Home /News /career /

CTET 2022: કેન્દ્રીય શિક્ષક બનાવાની ઉત્તમ તક! આ સપ્તાહે રજૂ થઈ શકે છે CTET નોટિફિકેશન

CTET 2022: કેન્દ્રીય શિક્ષક બનાવાની ઉત્તમ તક! આ સપ્તાહે રજૂ થઈ શકે છે CTET નોટિફિકેશન

સીટીઈટી પરીક્ષા

CTET 2022 Notification: સીટીઈટી પરીક્ષા (CTET Exam) દ્વારા કેન્દ્ર સ્તર ઉપર સરકારી શિક્ષક (central Goverment teacher) બનવાની તક મળી શકે છે. પ્રાઈમરી અને સેકેન્ડરી લેવલ માટે બે અલગ અલગ પરીક્ષાઓ યોજાય છે.

    નવી દિલ્હીઃ દર વર્ષે લાખો ઉમેદવારો સરકારી નોકરી (Government jobs) માટે વિવિધ પરીક્ષાઓ (Exams) આપે છે. સીટીઈટી પરીક્ષા (CTET Exam) દ્વારા કેન્દ્ર સ્તર ઉપર સરકારી શિક્ષક (central Goverment teacher) બનવાની તક મળી શકે છે. પ્રાઈમરી અને સેકેન્ડરી લેવલ માટે બે અલગ અલગ પરીક્ષાઓ યોજાય છે.

    સીટીઈટી પરીક્ષાનું આખું નામ સેન્ટ્ર્લ ટીચર એલિજિબિટી ટેસ્ટ (Central Teacher Eligibility Test) હોય છે. દર વર્ષે થનારી આ પરીક્ષા માટે લાખો વિદ્યાર્થીઓ અરજી કરતા હોય છે. સીટીઈટી 2022 પરીક્ષાનું નોટિફિકેશન હજી સુધી આવ્યું નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં સીટીઈટીની ઓફિશિયલ વેબસાઈટ ctet.nic.in ઉપર નોટિફિકેશન ટૂંક સમયમાં રજૂ કરવામાં આવી શકે છે.

    15 મે સુધી આવી શકે છે નવી જાણકારી
    સીબીઆઈ સીટીઈટી પરીક્ષા (CBSE CTET Exam 2022) જુલાઈ 2022માં આયોજીત થઈ શકે છે. અનેક મીડિયા રિપોર્ટની માનીએ તો આ સપ્તાહે 15 મે 2022ના દિવસે સીબીએસઈ સીટીઈટી પરીક્ષાનું નોટિફિકેશન (CTET 2022 Notification) રજૂ થઈ શકે છે. વેબસાઈટ ઉપર નોટિફિકેશન રજૂ થતાં જ ઈચ્છુક ઉમેદવાર સીટીઈટી પરીક્ષા 2022 માટે આવેજન કરી શકે છે.

    આ પણ વાંચોઃ-GSEB HSC Result: ધો.12 સાયન્સ પછીના એવરગ્રીન કેરિયર ઓપ્શન, ઓછું રિઝલ્ટ આવે તો પણ મળશે તક

    સીટીઈટી પરીક્ષા માટે કેવી રીતે આવેદન કરી શકાય?
    1- સીટીઈટીની ઓફિશિયલ વેબસાઈટ ctet.nic.in પર જાઓ
    2- હોમપેજ ઉપર Apply For July CTET Exam 2022 લિંક ઉપર ક્લિક કરો. નોટિફિકેશન આવતા જ લિંક એક્ટીવ કરી દેવાશે.

    આ પણ વાંચોઃ-UPSC પાસ કરી સિવિલ સર્વિસમાં જોડાવું છે? આ રીતે કરો પરીક્ષાની તૈયારી

    3- અહીં રજિસ્ટ્રેશન કરો. તમારા મોબાઈલ ફોન ઉપર SMS થકી રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવી જશે.
    4- પોતાનું આવેદન ફોર્મ ભરો. સાથે જ બધા જરૂરી ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરો.
    5- આવેદન ફી ભરીને સબમિટ ઉપર ક્લિક કરો.
    6- પોતાના રજિસ્ટ્રેશન ફોર્મની એક પ્રીન્ટ આઉટ કાઢીને રાખો.
    Published by:ankit patel
    First published:

    Tags: Exams, Govt Jobs, Sarkari Naukari

    આગામી સમાચાર