CRIS Recruitment: રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં 150 જગ્યાની ભરતી, ટૂંક સમયમાં આવી શકે છે નોટિફીકેશન
CRIS Recruitment: રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં 150 જગ્યાની ભરતી, ટૂંક સમયમાં આવી શકે છે નોટિફીકેશન
CRIS Recruitment 2022 : સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) માં બહાર પડશે બમ્પર ભરતી
CRIS Recruitment 2022 : રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ (CRIS)માં 150 જગ્યાની ભરતીનું નોટિફીકેશન બહાર પડશે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે કરી શકાશે અરજી
CRIS Recruitment: સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) ટૂંક સમયમાં તેની વેબસાઇટ cris.org.in પર કુલ 150 ખાલી જગ્યાઓ પર ભરતીની નોટિફિકેશન (CRIS Recruitment notification) બહાર પાડી શકે છે. આ ભરતી અભિયાન હેઠળ આસિસ્ટન્ટ સોફ્ટવેર એન્જિનિયર (ASE) અને આસિસ્ટન્ટ ડેટા એનાલિસ્ટ (ADA)ની પોસ્ટ પર ભરતી કરવામાં આવે તેવી શક્યતા છે. ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સ્ટેટિસ્ટિક્સ પેપર્સ માટે GATE 2022ના આધારે કરવામાં આવશે.
વધુ વિગતો મુજબ આસિસ્ટન્ટ સોફ્ટવેર એન્જિનિયરની જગ્યા માટે 144 અને આસિસ્ટન્ટ ડેટા એનાલિસ્ટની પોસ્ટ માટે 6 જગ્યાઓ ખાલી થવાની સંભાવના છે. જેથી ઉમેદવારોએ ભરતી અંગે અપડેટ્સ માટે સમયાંતરે CRISની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, આસિસ્ટન્ટ સોફ્ટવેર ઇજનેરના પદ માટે GATE પરીક્ષામાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આસિસ્ટન્ટ ડેટા એનાલિસ્ટ માટે સ્ટેટિકટિક્સને ધ્યાનમાં લેવામાં આવશે. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર અને અરજી પ્રક્રિયા સહિતની ભરતીને લગતી વિગતો નોટિફિકેશનમાં જણાવવામાં આવશે.
સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ એ રેલવે મંત્રાલય હેઠળની સંસ્થા છે. CRIS સક્ષમ આઇટી પ્રોફેશનલ્સ અને અનુભવી રેલવે કર્મચારીઓનું અનન્ય સંયોજન છે. પરિણામે રેલવે આઇટી સિસ્ટમમાં ખૂબ સક્ષમતાથી કામ કરી શકાય છે. શરૂઆતથી જ CRIS ભારતીય રેલવેના મુખ્ય ક્ષેત્રો માટે સોફ્ટવેર વિકસાવી અને જાળવી રહી છે.
અહેવાલો મુજબ આ પોસ્ટ પર ભરતી માટે આગામી 25 એપ્રિલથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ શકે છે. જે 24 મે સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત આ નોકરી માટે પસંદ થનાર ઉમેદવારોને મહિને રૂ. 44900થી રૂ. 142400 જેટલો પગાર મળી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર