Home /News /career /

CUET 2022 : સેન્ટ્રલ યુનિવર્સિટીમાં બોર્ડના પરિણામના આધાર પર પ્રવેશ આપવામાં નહીં આવે

CUET 2022 : સેન્ટ્રલ યુનિવર્સિટીમાં બોર્ડના પરિણામના આધાર પર પ્રવેશ આપવામાં નહીં આવે

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એડમિશન માટે નિર્ણય લેવામાં આવ્યો

CUET 2022 : સેન્ટ્રલ યુનિવર્સિટીમાં (central University)માં હવે બોર્ડના પરિણામના આધારે પ્રવેશ નહીં મળે, યુજીસીના (UGC) ચેરમેનની જાહેરાત

    UGC ચેરમેન એમ.જગદેશ કુમારે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એડમિશન અંગે કેટલીક સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એડમિશન બોર્ડ પરીક્ષાના પરિણામના આધાર પર નહીં, પરંતુ સેન્ટ્રલ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા 2022ના પરિણામના આધાર પર આપવામાં આવશે. આ વર્ષે સેન્ટ્રલ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા જુલાઈના પહેલા સપ્તાહમાં યોજાશે. અહીં પ્રવેશ પરીક્ષા અને એડમિશન અંગેની વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    છેલ્લા અનેક દિવસોથી દિલ્હી યુનિવર્સિટી (Delhi University, DU) અને નેશનલ ટેસ્ટીંગ એજન્સી (National Testing Agency)ની ચર્ચા કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેને પુષ્ટી કરી છે કે, CUET 2022 સ્કોરના આધાર પર સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એડમિશન (Central University admission) આપવામા આવશે.

    જુલાઈ 2022ના પહેલા સપ્તાહમાં પરીક્ષા

    બોર્ડ પરીક્ષા 2022ને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા માટે લાયકાત અને CUCET સ્કોર અંગે ટૂંક સમયમાં જાણકારી આપવમાં આવશે. UGC અધ્યક્ષ CUET માટે પરીક્ષાની તારીખ જણાવતા કહ્યું છે કે, જુલાઈ 2022ના પહેલા સપ્તાહમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

    CUETની તારીખ

    નેશનલ ટેસ્ટીંગ એજન્સી ટૂંક સમયમાં CUCET પરીક્ષા માટેની ફાઈનલ તારીખ (CUCET Exam Date) જાહેર કરશે. UGC ચેરમેને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે CUET સ્કોર અને બોર્ડના પરિણામો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી છે.

    આ પણ વાંચો : Head Clerk Exam: હેડ ક્લાર્કની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને OMR શીટ, અહીંથી કરો ડાઉનલોડ

    ધો.12ના સ્કોરના આધારે પ્રવેશ નહીં મળે

    CUET 2022ના પરિણામ અંગે UGC ચેરમેને જણાવ્યું છે કે, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે CUCET સ્કોરનો ઉપયોગ કરવામાં આવશે. ધો.12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ માન્ય ગણવામાં નહીં આવે. CUCET પરીક્ષામાં પ્રાપ્ત કરેલ ગુણના આધાર પર સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે.

    UGC 45 સેન્ટ્રલ યુનિવર્સિટીને ફંડ આપે છે

    UGC 45 સેન્ટ્રલ યુનિવર્સિટીને ફંડ આપે છે. ધો.12 બાદ જો કોઈ વિદ્યાર્થી સ્ટ્રીમ બદલે તો તેના માટે શું કરવાનું રહેશે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને CUET પ્રવેશ પરીક્ષા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે જો કોઈ વિદ્યાર્થી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે, તો તેણે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. આ પ્રવેશ પરીક્ષાના આધાર વિદ્યાર્થીને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે.

    આ પણ વાંચો :  PGVCL Recruitment: PGVCLમાં 87 જગ્યા માટે ભરતી, 37,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    આ મોટી યુનિવર્સિટીમાં એડમિશન મળે છે

    દિલ્હી યુનિવર્સિટી, જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી, જામિયા મિલિયા ઈસ્લામિયા અને દિલ્હીની ઈન્દિરા ગાંદી નેશનલ ઓપન યુનિવર્સિટી અને ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને બનારસ હિંદુ યુનિવર્સિટી જેવી અનેક પ્રખ્યાત યુનિવર્સિટીને CUET હેઠળ કવર કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Entrance Exams, Jobs and Career, UGC, કેરિયર, શિક્ષણ

    આગામી સમાચાર