CTET 2022 Exam Date Sheet Released: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ આજે એટલે કે, 28 ડિસેમ્બર, 2022ના રોજ CTET 2022 પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. ઉમેદવાર જે પણ આ પરીક્ષા (CTET 2022 Exam)માં શામેલ થવા જઈ રહ્યા છે, તે CTETની સત્તાવાર વેબસાઈટ પર જઈને પરીક્ષાનું શિડ્યૂલ (CTET 2022 Exam Date Sheet) ચેક કરી શકશે. કોમ્પ્યુટર આધારિત મોડમાં સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 28 ડિસેમ્બરથી 7 ફેબ્રુઆરી, 2023 સુધી દેશભરમાં અલગ અલગ શહેરોમાં આયોજીત કરવામાં આવશે.
આ ઉપરાંત ઉમેદવાર ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને પણ CTET 2022 પરીક્ષા શિડ્યૂલ ચેક કરી શકે છે. સીટેટ પરીક્ષા 28,29 ડિસેમ્બર, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 23, 24, 25, 27, 28, 29, 30 જાન્યુઆરી, 1,2,3,4,6 અને 7 ફેબ્રુઆરી 2023ના રોજ આયોજીત કરવામાં આવશે. ઉમેદવાર પોતાની પરીક્ષાની તારીખ અને તેમને આપવામાં આવેલ શહેર જોવા માટે CTETની વેબસાઈટ પર લોગ ઈન કરી શકશે.
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિસ અનુસાર, દરેક ઉમેદવારના એડમિટ કાર્ડ (CTET Admit Card 2022)માં પરીક્ષા કેન્દ્ર અને શિફ્ટ/ પરીક્ષાના સમયનું આખું વિવરણ હશે, જે પરીક્ષાની તારીખથી બે દિવસ પહેલા CTETની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. આ ઉપરાંત બોર્ડે નિર્દેશ આપ્યા છે કે તે પરીક્ષા શહેર, પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષાની તારીખમાં કોઈ પણ પ્રકારના ફેરફાર પર વિચાર કરશે નહીં.
28 ડિસેમ્બર અને 29 ડિસેમ્બર 2022ની પરીક્ષા માટે એડમિટ કાર્ડ (CTET Admit Card 2022) જાહેર કરી દીધું છે. જે સત્તાવાર વેબસાઈટ પર મળી રહેશે. તેના સંબંધિત વધારે જાણકારી માટે ઉમેદવાર CTETની સત્તાવાર વેબસાઈટ જોઈ શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર