Home /News /career /CISF Recruitment 2022: 12 પાસ માટે ભરતી, 25,500 પગારથી થશે શરૂઆત
CISF Recruitment 2022: 12 પાસ માટે ભરતી, 25,500 પગારથી થશે શરૂઆત
CISF Reccruitment 2022 : સીઆઈએસએફમાં ભરતી, 12 પાસ યુવક યુવતીઓ માટે અરજી કરવાની તક
CISF Recruitment 2022 : સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીઅલ સિક્યોરિટી ફોર્સ (Central Industrial Security Force (CISF) દ્વારા હેડ કોન્સ્ટેબલના 249 પદો પર મહિલા અને પુરુષ ઉમેદવારની ભરતી કરવામાં આવી રહી છે. જાણો કેવી રીતે કરશો અરજી
CISF Head Constable Recruitment 2022 Notification: સરકારી નોકરીનું સપનું જોઈ રહેલા યુવાનો માટે વર્ષ 2022 અનેક સ્વપ્ન લઈને આવ્યું છે. દેશમાં આગામી કેટલા સયમમાં ભરતીઓની ભરમાર આવી રહી છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીઅલ સિક્યોરિટી ફોર્સ (Central Industrial Security Force (CCISF) દ્વારા હેડ કોન્સ્ટેબલના 249 પદો પર મહિલા અને પુરુષ ઉમેદવારની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી મિડીયા વિનર અથવા પાર્ટીસિપેન્ટ હોય તેવા મેરીટોરિયસ સ્પોર્ટ્સ (CISF Head Constable Recruitment 2022 Online Application) પર્સન માટે છે.
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 3 માર્ચ 2022 સુધી ઓફલાઈન અરજી કરી શકે છે. ઉપર જણાવવામાં આવેલ લાયકાતો ધરાવતા મેરીટોરિયસ સ્પોર્ટ્સમેન (CISF Sports Quota Vacancy) અથવા સ્પોર્ટ્સવુમન જેમણે 1 સપ્ટેમ્બર 2019થી 31 માર્ચ 2022 અથવા કોઈપણ ટૂર્નામેન્ટ/ કોમ્પિટીશન/ ગેમમાં ભાગ લીધો હોય તે આ પદો માટે અરજી કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોએ ભારત દેશના કોઈપણ રાજ્ય અથવા દેશ બહાર પણ ફરજ બજાવવાની રહેશે.
CISF Head Constable Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત:
ઉમેદવાર રાજ્યકક્ષાએ/ રાષ્ટ્રીય કક્ષાએ/ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સ અથવા એથલેટિક્સ સાથે માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ધોરણ 12 પાસ હોવો જોઈએ.
CISF Head Constable Recruitment 2022- વય મર્યાદા
18થી 23 વર્ષ
CISF Head Constable Recruitment 2022- શારિરીક લાયકાત
ઉંચાઈ
પુરુષ - 167 cm મહિલા - 153 cm
છાતી
પુરુષ - 81-86 cm
વજન
મહિલા અને પુરુષ ઉમેદવારોનું વજન મેડિકલ સ્ટાન્ડર્ડ તેમની ઉંચાઈ અને વયના પ્રમાણમાં હોવી જોઈએ.