Coal India Recruitment 2022: કોલ ઈન્ડિયામાં નોકરીઓ માટે બંપર ભરતી, રૂ.1.60 લાખ સુધી પગાર
Coal India Recruitment 2022: કોલ ઈન્ડિયામાં નોકરીઓ માટે બંપર ભરતી, રૂ.1.60 લાખ સુધી પગાર
કોલ ઈન્ડિયામાં ભરતી
Coal India MT Recruitment: કોલ ઈન્ડિયાએ એક મોટું નોટિફિકેશન (Notificaiton) બહાર પાડ્યું છે. મેનેજમેન્ટ વિવિધ શાખાઓમાં તાલીમાર્થીઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરી રહ્યું છે. આ ભરતી દ્વારા કુલ 1050 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
Jobs and Career: અત્યારે રોજગારીની નવી તકો ઉભી થઈ રહી છે વિવિધ સરકારી કંપનીઓ અને ખાનગી કંપનીઓ નોકરીઓ (Jobs) આપી રહી છે. ત્યારે કોલ ઈન્ડિયાએ એક મોટું નોટિફિકેશન (Coal India Notification) બહાર પાડ્યું છે. વિવિધ શાખાઓમાં મેનેજમેન્ટ તાલીમાર્થીઓ પાસેથી (Coal India Recruitment 2022) અરજીઓ મંગાવી છે. આ ભરતી દ્વારા કુલ 1050 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
અરજી કરવા ઇચ્છતા અરજદારોએ માઇનિંગ અથવા સિવિલ અથવા ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન અથવા સિસ્ટમ અને ઇડીપીમાં GATE-2022માં સ્કોર કરેલ હોવો આવશ્યક છે. લાયક ઉમેદવારોએ CIL વેબસાઇટ www.coalindia.inમારફતે અરજી કરવી જોઈએ. GATE-2022 સ્કોરના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
માઇનિંગ: માઇનિંગ એન્જિનિયરિંગમાં.. બીઇ/બીટેક/બીએસસી (એન્જિનિયરિંગ) કરેલ હોવું જોઈએ. તેમાં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જોઈએ.
સિવિલ: સિવિલ એન્જિનિયરિંગમાં BE/BTech/BSc (એન્જિનિયરિંગ) કરેલ હોવું જોઈએ. તેમાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવ્યા હોવા જોઈએ
ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન: ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં 60% માર્ક્સ સાથે BE/BTech/BSc (એન્જિનિયરિંગ) કરેલ હોવું જોઈએ.
સિસ્ટમ અને EDP: ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે કમ્પ્યુટર સાયન્સ / કમ્પ્યુટર એન્જિનિયરિંગ / IT માં BE / BTech / B.Sc (એન્જિનિયરિંગ) કર્યું હોવું જોઈએ. અથવા એમસીએ કરવું જોઈએ.
ઉંમર મર્યાદા - 30 વર્ષ
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોએ GATE-2022 પરીક્ષા માટે હાજર રહેવું આવશ્યક છે. ઉમેદવારોને GATE-2022 સ્કોરના આધારે પસંદગી પ્રક્રિયા માટે 1: 3 ના ગુણોત્તરમાં પસંદ કરવામાં આવશે. GATE-2022 સ્કોરના આધારે દરેક પોસ્ટ માટે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.