Home /News /career /

Numerology 14 June 2022: આજે જન્મેલા લોકો માટે કેવો રહેશે દિવસ? જાણો કેવા રહેશે ઉતારચઢાવ

Numerology 14 June 2022: આજે જન્મેલા લોકો માટે કેવો રહેશે દિવસ? જાણો કેવા રહેશે ઉતારચઢાવ

અંકશાસ્ત્ર રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

  નંબર 1 – તમારું આકર્ષણ અને પ્રભાવ જળવાઇ રહેશે, જેને લોકો સરળતાથી અનુસરી શકશે. નોકરી અથવા બિઝનેસમાં સારું પદ જાળવી શકશો. નસીબ સાથ આપતું જણાશે. સોલર બિઝનેસ, જ્વેલર્સ, એન્જીનીયર્સ, ઇલેક્ટ્રોનિક્સ, મેટલ, ગ્રેઇન્સ, કોસ્મેટિક્સ, કાપડના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને લાભ મળશે.

  માસ્ટર કલર – લીલો અને પીળો

  લકી દિવસ – રવિવાર

  લકી નંબર – 1 અને 5

  દાન – મંદિરમાં સૂર્યમુખીના બીજનું દાન કરો.

  નંબર 2 - હસતા રહો કારણ કે પ્રેમ સંબંધોમાં તમારું ભાગ્ય સારું કામ કરશે અને તેથી નવા પ્રપોઝલને સ્વીકારી શકશો. તમારા બાળકોના ભવિષ્ય માટે રોકાણ કરવાનો ઉત્તમ દિવસ. સી ગ્રીન કલર પહેરવો શુભ સાબિત થઇ શકે છે.

  માસ્ટર કલર – સી ગ્રીન

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 2 અને 6

  દાન – ગરીબોને મીઠાનું દાન કરો

  નંબર 3 - આજનો દિવસ તમારી ઓળખ અને પ્રમોશન બંને વ્યવસાયિક જીવનમાં નવા વિકાસની તક આપશે. વાતચીત કરવાથી સંબંધ ખીલશે, તેથી મૌન ન રહેશો. ક્રિએટીવ લોકો પાસે રોકાણ અને વળતર માટે શ્રેષ્ઠ સમય હશે. શિક્ષણવિદો, હોટેલર્સ, મ્યુઝીશ્યન અને રાજકારણીઓને પ્રમોશન અને પબ્લિસીટી મળશે.

  માસ્ટર કલર – બ્રાઉન

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 1

  દાન – આશ્રમમાં પીળા ભાતનું દાન કરો.

  નંબર 4 – તમારા કામમાં કંઇક ઉતારચઢાવ આવી શકે છે. માર્કેટિંગ સ્ટ્રેટેજીને અમલમાં મૂકવાની શ્રેષ્ઠ તક. દિવસ દરમિયાન મૂંઝવણ અનુવશો. સાંજ સુધીમાં સારા પરીણામો આવી શકે છે. દારૂ અને નોન-વેજનું સેવન ટાળો.

  માસ્ટર કલર – ટીલ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9

  દાન – ગરીબોને સાઇટ્રસ શાકાહારી ખોરાકનું દાન કરો

  નંબર 5 – તમારા ઉદ્દેશો અને કામયાબી તરફ નસીબ વળી રહ્યું છે. દિવસ દરમિયાન રીલેશનશિપ, શોપિંગ, જોખમ, સ્ટોકની ખરીદી, મેચ અને સ્પર્ધાનો આનંદ માણી શકો છો. કોઇ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. તમને ગમતી કોઇ પણ નાની કે મોટી વસ્તુ ખરીદો. સ્ટોક અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરો.

  માસ્ટર કલર – સી ગ્રીન

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર – 5

  દાન – લીલા છોડનું દાન કરો

  નંબર 6 – દંપત્તિ વચ્ચે વિશ્વાસ અને બંધન વધુ મજબૂત બનશે. તમારા દરેક ટાર્ગેટ પૂર્ણ થશે. રાજકારણીઓને વધુ સારી સફળતા મળી શકે છે. સરકારી અધિકારીઓને નવી પ્રોફાઇલ અથવા પ્રમોશન મળી શકે છે. પ્રોપર્ટી ડીલ્સ સરળતાથી થશે.

  માસ્ટર કલર – સ્કાય બ્લૂ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6 અને 2

  દાન – બાળકોને બ્લૂ પેન્સિલ અથવા પેનનું દાન કરો

  નંબર 7 – તમારા અંગત જીવનમાં તમારી મેચ્યોરીટી મહત્વનો રોલ નિભાવશે. દિવસની શરૂઆત પહેલા પૂર્વજોના આશીર્વાદ લેશો અને પીળા કઠોળનું દાન કરો. નાના સાહસોને મોટા ઉદ્યોગની સાપેક્ષમાં વધુ ફાયદો થશે.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7

  દાન – તાંબાના વાસણનું દાન કરો

  નંબર 8- ભૂતકાળમાં તમે કરેલી મહેનતનું ફળ મળતું જણાશે. દાન કરવા માટે શ્રેષ્ઠ દિવસ. દંપત્તિ વચ્ચે સંબંધો સારા રહેશે. ડોક્ટર્સ, ફાર્માસિસ્ટ, એન્જીનીયર્સ અને મેન્યુફેક્ચરર્સને પૈસાકિય લાભ થશે. રોકાણ કરવાનો શ્રેષ્ઠ દિવસ.

  માસ્ટર કલર – બ્લૂ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  નંબર 9 – તમારી ઇમેજનો ખાસ ખ્યાલ રાખો, કારણ કે જાણીતા વ્યક્તિ દ્વારા તેને ખરડાવવાનો પ્રયાસ થઇ શકે છે. રોકાણ કરવા માટે એક સારો દિવસ. ક્રિએટિવ લોકો તેમની યોજનાઓને અમલમાં મૂકી શકે છે. લોકો વચ્ચે બોલવા, ઇવેન્ટમાં જવા, પાર્ટી કરવા, દાગીના ખરીદવા માટે સામાન્ય દિવસ.

  માસ્ટર કલર – બ્રાઉન

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9 અને 6

  દાન – બાળકીને લાલ રંગના રૂમાલનું દાન કરો.

  14 જૂને જન્મેલી સેલિબ્રિટીઝ – જુબિન નૌટીયાલ, કુમાર મંગલમ બિરલા, અકબરુદ્દિન ઓવૈસી, રાજ ઠાકરે, ગણેશ આચાર્ય, પ્રિતમ, શેખર સુમન
  First published:

  Tags: Astrology, Gujarati Rashifal, Horoscope, Numerology, Numerology Suggestions, Rashi bhavishya

  આગામી સમાચાર