્દી અને કમાઓ લાખો રૂપિયા


પસંદગી પ્રક્રિયા


અંતિમ પસંદગી ઇન્ટરવ્યુના આધારે થશે.



કેવી રીતે અરજી કરવી
રસ ધરાવતા ઉમેદવારોને સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK), SDAU, સરદારકૃષિનગર ખાતે 02/09/2022 ના રોજ સવારે 10.00 વાગ્યે વોક-ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે. અરજી 30/08/2022 ના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીમાં ee@sdau.edu.in પર સોફ્ટ કોપી (PDF ફોર્મેટ)માં આપેલ ફોર્મેટ (અનુશિષ્ટ I) માં સબમિટ કરવી જોઈએ.
વોક-ઇન-ઇન્ટરવ્યુનું સ્થળ: સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK), SD કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર, જિ. બનાસકાંઠા, ગુજરાત

આ પણ વાંચોઃ-UGC Recruitment 2022: UGC માં નાણાકીય સલાહકાર અને સચિવની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી, જાણો ભરતી સંબંધિત માહિતી


ભરતીની છેલ્લી તારીખ અને વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ શું છે?


દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર એન્જિનિયર છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2022 અને વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ 02/09/2022 ના રોજ સવારે 10.00 વાગ્યે

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે


સત્તાવાર વેબસાઇટ. http://www.sdau.edu.in/
First published:

Tags: Career News, Jobs and Career, Sarkari Naukri

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો