Home /News /career /CISF Bharti 2022: 540 પદો પર બમ્પર ભરતી, આ રીતે કરી શકો છો અરજી

CISF Bharti 2022: 540 પદો પર બમ્પર ભરતી, આ રીતે કરી શકો છો અરજી

CISF માં 540 પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી

CISF Bharti 2022 :કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળોની 540 જગ્યાઓની ભરતી માટે અરજી પ્રક્રિયા 26 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે, ત્યારે CISF Bharti 2022 માં ક્યાં પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, તે સાથે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટ્સની વિગતો, લાયકાત અને અન્ય માહિતી બસ માત્ર એક ક્લિકમાં...

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે CISF Bharti 2022 ની 540 જગ્યાઓ પર ભરતી માટે 26 સપ્ટેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો 25 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યા સુધીમાં સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકશે. આ અરજી પ્રક્રિયામાં કુલ 540 જગ્યાઓ છે, જેમાં 418 હેડ કોન્સ્ટેબલ અને 122 સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. 12 પાસ તમામ ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકશે.

    અરજીની મહત્વપૂર્ણ તારીખ:


    - આવેદન પ્રક્રિયા શરૂ થવાની તારીખ - 26 સપ્ટેમ્બર 2022
    - આવેદનની અંતિમ તારીખ - 25 ઓક્ટોબર 2022

    ક્યા પોસ્ટ પર ભરતી:


    CISF માં કુલ 518 પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં 418 પોસ્ટ હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટીરિયલ - 319 પુરૂષ, 36 મહિલા અને 63 LDCE)અને સબ ઈન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર - 94 પુરુષ, 10 મહિલા અને 18 LDCE પોસ્ટ) માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે.

    આ પણ વાચો: શિક્ષકોની 1300 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણી લો કયારે છે છેલ્લી તારીખ

    શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા:


    રસ ધરાવતા ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરેલ હોવું આવશ્યક છે. આ સાથે જ, ઉમેદવારોની વય મર્યાદા 18 થી 25 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવી છે.

    અરજી ફી અને કેવી હશે પરીક્ષા:


    અરજી કરતી વખતે ઉમેદવારોએ ઓનલાઈન 100 રૂપિયા અરજી ફી ચૂકવવાના રહેશે. આ જગ્યાઓ પર ભરતી માટે, સૌ પ્રથમ અરજદારોએ શારીરિક ધોરણ કસોટી (PST) અને દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે, ત્યારબાદ લેખિત કસોટી, કૌશલ્ય કસોટી, ટાઈપીંગ ટેસ્ટ લેવામાં આવશે.

    આ પણ વાંચો: ONGC Sarkari Naukari 2022: ઓએનજીસીમાં પરીક્ષા વગર સીધી ભરતી, લાખોમાં મળશે પગાર

    CISF ભરતી 2022 અરજી પ્રક્રિયા:


    સ્ટેપ-1 ઉમેદવારોએ CISFની અધિકૃત વેબસાઇટ cisfrectt.in જવુ
    સ્ટેપ-2 હોમપેજ પર, “login” બટન પર ક્લિક કરો
    સ્ટેપ-3 “New Registration” બટન પર ક્લિક કરો અને જરૂરી વિગતો દાખલ કરો
    સ્ટેપ-4 ઉમેદવારોએ તેમના રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને “login” કરવાનું રહેશે
    સ્ટેપ-5 સંબંધિત લિંક પર ક્લિક કરો અને જરૂરી વિગતો દાખલ કરો
    પગલું-6 વિગતો ક્રોસ-ચેક કરો, ફોટોગ્રાફ, સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
    પગલું-7 ભવિષ્ય માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ તમારી પાસે રાખો
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: CISF, Recruitment, Sarkari Jobs

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन