Home /News /career /Cognizant Recruitment 2021: ગ્રેજ્યુએટ્સ માટે ભરતી, સારા પગાર સાથે મળી રહી છે નોકરીની તક

Cognizant Recruitment 2021: ગ્રેજ્યુએટ્સ માટે ભરતી, સારા પગાર સાથે મળી રહી છે નોકરીની તક

cognizant Recruitment 2021 : કોગ્નીઝન્ટમાં ભરતી, ગ્રેજ્યુએટ્સ માટે તક

cognizant Recruitment 2021 : આઈટી કંપની કોગ્નીઝન્ટ દ્વારા ગ્રેજ્યુએટ્સ અને એન્જિનિયર (Cognizant jobs for Engineers and Graduates) માટે ભરતી બહાર પાડવામાં આવી છે

  Cognizant Recruitment 2021 : આઈટી કંપની કોગ્નીઝન્ટ દ્વારા ગ્રેજ્યુએટ્સ અને એન્જિનિયર (Cognizant jobs for Engineers and Graduates) માટે ભરતી બહાર પાડવામાં આવી છે.  કોગ્નિઝન્ટની આ ભરતી માટે પસંદગી પામનાર ઉમેદવારોએ બેંગ્લોરમાં (Job Location for Cognizant Associates Recruitment ) કામ કરવાનું રહેશે. અહીં આ ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત તથા પગાર સહિતની અન્ય તમામ માહિતી જણાવવામાં આવી છે. કોગ્નિઝન્ટ એસોસિએટ પ્રોજેક્ટ્સ જોબ ઓપનિંગ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ તમામ માહિતી યોગ્ય રીતે વાંચી લેવી.

  આ નોકરી માટે ઉમેદવારોએ ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. ઉમેદવારોની સંખ્યા અને પગાર અંગેની સ્પષ્ટતા જાહેરાતમાં કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કેટલીક નોકરીઓ પણ કોગ્નીઝન્ટ કરિયર પર જોવા મળશે.

  જવાબદારી

  જરૂરિયાત નક્કી કરવી

  પ્રોજેક્ટ માટેની ટેકનિકલ જરૂરિયાતને સમજીને તેની સ્પષ્ટતા કરવી.
  જે પણ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવે તેની ટાઈમલાઈન જણાવીને પ્રોજેક્ટ પૂર્ણ કરવો.

  ડિઝાઈન & એનાલિસીસ

  જે પણ કાર્ય સોંપવામાં આવ્યું છે તેના પર સ્ટડી કરવી.
  સ્પેસિફિકેશનની અસર વિશે જાણકારી મેળવીને તેનું વિશ્લેષણ કરવું.
  જે પણ પ્રશ્ન હોય તેનો સ્ટેકહોલ્ડર પાસેથી ઉકેલ મેળવવો.
  કોન્સેપ્ટના પુરાવાઓ વિકસિત કરવા માટે જરૂરી સપોર્ટ પૂરો પાડવો.
  કોન્સેપ્ટ ઉપર કામ કરવા માટે જરૂરી પ્રૂફ વિશે માહિતી આપવી.

  કોડિંગ

  • પ્રોજેક્ટમાં જરૂરિયાત અનુસાર કોડિંગ (બિઝનેસ લેયર કોડિંગ, ઇન્ટરફેસ ડેવલપમેન્ટ, સર્વિસ ડેવલપમેન્ટ, ક્રિએશન ઓફ સ્ટોર્ડ પ્રોસીજર્સ વગેરે) બનાવો.

  • પ્રોજેક્ટનું આઉટપુટ અને જે પણ સમસ્યા આવી રહી છે તે, યોગ્ય સમયે લીડને જણાવવી જરૂરી છે. સિનિયર ડેવલપર પાસેથી સમયાંતરે સમીક્ષા મેળવતા રહો.

  • કોડ રિવ્યૂ/ યુનિટ ટેસ્ટિંગમાં ઉભી થયેલી ખામી અથવા અન્ય સંબંધિત ટેસ્ટિંગ તબક્કાઓના આધાર પર કોડિંગ અંગે કામ કરવું.

  • જરૂરિયાત અનુસાર પીઅર સમીક્ષામાં પણ શામેલ થવું.

  • પ્રોજેક્ટ પર કામ કરતા સમયે જે પણ જોખમની સંભાવના છે, તેને હાઈલાઈટ કરો ઉપરાંત જે પણ સમસ્યા સામે આવી છે તેને દૂર કરવાના પ્રયાસ કરો.

  • પ્રોજેક્ટ માટે નક્કી થયેલ SCM પોલિસી અનુસાર કામ કરવું.


  આ પણ વાંચો :  Sarkari Naukri 2021: ધોરણ 8 અને 10 પાસ વિદ્યાર્થીઓ માટે 1290 પદો પર ભરતી, ફટાફટ કરો અરજી


  સ્પેસિફિક યુનિટ માટે યુનિટ ટેસ્ટ કેસ લખવા.
  લેખિત ટેસ્ટ કેસ અંગે સહકર્મી પાસેથી સમીક્ષા મેળવી લેવી.
  ટેસ્ટ કેસને એક્ઝિક્યુટ કરવા.
  જ્યારે પણ કોઈ ડિફેક્ટ સામે આવે તો તેને સુધારીને ફરીથી ટેસ્ટિંગ કરવું.
  SCM પોલિસી અનુસાર કામ થયું છે કે, નહીં તે જાણવા માટે કામની સમીક્ષા કરી લેવી.
  ટેસ્ટિંગ માટે ઓટોમેશન ટુલને સમજીને તેને એક્ઝિક્યુટ કરવું.

  નોકરીની ટૂંકી વિગતો
  કંપનીકોગ્નીઝન્ટ
  નોકરીનું સ્થળબેંગ્લોર
  શૈક્ષણિક લાયકાત- ગ્રેજ્યુએટ અથવા એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ
  જોબ પ્રોફાઈલ-એસોસિએટ પ્રોજેક્ટ્સ
  અરજી કરવાની અંતિમ તારીખઉલ્લેખ નથી
  અરજી કરવા માટેની ઓનલાઇન લિંકઅહીંયા ક્લિક કરો
  ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો  સુધારણા માટેની પ્રક્રિયા

  પ્રોસેસ ઓપ્ટિમાઈઝેશન અથવા મૂલ્ય વૃદ્ધિ માટેના વિચાર સ્ટેકહોલ્ડર સાથે શેર કરો.

  નોલેજ મેનેજમેન્ટ

  નોલેજ એસેટ્સ, યૂઝર મેન્યુઅલ, ઓનલાઈન હેલ્પ ડોક્યુમેન્ટ તથા સ્ક્રિપ્ટ્સને અપડેટ કરવામાં મદદ કરો.

  આ પણ વાંચો : Sarkari Naukari: વન વિકાસ નિગમ લિ.માં ભરતી, 40,000 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

  કઈ સ્કીલ હોવી જરૂરી છે

  Liferay - Core API 's
  Liferay Portal CMS
  HTML 5

  અન્ય કઈ સ્કીલની જરૂરિયાત રહેશે

  Liferay-CMS CntntDelvry/Dsplay
  Liferay PgTmplt Thms &Skin dev
  JSR
  Webservices SOAP
  UML diagram
  Spring MVC
  Hibernate

  તમે એસોસિએટ પ્રોજેક્ટ માટે ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ અરજી કરી શકો છો.

  અરજી કરવા માટેની મહત્વપૂર્ણ માહિતી

  અરજી કરતા પહેલા તમામ સૂચનાઓ ધ્યાનથી વાંચી લેવી. ઓર્ગેનાઈઝેશન તરફથી તમારા મેઈલ આઈડી પર માહિતી શેર કરવામાં આવશે. રિઝ્યુમ સિલેક્ટ થયા બાદ નેક્સ્ટ રાઉન્ડની માહિતી મેઈલ આઈડી પર મોકલવામાં આવશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Careers, Jobs, Recruitment 2021

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन