Home /News /career /CTET Exam 2022 : સીટેટ પરીક્ષા માટે પ્રી એડમિટ કાર્ડ જાહેર થયાં, જોઈ લો ક્યારથી શરુ થઈ રહી છે પરીક્ષાઓ

CTET Exam 2022 : સીટેટ પરીક્ષા માટે પ્રી એડમિટ કાર્ડ જાહેર થયાં, જોઈ લો ક્યારથી શરુ થઈ રહી છે પરીક્ષાઓ

ctet exam 2022 pre admit card released

ડિસેમ્બરના અંતિમ અઠવાડીયામાં શરુ થઈ રહેલી સીટેટ પરીક્ષા દરરોજ બે શિફ્ટમાં આયોજીત કરવામાં આવશે. કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં ઉમેદવારોને 2.30 કલાકનો સમય આપવામાં આવશે.

નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા કેન્દ્રીય શિક્ષક પાત્રતા કસોટી (CTET) ઉમેદવારો માટે પ્રી એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. 31 ઓક્ટોબરથી 24 નવેમ્બર 2022 સુધી સીટેટ માટે અરજી કરનારા લગભગ 25 લાખ ઉમેદવારો છેલ્લા એક મહિનાથી આ એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા હતા. સીટેટ પરીક્ષા 2022 ડિસેમ્બર 28થી શરુ થઈ રહી છે. 20 ઓક્ટોબરના રોજ સીબીએસઈએ આ નોટિફિકેશન જાહેર કરી દીધું હતું કે સીટેટ પરીક્ષા ડિસેમ્બરથી જાન્યુઆરી 2022+23માં આયોજીત થશે. ઉમેદવારોની વધારે સંખ્યા જોતા પરીક્ષા જાન્યુઆરીમાં આયોજીત થાય તેવી સંભાવના છે. ઉમેદવારોને જાહેર કરવામાં આવેલા પ્રી એડમિટ કાર્ડ દ્વારા તે પરીક્ષા શહેર, પરીક્ષા કેન્દ્ર સહિત તમામ જરુરી જાણકારી પ્રાપ્ત કરી શકે છે. જો આપ પણ સીટેટ પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છો, આપના માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે.

આ પણ વાંચો:GOOD NEWS: કેન્દ્ર સરકારમાં સરકારી નોકરી, શિક્ષક બનવા માટે 13404 પદ પર ભરતી બહાર પડી, આ રીતે કરો અરજી

સીટેટ પરીક્ષા આ શિફ્ટમાં થશે આયોજીત


ડિસેમ્બરના અંતિમ અઠવાડીયામાં શરુ થઈ રહેલી સીટેટ પરીક્ષા દરરોજ બે શિફ્ટમાં આયોજીત કરવામાં આવશે. કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં ઉમેદવારોને 2.30 કલાકનો સમય આપવામાં આવશે. બે શિફ્ટની પરીક્ષામાં પ્રથમ શિફ્ટ સવારે 9.30 કલાકથી લઈને બપોરના 12 કલાક સુધી આયોજીત કરવામાં આવશે. તો વળી બીજી શિફ્ટ બપોરે 2.30 કલાકથી સાંજના 5 વાગ્યા સુધી આયોજીત થશે.

બંને પેપરની પેટર્ન


વિષયપેપર- 1પેપર- 2
બાળ વિકાસ3030
ભાષા-13030
ભાષા-23030
ગણિત-વિજ્ઞાન6060
સોશિયલ સાયન્સ અને સોશિયલ સ્ટડીઝ6060
કુલ150150
First published:

Tags: CBSE

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો