Home /News /career /

CRPF MO Recruitment: CRPFમાં મેડિકલ ઓફિસર અને GDMOની ભરતી, 85,000 રૂ. સુધી મળશે પગાર

CRPF MO Recruitment: CRPFમાં મેડિકલ ઓફિસર અને GDMOની ભરતી, 85,000 રૂ. સુધી મળશે પગાર

CRPFમાં સરકારી નોકરી

CRPF MO Recruitment2021: સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ (CRPF) એ CRPF/Bns/ ઈન્સ્ટિટ્યૂશનની અનેક હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર અને GDMO ના પદની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે

    CRPF MO ભરતી 2021: સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ (CRPF) એ CRPF/Bns/ ઈન્સ્ટિટ્યૂશનની અનેક હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર અને GDMO ના પદની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ માટે મહિલા અને પુરુષ બંને વ્યક્તિઓ અરજી કરી શકે છે. પાત્રતા ધરાવતા ઉમેદવાર 22 અને 29 નવેમ્બર 2021 ના રોજ વોક-ઈન-ઈન્ટરવ્યૂમાં શામેલ થઈ શકે છે.

    આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી કુલ 60 પદ પર ભરતી કરવામાં આવશે. જેમાં 29 પદ પર સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટે અને 31 પદ પર GDMO ની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં શામેલ થવા માટે અહીંયા શૈક્ષણિક લાયકાત, અનુભવ, સિલેક્શન ક્રાઈટેરિયા તથા અન્ય માહિતી જણાવવામાં આવી છે.

    Job Summary



































    નોટિફિકેશનCRPF MO Recruitment 2021 for 60 Vacancies, Walk-In for Specialist Medical Officers & GDMOs on 22 & 29 Nov
    નોટિફિકેશન તારીખ25 ઓક્ટોબર 2021
    અરજી કરવાની છેલ્લી તારીખ29 નવેમ્બર, 2021
    શહેરન્યૂ દિલ્હી
    રાજ્યદિલ્હી
    દેશભારત
    ઓર્ગેનાઈઝેશનCRPF
    શૈક્ષણિક લાયકાતGraduate



    વોક ઈન ઈન્ટરવ્યૂ માટેની તારીખ: 22 & 29 નવેમ્બર 2021

    CRPF MOભરતી 2021

    સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર (Specialist Medical Officer) - 29 પોસ્ટ

    GDMO - 31પોસ્ટ

    CRPFMO ભરતી માટે એલિજિબિલિટી ક્રાઈટેરિયા

    આ પણ વાંચો : NLC Recruitment 2021: NLC માં 56 ઈન્ડસ્ટ્રીઅલ ટ્રેઈની પદ માટે ભરતી, 22,000 સ્ટાઇપેન્ડથી કરો શરૂઆત

    શૈક્ષણિક લાયકાત

    સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર-ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અથવા સ્પેશિયાલિટીમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ. પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા બાદ દોઢ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ડિપ્લોમાં કર્યા બાદ અઢી વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    GDMO - MBBS, ઈન્ટર્નશીપ

    CRPF MO Recruitment2021 Salary

    CRPF માં GDMO પદ ભરતી થયા બાદ પ્રતિ માસ રૂ.75,000 પગાર મળશે. સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર પદ પર ભરતી થયા બાદ પ્રતિ માસ રૂ.85,000 પગાર મળશે.

    CRPF MO ની ભરતી માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

    ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર નિર્ધારિત તારીખે વોક ઈન ઈન્ટરવ્યૂ આપી શકે છે. ઈન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવારે તમામ ડિગ્રી અને અનુભવનું સર્ટિફિકેટ (ડિગ્રી સર્ટીફિકેટ, ID પ્રૂફ, એક્સપીરિયન્સ સર્ટીફિકેટ) લઈને ઉપસ્થિત થવાનું રહેશે.

    ઉમેદવારે એક કોરા કાગળમાં અરજી કરવાની રહેશે અને અરજી કરેલ પોસ્ટનું નામ તથા તાજેતરના પાસપોર્ટ સાઈઝના 3 ફોટા આપવાના રહેશે. ઈન્ટવ્યૂ બાદ મેડિકલ એક્ઝામ લેવામાં આવશે. ઈન્ટરવ્યૂ દરમિયાન TA/DA તથા બોર્ડિંગ/લોજિંગ આપવામાં નહીં આવે. CRPF માં કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી થયા બાદ TA/DA ની ચૂકવણી કરવામાં નહીં આવે.

    પાત્રતા ધરાવનાર ઉમેદવાર આ પોસ્ટ માટેની તમામ શરતો અને નિયમો માટે વેબસાઈટ www.crpf.gov.in ની મુલાકાત લઈ શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs, Sarkari Naukari 2021

    આગામી સમાચાર