Home /News /career /CUET PG Result 2022: આ ટોપ યુનિવર્સિટીમાં મળશે એડમિશન, જુઓ લિસ્ટ

CUET PG Result 2022: આ ટોપ યુનિવર્સિટીમાં મળશે એડમિશન, જુઓ લિસ્ટ

Cuet Pgની પરીક્ષાનું પરિણામ જાહેર

CUET PG Result 2022 : CUET PGનું પરિણામ આજે 26 સપ્ટેમ્બર સોમવારના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ બાદ જ, એડમિશન પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. ત્યારે આપને જણાવી દઈએ કે, દેશની આ યુનિવર્સિટી પર આવેદન કરી એડમિશન લઈ શકશો.

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આજે સોમવારે સાંજે કોમન યુનિવર્સિટી એન્ટ્રેન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ (CUET PG)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ, પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે એડમિશન પ્રક્રિયા પણ શરૂ થઈ જશે, ત્યારે આજે આપને જણાવવા જઈ રહ્યા છે કે, આ ટોપ યુનિવર્સિટીઝ કે જેમાં આપ CUET PG Result 2022ના આધારે આવેદન કરી શકશો.

આ યુનિવર્સિટીઝમાં કરી શકો છો આવેદન


- તેજપુર યુનિવર્સિટી

-નાગાલેન્ડ યુનિવર્સિટી

-સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ઓડિશા

-પોંડિચેરી યુનિવર્સિટી

-ઇન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટી

-ઈંગ્લિશ અને ફોરેન લેંગ્વેજ યુનિવર્સિટી

-મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સિટી

-બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી

-ત્રિપુરા યુનિવર્સિટી

-મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી

-હૈદરાબાદ યુનિવર્સિટી

-જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી

-હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી

-અલ્હાબાદ યુનિવર્સિટી

-રાજીવ ગાંધી યુનિવર્સિટી

-નાલંદા યુનિવર્સિટી

-ડૉ રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી

-રાણી લક્ષ્મીબાઈ સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી

-રાજીવ ગાંધી નેશનલ એવિએશન યુનિવર્સિટી

-બનારસ હિન્દુ યુનિવર્સિટી

સપ્ટેમ્બરના પહેલા જ સપ્તાહમાં હતી પરીક્ષા


CUET PG ની પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી યોજવામાં આવી હતી, જેનું પરિણામ આજે સોમવારે સાંજે 4 જાહેર કરવામાં આવશે. CUET PG Result 2022 નુ પરિણામ જાણવા માટે ઉમેદવારોએ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખને સત્તાવાર વેબસાઇટ  cuet.nta.nic.in પર વિઝિટ કરીને ચેક કરી શકાશે.
First published:

Tags: College Admission, Exams Result, IIT Placements