CUET 2022 : સીયુઈટી 2022ના વિદ્યાર્થીઓ માટે જાણવા જેવી માહિતી
Central Universities Entrance Test CUET 2022 : સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પરીક્ષા સીયુઈટી 2022 (CUET 2022) વિશે કેટલીક જાણવા જેવી માહિતી
CUET 2022 સેન્ટ્રલ યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (Central Universities Entrance Test)નું ટૂંકું નામ CUET છે. આ પરીક્ષા શૈક્ષણિક સત્ર 2022-23થી 45 કેન્દ્રીય યુનિવર્સિટી (central universities)ઓ માટે ફરજિયાત છે. આ પરીક્ષા જુલાઈના પહેલા અઠવાડિયામાં થવાની સંભાવના છે. ત્યારે CUET માટેની અરજી વિંડો શરૂ થઈ ચૂકી છે અને 30 એપ્રિલ, 2022 સુધી ખુલ્લી રહેશે. આ પરીક્ષાનું સંચાલન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) કરે છે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાંનું એક છે, ગોખણપટ્ટીના બદલે વિદ્યાર્થીઓની નિર્ણાયક વિચાર ક્ષમતા વિકસાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું.
શૈક્ષણિક વર્ષ 2021-22 સુધીમાં આસામ યુનિવર્સિટી, કર્ણાટક યુનિવર્સિટી, કેરળ યુનિવર્સિટી, હરિયાણા યુનિવર્સિટી જેવી 12 કેન્દ્રીય યુનિવર્સિટીઓએ CUET દ્વારા પ્રવેશ લેવડાવ્યા હતા.
CUETમાં બોર્ડ માર્ક કોઈ મોટી ભૂમિકા ભજવશે નહીં અને પ્રવેશ માટેનો માપદંડ નથી. જો કે, યુનિવર્સિટીઓ પ્રવેશ માટેની લાયકાતના માપદંડ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. ઉદાહરણ તરીકે, એક યુનિવર્સિટી તેમની યુનિવર્સિટીમાં પ્રવેશના માપદંડ તરીકે ધોરણ 12માં 60 ટકાને લઘુત્તમ માર્ક તરીકે રાખી શકે છે
CUET 2022ની પેપર પેટર્ન
પરીક્ષાને બે-ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે: પ્રથમ ભાગ ભાષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બીજો ભાગ જે વિષય માટે છાત્રો પ્રવેશ મેળવવા માંગે છે તે ચોક્કસ સબ્જેક્ટ ડોમેન પર હોઈ શકે છે અને છેલ્લો ભાગ સામાન્ય ક્ષમતા પર આધારિત છે.
ભાષા વિભાગને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે: 1A- જેમાં 13 ભાષાના પેપર છે અને સેક્શન 1Bમાં 19 ભાષાના પેપર્સ છે. જો કોઈ વિદ્યાર્થી કોઈ ચોક્કસ ભાષામાં સ્નાતક થવાનું લક્ષ્ય રાખે છે, તો તેઓએ 1Bમાંથી ભાષાનું પેપર પસંદ કરવાનું રહેશે. વિદ્યાર્થી વિભાગ 1A અને 1B માંથી એકસાથે કોઈપણ ત્રણ ભાષાઓની પસંદગી કરી શકે છે
ડોમેન સ્પેસિફિક સેક્શનમાં 27 વિષયો છે અને વિદ્યાર્થી મહત્તમ 6 વિષયોને પસંદ કરી શકે છે. ડોમેન સ્પેસિફિક લિસ્ટમાં કોઈ વિષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો વિદ્યાર્થી ડોમેન લિસ્ટ સાથે ખૂબ નજીકથી વિષય પસંદ કરી શકે છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી બાયોટેકનોલોજીમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો તે જીવવિજ્ઞાનને વિષય તરીકે પસંદ કરી શકે છે. ડોમેન-સ્પેસિફિક પ્રશ્નો NCERTના હશે. સામાન્ય કસોટીમાં સામાન્ય જ્ઞાન જેવા ક્ષેત્રોના પ્રશ્નો હશે, જેમાં કરંટ અફેર્સ, જનરલ મેન્ટલ ક્ષમતા, તાર્કિક અને વિશ્લેષણાત્મક તર્કનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, દરેક વિભાગમાંથી વિકલ્પોની પસંદગી ફરજિયાત નથી અને પસંદગી ઇચ્છિત યુનિવર્સિટીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવી જોઈએ.
વિદ્યાર્થીઓએ ધોરણ 12ના બોર્ડમાં જે ભાષા અને વિષયોનો અભ્યાસ કર્યો છે, તે પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, જો કોઈ યુનિવર્સિટી આ સંદર્ભે છૂટછાટ આપે તો તે CUET હેઠળ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ જેમાં પ્રવેશ મેળવવાના હોય તે યુનિવર્સિટીઓની વેબસાઇટ તપાસતા રહે તેવી સલાહ આપવામાં આવે છે.
તમામ યુનિવર્સિટીઓ માટેની કોમન એક્ઝામ સતત વધી રહેલા કટ-ઓફ (જેમ કે ડીયુ)માં રાહત આપશે અને ગોખણપટ્ટી માટે જવાને બદલે વિદ્યાર્થીઓની નિર્ણાયક વિચારશક્તિ વિકસાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આમાં વિવિધ બોર્ડના વિદ્યાર્થીઓને પણ એક જ ધોરણે ધ્યાનમાં લેવામાં આવશે. વિવિધ બોર્ડમાં ધો.12મા ગુણ આપવામાં કોઈ એકરૂપતાનું પાલન કરવામાં આવતું નથી, તેથી 12મા ગુણના આધારે હંમેશાં એક પ્રકારનો ભેદભાવ રાખવામાં આવે છે. જેથી તે પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને સમાન તક પૂરી પાડતું નથી.
CUET 2022 પ્રવેશને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટેનો પ્રયાસ:
CUCET સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ પણ પૂરું પાડશે. વિવિધ યુનિવર્સિટીઓ માટે પ્રવેશ પરીક્ષાઓને દૂર કરીને પ્રવેશને વધુ સુવ્યવસ્થિત અને વિદ્યાર્થી માટે અનુકૂળ બનાવશે. તે અલગ અલગ પ્રવેશ પરીક્ષા ફીની ચુકવણી માટે ઉમેદવારોના સમય અને નાણાંની બચત પણ કરશે
આ સુધારાવાદી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ અને સમગ્ર શિક્ષણ પ્રણાલી પરના ભારણમાં ઘટાડો થશે. પ્રવેશની પ્રક્રિયામાં ઓબ્જેક્ટિવિટી અને અરજદારોને રાષ્ટ્રીય સ્તરે એક જ છત હેઠળ પરીક્ષામાં ભાગ લેવાની સમાન તક આપવામાં આવશે.
પરીક્ષાના સંદર્ભમાં વધુ વિગતો અને અપડેટ્સ માટે, વિદ્યાર્થીઓને સમયાંતરે NTA CUET (UG) -2022 ની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in તપાસવાની સલાહ આપવામાં આવે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર