Home /News /career /

Current Affairs Quiz: સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે કરન્ટ અફેર્સ આ પ્રશ્નો, જવાબ સાથેના સવાલ

Current Affairs Quiz: સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે કરન્ટ અફેર્સ આ પ્રશ્નો, જવાબ સાથેના સવાલ

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ડેઇલી કરન્ટ અફેર્સ

Daily Current Affairs : જીપીએસસી (GPSC) યુપીએસસી(UPSC) બેન્કિંગ પરીક્ષા (Banking Exam) તલાટીની (Talati Exams)માં પૂછાઈ શકે એવા સંભવિત કરન્ટ એફર્સના (current Affairs Questions) પ્રશ્નોની તેના જવાબ સાથેની યાદી

    28th February Current Affairs 2022: અહીં આજના આ લેખમાં અમે તમને એક કરંટ અફેર ક્વિઝ વિશે જણાવીશું. આ પ્રકારના ટોપિક ઘણા જ મહત્વના હોય છે. બેન્કની તૈયારી કરી રહેલા ઉમેદવારોને આ ખૂબ ઉપયોગ થશે. આજે અમે નીચે જણાવેલા વિષયો પર ક્વિઝ તૈયાર કરીશું.

    • ઈન્ટરનેશનલ IP ઈન્ડેક્સ 2022

    • મીરાબાઈ ચાનુ

    • EX ધર્મા ગાર્ડિયન -2022

    • યુનિયન MSME RuPay ક્રેડિટ કાર્ડ

    • બ્રિકવર્ક રેટિંગ


    કરંટ અફેર ક્વિઝ

    કરંટ અફેર સેક્શન સ્પર્ધાત્મક પરીક્ષામાં જનરલ અવેરનેસનો મુખ્ય ભાગ ગણાય છે અને ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. IBPS PO/Clerk Mains, SBI PO Mains અને SEBI ગ્રેડ A પ્રિલિમ્સ જેવી આગામી પરીક્ષાઓના જનરલ અવેરનેસ માટેની તમારી તૈયારીને પૂરક બનાવવા માટે અમે તમને 28મી ફેબ્રુઆરી 2022ની કરન્ટ અફેર્સ ક્વિઝ આપી રહ્યા છીએ. જેમાં ઇન્ટરનેશનલ આઈપી ઈન્ડેક્સ 2022 , મીરાબાઈ ચાનુ, EX ધર્મા ગાર્ડિયન -2022, યૂનિયન MSME RuPay ક્રેડિટ કાર્ડ, બ્રિકવર્ક રેટિંગ જેવા મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે.

    Q1. ઇન્ડસ ટાવર્સમાં વોડાફોન પાસેથી એરટેલ દ્વારા કેટલા ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો છે?
    (a)1.7%
    (b)2.7%
    (c)3.7%
    (d)4.7%
    (e) 5.7%

    Ans.(d)

    ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલ લિમિટેડે ભારતની સૌથી મોટી મોબાઈલ ટાવર ઇન્સ્ટોલેશન કંપની ઇન્ડસ ટાવર્સ લિ.માં 4.7% ઇક્વિટી ઈન્ટ્રેસ્ટ ખરીદવા માટે વોડાફોન ગ્રુપ પીએલસી સાથે કરાર કર્યો છે.

    Q2. 2022 ઈન્ટરનેશનલ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે?

    (a)41
    (b)42
    (c)43
    (d)44
    (e) 45

    Ans.( C)

    યુ.એસ. ચેમ્બર ઓફ કોમર્સના ગ્લોબલ ઈનોવેશન પોલિસી સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ 2022 ઈન્ટરનેશનલ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (આઈપી) ઈન્ડેક્સમાં ભારતને 43મું સ્થાન આપવામાં આવ્યું છે.

    Q3. MSME RuPay ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે કઈ બેંકે NPCI સાથે ભાગીદારી કરી છે?
    (a) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
    (b) સ્ટેટ બેન્ક ઓફ બરોડા
    (c) સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા
    (d) યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા
    (e) કેનેરા બેન્ક

    Ans.(d)

    યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના સહયોગથી 'Union MSME RuPay ક્રેડિટ કાર્ડ' લોન્ચ કર્યું છે.

    Q4. બ્રિકવર્કસ રેટિંગ્સ દ્વારા નાણાકીય વર્ષ 2022માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર?

    (a)7.3%
    (b)8.3%
    (c)9.3%
    (d)10.3%
    (e) 11.3%

    Ans.(b)

    બ્રિકવર્કસ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2021-22 (FY22)માં ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનને 8.3 ટકાથી નીચેની તરફ સુધાર્યું છે.

    Q5. ધર્મા ગાર્ડિયન 2022 એ કયા દેશ સાથે ભારતની લશ્કરી તાલીમ કવાયત છે?
    (a) જાપાન
    (b) યૂએસએ
    (c) શ્રીલંકા
    (d) નેપાલ
    (e) ફ્રાંસ

    Ans.(a)

    ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત "એક્સ ધર્મ ગાર્ડિયન-2022"ની ત્રીજી સિઝન 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2022 દરમિયાન કર્ણાટકના બેલગાવી (બેલગામ) ખાતે યોજવામાં આવશે.

    Q6. સિંગાપોર વેઈટલિફ્ટિંગ ઈન્ટરનેશનલ 2022માં ભારતીય વેઈટલિફ્ટર_______55 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
    (a) પૂનમ યાદવ
    (b) ગીતા રાની
    (c) ખૂમુકચમ સંજીત ચાનુ
    (d)સ્વાતિ સિંધ
    (e) મીરાબાઈ ચાનુ

    Ans.(e)

    ભારતીય વેઇટલિફ્ટર અને 2020 ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર-મેડલિસ્ટ મીરાબાઈ ચાનુએ સિંગાપોર વેઇટલિફ્ટિંગ ઇન્ટરનેશનલ 2022માં 55 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

    Q7. તાજેતરમાં નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) ના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

    (a) વિનય સિંધ
    (b) વિનય ઠાકુર
    (c) દેવવ્રત નાયક
    (d) અભિષેક સિંહ
    (e) સત્ય નારાયણ મીણા

    Ans.(d)

    ટોપ લેવલ રિએડમિનિલ્ટ્રેટિવ રિઅલાઈમેન્ટ યૂનિયનમાં કેન્દ્ર સરકારે વરિષ્ઠ IAS અધિકારીઓ અને ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશનના CEO અભિષેક સિંઘને નવા નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) CEO તરીકે ઉન્નત કરવાની જાહેરાત કરી છે.

    Q8. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?

    (a) પેરિસ, ફ્રાંસ
    (b) મોન્ટેરિઅલ, કેનેડા
    (c) બર્લિન, જર્મની
    (d) નવી દિલ્લી, ઈન્ડિયા
    (e) ન્યૂ યોર્ક, યૂએસએ

    Ans.(b)

    ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન એ 1945 માં સ્થપાયેલ વિશ્વની એરલાઇન્સનું વેપાર સંગઠન છે. મુખ્ય મથક: મોન્ટ્રીયલ, કેનેડા. છે.

    Q9. કેન્દ્રીય MSME મંત્રી, નારાયણ રાણેએ . 200 કરોડના ખર્ચ સાથે MSME-ટેક્નોલોજી સેન્ટરની સ્થાપનાની ______ માં જાહેરાત કરી છે

    (a) નાસિક
    (b) પણજી
    (c) સિંધુદુર્ગ
    (d) પુણે
    (e) મુંબઈ

    Ans.(c)

    કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), નારાયણ રાણેએ રૂ. 200 કરોડના ખર્ચ સાથે સિંધુદુર્ગ, મહારાષ્ટ્રમાં MSME-ટેક્નોલોજી સેન્ટરની સ્થાપનાની જાહેરાત કરી છે.

    Q10. 2022 ઈન્ટરનેશનલ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ઈન્ડેક્સમાં નીચેનામાંથી કયો દેશ ટોચ પર છે?
    (a) યુનાઈટે સ્ટેટ
    (b) યુનીટે કિંગડમ
    (c) જર્મની
    (d) સ્વિડન
    (e) ફ્રાંસ

    Ans.(a)

    યુનાઇટેડ સ્ટેટ્સ રેન્કિંગમાં ટોચ પર છે જેમાં 55 દેશોને સ્થાન આપવામાં આવ્યું છે
    Published by:Jay Mishra
    First published:

    Tags: Current Affairs, GK, GPSC, UPSC, કેરિયર

    આગામી સમાચાર