Home /News /career /CRPF Recruitment 2023: CRPFમાં નોકરી કરવા માગતા યુવાનો માટે ખુશખબર, 12 પાસ કરો અરજી, 1400 જગ્યા ભરાશે

CRPF Recruitment 2023: CRPFમાં નોકરી કરવા માગતા યુવાનો માટે ખુશખબર, 12 પાસ કરો અરજી, 1400 જગ્યા ભરાશે

crpf recruitment 2023

યુવાનો માટે કેન્દ્રીય સુરક્ષા દળમાં નોકરી કરવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ, એટલે કે, સીઆરપીએફે હેડ કોન્સ્ટેબલ તથા એએસઆઈની બંપર ભરતી બહાર પાડી છે.ત્યારે આવા સમયે જો આપ 12મું પાસ કરેલું છે, તો આજે જ ભરતી સંબંધિત તમામ જાણકારી ચેક કરી લો અને નિર્ધારિત તિથિ અનુસાર, પોતાનું ફોર્મ જમા કરાવી લો.

વધુ જુઓ ...
    RPF Recruitment 2023 Vacancy: યુવાનો માટે કેન્દ્રીય સુરક્ષા દળમાં નોકરી કરવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ, એટલે કે, સીઆરપીએફે હેડ કોન્સ્ટેબલ તથા એએસઆઈની બંપર ભરતી બહાર પાડી છે.ત્યારે આવા સમયે જો આપ 12મું પાસ કરેલું છે, તો આજે જ ભરતી સંબંધિત તમામ જાણકારી ચેક કરી લો અને નિર્ધારિત તિથિ અનુસાર, પોતાનું ફોર્મ જમા કરાવી લો.

    CRPF Recruitment 2023 માટે મહત્વની તારીખ



    • ઓનલાઈન અરજી કરવાની શરુઆત તારીખ- 4 જાન્યુઆરી

    • ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ- 25 જાન્યુઆરી


    CRPF Recruitment 2023 માટે ખાલી જગ્યાનું વિવરણ



    • કુલ પદની સંખ્યા- 1458

    • આસિસ્ટેંટ સબ ઈંસ્પેક્ટર - 143

    • હેડ કોન્સ્ટેબલ- 1315


    CRPF Recruitment 2023 Vacancy: આ પદ પર થશે ભરતી


    જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર ભરતી પ્રક્રિયાના માધ્યમથી સીઆરપીએફમાં હેડ કોન્સ્ટેબલના 1315 તથા આસિસ્ટેંટ સબ ઈંસ્પેક્ટર સ્ટેનોના 143 પદ ભરવામાં આવશે.

    CRPF Recruitment 2023 Application Form: ક્યાં કરશો અરજી


    પદ પર અરજી કરવા માટે ઉમેદવારે સીઆરપીએફની સત્તાવાર વેબસાઈટ crpfindia.com પર જઈને પોતાનું ફોર્મ જમા કરાવાનું રહેશે. ધ્યાન આપશો કે ઓનલાાઈન અરજી પ્રક્રિયા 4 જાન્યુઆરીથી શરુ થઈ જશે. તો વળી અરજી કરવાની અંતિમ તિથિ 25 જાન્યુઆરી સુધી રહેશે.

    નોટિફિકેશન: https://images.news18.com/ibnkhabar/uploads/2022/12/crpf-recruitment-2023-notification.pdf

    CRPF Recruitment 2023 Eligibility:કોણ કરી શકશે અરજી


    હેડ કોન્સ્ટેબલ પદ માટે 12મું ધોરણ પાસની સાથે 30 શબ્દ પ્રતિ મિનિટ હિન્દી ટાઈપિંગ તથા 35 શબ્દો પ્રતિ મિનિટ ઈંગ્લિશ ટાઈપિંગ સ્પિડ રાખનારા ઉમેદવારો અરજી કરી શકશે. તો વળી એએસઆઈ સ્ટેનો પદ માટે 12મું પાસની સાથે નિર્ધારિત ટાઈપીંગ સ્પિડની યોગ્યતા ધારક ઉમેદવારો અરજી કરી શકશે. તો વળી ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મહત્તમ ઉંમર મર્યાદામાં અનામતના નિયમાનુસાર છૂટ પણ આપવામાં આવશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: CRPF, Governmet Jobs

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन