કરન્સી નોટ પ્રેસ નાસિક (Currency Note Press Nashik Recruitment 2022) સુપરવાઇઝર, જુનિયર ટેક્નિશીયન જેવા 149 અન્ય પદો માટે ભરતી કરવા જઇ રહી છે. આ પદો માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારે https://cnpnashik.spmcil.com પર જઇને અરજી કરવાની રહેશે.
CNP Recruitment 2022 : કરન્સી નોટ પ્રેસ નાસિક (Currency Note Press Nashik Recruitment 2022) સુપરવાઇઝર, જુનિયર ટેક્નિશીયન જેવા 149 અન્ય પદો માટે ભરતી કરવા જઇ રહી છે. આ પદો માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારે https://cnpnashik.spmcil.com પર જઇને અરજી કરવાની રહેશે. આ અરજી કરવા માટેની અંતિમ તારીખ 25 જાન્યુઆરી છે. આ નોકરીમાં પસંદ થનારા ઉમેદવારોને 21,000 રૂપિયાથી લઈને 1.03 લાખ રૂપિયા સુધીનો પગાર મળશે.
વેકેન્સી ડિટેલ
વેલફેર ઓફિસર (Welfare Officer): 01
સુપરવાઇઝર (Technical Control):10
સુપરવાઇઝર (Technical Operation-પ્રિંટિંગ): 05
સુપરવાઇઝર (Official Language): 01
સચિવાલય સહાયક: 01
જુનિયર ઓફિસ અસિસ્ટન્ટ: 06
જુનિયર ટેક્નિશિયનવ (પ્રિંટિંગ/કંટ્રોલ): 104
જુનિયર ટેક્નિશિયનવ (વર્કશોપ):21
CNP ભરતી 2022 વય મર્યાદા
વેલ્ફેર ઓફિસર,લેવલ A 2 , સુપરવાઇઝર ટેક્નિકલ કંટ્રોલ, ટેક્નિકલ ઓપરેશન( પ્રિન્ટિંગ), સુપરવાઇઝર (ઓફિશિયલ લેન્ગવેં)- આ બધી પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર -18 થી 30 વર્ષની હોવી જોઇએ.
સચિવાલય સહાયક, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ-18 થી 28 વર્ષ.
તેમજ જુનિયર ટેક્નિશિયન શૈક્ષણિક લાયકાત (પ્રિન્ટીંગ કંટ્રોલ), જુનિયર ટેકનિશિનય (વર્કશોપ)- 18થી 25 વર્ષ
વેલફેર ઓફિસર: આ પદ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે સામાજિક વિજ્ઞાનમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલ હોવો જોઇએ. સોશિયલ વર્કમાં MA ઇન્ડસ્ટ્રીઅલ રિલેશન, લેબર વેસલફેયર અને પર્સનલ મેનેજમેન્ટમાં સ્પેશલાઇઝેશન હોવુ જોઇએ. આ સાથે જ મરાઠી ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવુ જોઈએ.
સુપરવાઈઝર (ટેકનિકલ કંટ્રોલ): એન્જિનિયરિંગમાં પ્રથમ શ્રેણી પૂર્ણકાલિક ડિપ્લોમા અથવા બી.ટેક./બી.ઈ./બી.એસ.સી કરેલ હોવુ જોઇએ.
સુપરવાઇઝર (ટેક્નિકલ ઓપરેશન-પ્રિંટિગ): એન્જિનિયરિંગમાં પ્રથમ શ્રેણી પૂર્ણકાલિક ડિપ્લોમા અથવા બી.ટેક./બી.ઈ./બી.એસ.સી કરેલ હોવુ જોઇએ.
સુપરવાઇઝર(ઓફિશિયલ લેંન્ગવેજ) : કોઇ માન્યતા પ્રાપ્ત વિશિવ વિધાલય અથવા સંસ્થામાંથી હિન્દી અને અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રીની સાથે હિન્દીમાંથી અંગ્રેજી તેમજ તેની વિપરિત ભાષાના અનુવાદમાં 1 વર્ષનો અનુભવ હોવો જોઇએ.
સચિવાલય સહાયક: ઉમેદવારે કોઈ પણ વિષયમાં ઓછામાં ઓછા 55% સાથે સ્નાતક, કમ્પ્યુટર વિશેનું જ્ઞાન હોવું જરુરી છે, તેમજ સ્ટેનોગ્રાફી પણ આવડતી હોવી જોઇએ.
જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ: ઉમેદવારે ઓછામાં ઓછા 55% સાથે કોઈ પણ વિષયમાં સ્નાતક, કોમ્પ્યુટર જ્ઞાનની સાથે સાથે અંગ્રેજીમાં ટાઈપિંગ સ્પીડ 40 શબ્દ પ્રતિ મિનિટ અને હિન્દીમાં 30 શબ્દ પ્રતિ મિનિટ હોવી જોઇએ.
જુનિયર ટેક્નિશિયન (પ્રિંટિગ/કંટ્રોલ): ઉમેદવાર પાસે IIT પ્રમાણપત્ર હોવી જોઇએ.
જુનિયર ટેક્નિશિયન (વર્કશોપ) : NCVT એનસીવીટીથી એક વર્ષ કે એનસી પ્રમાણ પત્ર સાથે મેકેનિકલ/એયર કંડીશનીંગ/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રૉનિક ટ્રેડમાં આઇટીઆઇ કરેલ હોવુ જોઇએ.
આ પોસ્ટલ માટે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 25 જાન્યુઆરી 2022 સુધી વેબસાઇટ અછવા આપેલ લિંક https://cnpnashik.spmcil.comના માધ્યમથી આ પદો માટે અરજી કરી શકો છો.