અમદાવાદ : આગામી સમયમમાં ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (GSHEB) બોર્ડ દ્વારા ધોરણ-12ના (Std 12th Science Results) પરિણામો જાહેર કરવામાં આવશે. આ વર્ષે પરીક્ષા ન લેવાઈ હોવાથી સૌની નજરો પરિણામ પર છે. પાછલી મહેનત આ પરિણામમાં જોવા મળશે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ માટે આ ધાર્યુ પરિણામ નહીં પણ હોય અથવા ઓછા ટકા આવશે ત્યારે આ પરિણામોથી હતાશ થવાના બદલે કેટલાક કોર્સ અને કરિયર ઑપ્શનની (Career Options) અગાઉથી જ તૈયારી કરી રાખવી જોઈએ.
અહીંયા કેટલાક એવા વિકલ્પો આપવામાં આવ્યા છે જેમાં ઓછી ટકાવારીએ પણ પ્રવેશ મળી શકે છે અથવા તેના વિશે પૃચ્છા કરી શકાય છે. તો આવો જોઈએ એન્જિનિયરીંગ અને મેડિકલ સિવાયના પણ કેટલાક જૂના જાણીતા અને નવા કોર્સ વિશે.
એવરગ્રીન PTC : ધોરણ 12 પછી પીટીસીનો અભ્યાસક્રમ એવરગ્રીન છે. આ કોર્સ કરી અને TAT પાસ કરી ધોરણ 5-8ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન-ગણિતના શિક્ષક બનવાની તક છે. આના વિશે વધુ માહિતી Www.ptcgujarat.org, www.gujarateducation.gov.in પરથી મળશે.
બીએસસી (BSC) : બેચલર ઓફ સાયન્સ, મિત્રો સાયન્સ ગ્રેજ્યુએટ માટે અપાર તકો રહેલી છે. ગ્રુપ-એ હોય કે બી તમે બીએસસીની ડિગ્રી બાદ શૈક્ષણિક, ખાનગી અને સરકારી ક્ષેત્રમાં નોકરી કરી શકો છો. સાથે જ નેટ અને સ્લેટની પરીક્ષા આપીને લેક્ચરરર બની શકો છો. બીએસસી બાદ બીએડ કરીને ઉચ્ચતર માધ્યમિક અને માધ્મમિક શાળામાં શિક્ષક હની શકો છો.
ડિપ્લોમાં (Diploma): રાજ્યમાં ધોરણ 10-ના પરિણામોના બેઝ પર ડિપ્લોમામાં પ્રવેશ મળે છે. જો તમને એવું લાગે કે આ વર્ષે ધોરણ 12નું પરિણામ ધાર્યુ નથી પણ કરવું તો એન્જિનિયરીંગ જ છે તો તમે ડિપ્લોમા એન્જિનિયરીંગમાં પ્રવેશનું વિચારી શકો છો. પરંતુ તેના માટે તમારું ધોરણ -10નુ પરિણા સારું હોવું જરૂરી છે બાકી પછી ખાનગી કૉલેજ પર નિર્ભર રહેવું પડશે.
બીએસી (BSC+) (અલગ વિષયો સાથે) : ઉપર જેમ બીએસસીની વાત કરી તેમાં મેથ્સ, સાયન્સ જેવા વિષયો ઉપરાંત બીએસસી ઈન ડાયલિસીસ ટેકનૉલૉજી, બીએસસી ઇન વેટરનરી, બીએસસી ઇન કાર્ડિયો ટેકનોલોજી, બીએસસી ઇન ઑપરેશન થિયેટર ટેકનૉલૉજી વગેરે આ કરો્સ કરી શકાય છે. આ ઉપરાંત બીએસસી રેડિયોલોજી, કરી શકાય છે.
ઇન્ટિગ્રેટેડ બીએસસી બીએડ (BSC+BED) : મિત્રો ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમમાં તમારે બીએસસી બાદ બીએડમાં અલગથી પ્રવેશ લેવાની જરૂર નથી. આ ઇન્ટિગ્રેટેડ કોર્સ ગુજરાત ટીચર્સ યુનિવર્સિટી ગાંધીનગર, કાર્લેક્ષ યુનિવર્સિટી ગ્રીનવુડ અમદાવાદ, નવરચના યુનિવર્સિટી વડોદરા, નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ભોપાલમાં આ કોર્સ થઈ શકે છે.
નર્સિંગ ડિપ્લોમાં (Nursing) : બહેનો માટે નર્સિગ ડિપ્લોમાંનો ઓપ્શન ખુલ્લો છે. આ કોર્સ પછી દેશમાં ઉપરાંત વિદેશમાં પણ અપાર તકો રહેલી છે. નર્સની માંગ વિદેશમાં ખૂબ હોવાથી આ કોર્સ હંમેશા સારો ઓપ્શન છે.
બી ગ્રુપ માટે કેલાટ ઓપ્શન (B Group) : બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે કેટલાક અલગ કોર્સ છે. આ કોર્સમાં ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનૉલૉજી, ઓક્યુપેશનલ થેરાપી, બીએસસી મેડિકલ લેબ ટેકનૉલૉજી, બીએસસી રેડિયોલોજીના કોર્સ કરી શકાય છે.
સીએનસી મશીન ઓપરેટર, ફાયર ટેકનૉલૉજી (CNC) : સીએનસી મશીન ડિઝાઇન કરનારા કમ્ય્યુટર અને રોબોટિક્સ ઓપરેટરના અભ્યાસક્રમની ખૂબ માંગ છે. આ કોર્સમાં મિકેનિકલ એન્જિયનિર જેટલું વેતન આઈટીઆઈ પાસને મળી શકે છે. ઉદ્યોગોમાં તેની ખૂબ ડીમાન્ડ છે.
ફાયર ટેકનૉલૉજી : આ ત્રણ વર્ષનો અભ્યાસક્રમ છે. જે કર્યાબાદ ફાયર વિભાગમાં નોકરીની ઉત્તમ તક મળે છે. સાણંદમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાયર ટેનૉલૉજીમાં આ કોર્સ થઈ શકે છે.
કેટલાક બીજા ઓપ્શન : આ ઉપરાંત રાજ્યમાં સ્પોર્ટ્સના અભ્યાસક્રમો છે. તેમજ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટીના કોર્સમાં પણ સાયન્સ પછી ઓપ્શન મળી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર