CLAT 2022-23: એક જ વર્ષમાં બેવાર યોજાશે CLAT, તારીખો જાહેર, કાઉન્સેલિંગ ફીમાં તોતિંગ ઘટાડો

CLAT 2022-23ની તારીખો જાહેર, કાઉન્સેલિંગ ફીમાં પણ ઘચાડો

CLAT 2022-23: આયોજન સમિતી દ્વારા કાઉન્સેલિંગ ફઈમાં પણ ઘટાડો કરવામાં આવ્યો, જાણો પરીક્ષાના શિડ્યુલ અને અન્ય વિગતો અંગે

  • Share this:
    કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT 2022-23 Examination DateS) 2022-23ની તારીખોને ધી કન્સોર્ટિયમ ઓફ નેશનલ યુનિવર્સિટી (CNLU) જાહેર કરી છે. આવતા વર્ષે એટલે કે વર્ષ 2022માં બેવાર ક્લેટની પરીક્ષા યોજાશે. એકવાર વર્ષ 2022ના પ્રવેશ માટે અને બીજીવાર વર્ષ 2023 માટે. પ્રથમવાર એક જ વર્ષમાં બેવાર ક્લેટ યોજાશે જેનું કારણ કોરોના મહામારી પણ છે. વર્ષ 2022 માટેની કલેટ (CLAT 2022) આગામી વર્ષે 8મી મે 2022ના રોજ યોજાશે. જ્યારે ક્લેટ 2023 CLAT-2023 8મી ડિસેમ્બરના રોજ યોજાશે. ધી કન્સોર્ટિયમ ઓફ નેશનલ યુનિવર્સિટી (CNLU) દ્વારા આ પરીક્ષાની કાઉન્સેલિંગ ફીમાં પણ તોતિંગ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ કાઉન્સેલિંગ ફીમાં રૂપિયા 30,000નો માતબર ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.

    અગાઉ પરીક્ષાની કાઉન્સેલિંગ ફી રૂપિયા 50,0000 લેવામાં આવતી હતી જેના બદલે હવે રૂપિયા 20,000 લેવામાં આવશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ખૂબ મોટી રાહત થશે. બંને પરીક્ષાઓ ઓફલાઇન મોડમાં યોજાશે. વિદ્યાર્થીઓએ અત્યારથી જ તૈયારી શરૂ કરી અને પરીક્ષામાં ધાર્યુ પરિણામ મેળવી શકે છે.

    એપ્લિકેશન ફોર્મ : ક્લેટ 2022ના એપ્લિકેશન ફોર્મ ( CLAT 2022 application form) આગામી સમયમાં ક્લેટની ઓફિશિયલ વેબસાઇટ consortiumofnlus.ac.in પરથી બહાર પાડવામાં આવશે અને વિદ્યાર્થીઓને અગાઉથી તેની સૂચના પણ આપવામાં આવશે.

    આ પણ વાંચો : BSF Recruitment 2021: BSFમાં બમ્પર ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી, 92,000 રૂ. સુધી મળશે પગાર

    પ્રવેશ : કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT )ના માધ્યમથી દેશની 22 નેશનલ લૉ યુનિવર્સિટીમાં પ્રવેશ મળે છે. આ ઉપરાંત 5 વર્ષના ઇન્ટિગ્રેટેડે એલએલબી અને એલએલએમના અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મળે છે. સમિતી દ્વારા મળેલી તાજેતરપની જનરલ બોડી મીટિંગમાં આ નિુર્ણય લેવામાં આવ્યો છે.

    UG-CLAT 2022 શૈક્ષણિક લાયકાત :

    જે વિદ્યાર્થીઓેઓએ UG-CLAT 2022ની પરીક્ષા આપવી હોય તેમનું ધોરણ 12માં પાસ હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત ધો.12માં અભ્યાસ કરી રહેલા હોય અને બોર્ડની એક્ઝામમાં બેસવાના હોય તેવા વિદ્યાર્થીઓ પણ એલએલબી માટે એડિશન લેવા આ પરીક્ષા આપી શકે છે.

    આ પણ વાંચો :  WFH: વિદ્યાર્થીઓ અને ફ્રેશર્સ માટે 'વર્ક ફ્રોમ હોમ' ઈન્ટર્નશીપની તક, 10,000 સુધી મળશે સ્ટાઇપેન્ડ

    CLAT એક્ઝામ પેટર્ન

    CLAT એટલે કે કોમન લો એડમિશન ટેસ્ટ એ 2 કલાકની પરીક્ષા હોય છે. આ પરીક્ષામાં ક્વોન્ટેટિવ ટેકનિક્સ, લોજિકલ રિઝનિંગ, કરન્ટ અફેર્સ, અંગ્રેજી, લિગલ રિઝનિંગ, વગેરે વિષયોના 140 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ તમામ પ્રશ્નો ઓબ્જેક્ટિવ ટાયપના હોય છે અને એમસીક્યૂ મેથડથી પૂછવામાં આવે છે.
    Published by:Jay Mishra
    First published: