નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં મંગળવારે સીબીએસઇ (CBSE) સહિત અન્ય રાજ્યોની બોર્ડ પરીક્ષાઓને (States Board Examinations) લઈ સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકાર (Central Government)એ જણાવ્યું કે જ્યાં સુધી ધોરણ-12 (Class-12)ના તમામ પ્રકારના પરિણામ જાહેર નહીં થાય ત્યાં સુધી કોલેજોમાં એડમિશન પ્રક્રિયા (College Admission Process) શરૂ નહીં થાય. સુપ્રીમ કોર્ટે ત્યારબાદ સ્ટુડન્સ્ અને તેમના વડીલો તરફથી કરવામાં આવેલી તમામ અરજીઓને ફગાવી દીધી જે ધોરણ-12ના એવરેજ માર્કિંગ સ્કીમ (Class-12 Average Marking Scheme)ની વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી.
CBSE અને ICSE ધોરણ-12ના પરિણામ એવરેજ માર્કિંગ સિસ્ટમના આધાર પર તૈયાર કરવાની વિરુદ્ધ સ્ટુડન્ટ્સ અને તેમના વડીલોએ અરજી દાખલ કરી હતી. તેમને ચિંતા એ વાતની હતી કે ફિઝિકલ એક્ઝામ આપનારા સ્ટુડન્ટ્સ બાદમાં આવશે. જેના કારણે તેમને કોલેજોમાં એડમિશન મળવામાં મુશ્કેલી થશે. પરંતુ કેન્ર્ સરકારે આ ચિંતાને દૂર કરી દીધી છે. સાથોસાથ એવું પણ જણાવ્યું કે ધોરણ-12 ફિઝિકલ એક્ઝામ 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે આયોજિત કરવામાં આવશે. ત્યારબાદ તેના પરિણામ જાહેર થશે. બીજી તરફ .એવરેજ માર્કિંગ હેઠળ તૈયાર કરવામાં આવેલા પરિણામ 31 જુલાઈ પહેલા જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે, CBSE અને ICSEએ ધોરણ-12નું પરિણામ તૈયાર કરવા માટે 13 સભ્યોની સમિતિની રચના કરી છે. ધોરણ-12નું પરિણામ ધોરણ-10 અને ધોરણ-11ના ફાઇનલ અને ધોરણ-12ના પ્રી બોર્ડ પરિણામોના આધાર પર તૈયાર કરવામાં આવશે. બોર્ડ પરિણામ તૈયાર કરવામાં લાગી ગઈ છે. આ ક્રમમાં CBSEએ એક પોર્ટલ પણ લૉન્ચ કર્યું છે. આ ઉપરાંત પરિણામ તૈયાર થવા સુધી બોર્ડ પ્રત્યેક સ્કૂલના સંપર્કમાં રહેશે. બીજી તરફ, ધોરણ-10 અને ધોરણ-12ના પરિણામ તૈયાર કરવામાં લાગેલી સ્કૂલોની મદદ માટે હેલ્પ ડેસ્ક પણ ઊભું કરવામાં આવશે.
CBSE તરફથી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયો આ ફોર્મ્યૂલા
સીબીએસઇએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ધોરણ-10ના ટોપ 3 વિષયોના આધાર પર 30 ટકા, ધોરણ-11ના આધાર પર 30 ટકા અને ધોરણ-12ના યૂનિટ ટેસ્ટ વગેરેના આધાર પર 40 ટકા માર્ક્સ આપીને ધોરણ-12ના સ્ટુડન્ટ્સને પાસ કરવામાં આવશે. ધોરણ-12ના પરિણામની જાહેરાત 31 જુલાઈ 2021 સુધીમાં કરી દેવામાં આવશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર