Home /News /career /

Coding Competition: ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે કોડિંગ સ્પર્ધા, વિજેતાઓને મળશે રૂ. 3 લાખ

Coding Competition: ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે કોડિંગ સ્પર્ધા, વિજેતાઓને મળશે રૂ. 3 લાખ

કોડિંગલે HPE CodeWars 2022ની જાહેરાત કરી છે.

કોડિંગલે HPE CodeWars 2022ની જાહેરાત કરી છે. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે હેકાથોન અને કોડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

    કોડિંગલે HPE CodeWars 2022ની જાહેરાત કરી છે. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે હેકાથોન અને કોડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને HPE તરફથી 3,00,000 રૂપિયાના ઈનામો જીતવાની તક મળશે, સાથે જ HPE અને STEM.org તરફથી માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો પણ મળશે. આ સાથે જ તેમને HPE ટેક્નોલોજિસ્ટ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવશે.

    વિજેતાઓને HPE Spaceborne Computer-2 (SBC-2) સાથે વાતચીત કરવાની તક પણ મળશે, જેઓ હાલમાં અવકાશમાં છે. છ વિજેતાઓને કોડ લખવાની અને HPE's Spaceborne Computer-2 (SBC-2) પર પ્રયોગો કરવાનની પણ તક મળશે, જે હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છે. આ સ્પર્ધા ધોરણ 9 થી 12 માટે છે અને વર્ચ્યુઅલ રીતે 9 એપ્રિલથી યોજાશે. આ સ્પર્ધામાં સામેલ થવા માટે રજીસ્ટ્રેશન મફત છે.

    આ સ્પર્ધામાં ભારતભરની 500થી વધુ શાળાઓના 10,000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ સ્પર્ધા હેવલેટ પેકાર્ડ એન્ટરપ્રાઈઝના સહયોગથી કરવામાં આવી રહી છે અને તેનો હેતુ વિદ્યાર્થીઓને કોડ શીખવા અને વાસ્તવિક જીવનની સમસ્યાઓના નવીન ઉકેલો શોધવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાની સાથે જોડાવવાનો છે.

    આ પણ વાંચો- Gujarat Board 10th-12th Exams: ગુજરાત બોર્ડ ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર, અહીંથી ચેક કરો

    હેકાથોન માટે વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે અથવા વધુમાં વધુ ત્રણ સભ્યોની બનેલી ટીમ તરીકે ભાગ લઈ શકે છે. CodeBattle માટે વિદ્યાર્થીઓએ C, C++, Java અને Python વચ્ચેની કોઈપણ પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને ત્રણ કલાકમાં 25 કોડિંગ-સંબંધિત સમસ્યાઓ ઉકેલવાની રહેશે.

    “HPE CodeWars એ ઉચ્ચ શાળાના વિદ્યાર્થીઓમાં કોડિંગનો પ્રચાર કરવાના હેતુ સાથે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સ્પર્ધા છે. 1998માં શરૂ થયેલી કોડવોર્સ ત્યારથી યુએસએ, સ્પેન, તાઇવાન અને ભારત સહિતના અનેક દેશોમાં વિસ્તર્યું છે,"

    આ પણ વાંચો- NEET-PG Exam 2022: NEET -PG પરીક્ષા મુલતવી, આરોગ્ય મંત્રાલયે લીધો મોટો નિર્ણય

    કોડિંગલના સહ-સ્થાપક અને CEO વિવેક પ્રકાશે જણાવ્યું હતું કે,“કોડવોર્સ ઈન્ડિયા એડિશનનું આયોજન કરવા માટે સતત બીજી વખત HPE સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ થાય છે, જેમાં વિદ્યાર્થીઓને કોડિંગનો પરિચય કરાવવાનો અને તેમની આગળ રહેલી તકોનો અહેસાસ કરાવવાનો સામાન્ય ધ્યેય છે. આવતીકાલની દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી બ્લોકચેન વગેરે જેવી ટેક્નોલોજીમાં પ્રગતિ દ્વારા વધુને વધુ આગળ વધશે અને ભવિષ્યમાં કારકિર્દીની કેટલીક શ્રેષ્ઠ તકો સમસ્યાઓ ઉકેલવા માટે આ તકનીકોનો વિકાસ અને ઉપયોગ કરવાની આસપાસ હશે. તેથી અમે માનીએ છીએ કે દરેક શાળાએ જતા વિદ્યાર્થી માટે કોમ્પ્યુટર સાયન્સની મૂળભૂત સમજ હોવી જરૂરી છે,”
    Published by:rakesh parmar
    First published:

    Tags: Competition, Exam latest news

    આગામી સમાચાર