ICSE, ISC Result 2021 : સીઆઈએસસીઇએ જાહેર કર્યા 10માં અને 12માં ના રિઝલ્ટ, આવી રીતે મળશે માર્કશીટ

ICSE, ISC Result 2021 : કોરોના મહામારીના કારણે આ વર્ષે ICSE અને ISCની પરીક્ષા યોજાઇ ન હતી. જેથી ICSE અને ISCનું પરિણામ ઇવેલ્યુએેશન પોલિસીના આધારે તૈયાર કરવામાં આવ્યું છે

ICSE, ISC Result 2021 : કોરોના મહામારીના કારણે આ વર્ષે ICSE અને ISCની પરીક્ષા યોજાઇ ન હતી. જેથી ICSE અને ISCનું પરિણામ ઇવેલ્યુએેશન પોલિસીના આધારે તૈયાર કરવામાં આવ્યું છે

  • Share this:
    નવી દિલ્હી : કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશને (CISCE)આઈસીએસઈ (ધોરણ-10) અને ISC (ધોરણ-12)ના રિઝલ્ટ જાહેર કરી દીધા છે. 10માં (ICSE result 2021) અને 12માં (ISC result 2021)ધોરણના પરિણામ કાઉન્સિલની આધિકારિક વેબસાઇટ cisce.org અને results.cisce.org પર જોવા મળશે. આ સાથે 10 અને 12ના પરિણામ SMSથી મેળવી શકાય છે.

    ICSE પરીક્ષામાં આ વર્ષે પાસ થવાની ટકાવારી 99.98 છે. જ્યારે ISCની ટકાવારી 99.76 છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે ICSE અને ISCની પરીક્ષા યોજાઇ ન હતી. જેથી ICSE અને ISCનું પરિણામ ઇવેલ્યુએેશન પોલિસીના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. એસએમએસ દ્વારા પોતાનું પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો યૂનિક આઈડી 09248082883 નંબર પર મોકલવાનો રહેશે. ICSE/ISC (યૂનિક આઈડી) લખો અને ઉપર આપેલા નંબર પર મોકલી દો. સીબીએસઈ તરફથી CISCE ની માર્કશીટ અને પાસ સર્ટિફિકેશન DigiLockerદ્વારા મળશે.

    આ પણ વાંચો - કાચા દૂધનું સેવન કરવું આરોગ્ય માટે છે જોખમી, જાણો તેનાથી શું થાય છે નુકસાન

    ફરીથી આવી રીતે કરી શકશો મૂલ્યાંકન

    આ વખતે પરીક્ષા ના હોવાના કારણે વિદ્યાર્થીઓ આન્સર શીટની રિચેકિંગ તો કરાવી શકશે નહીં પણ મૂલ્યાંકન પ્રક્રિયાથી અસંતુષ્ઠ વિદ્યાર્થીઓની આપત્તિ પર વિચાર કરવા માટે કાઉન્સિલ બનાવી છે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાના સ્કૂલને એક અરજી આપવી પડશે. જેમાં આપત્તિને સ્પષ્ટ રીતે બતાવવી પડશે. જે પછી સ્કૂલ તેની ઉપર વિચાર કરશે અને વિદ્યાર્થીના કારણથી સંતુષ્ટ થયા પછી સીઆઈએસસીઇ પાસે મોકલશે. આ માટે કાઉન્સિલે સ્કૂલોને 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.

    કાઉન્સિલે સ્પષ્ટ રીતે કહ્યું કે અરજીની સમીક્ષા સ્કૂલ પ્રમુખના મોકલવા પર જ કરવામાં આવશે. બોર્ડ પોતાના નિર્ણય સ્કૂલ પ્રમુખને જ બતાવશે. જો સમીક્ષા પથી રિઝલ્ટમાં ફેરફાય થાય તો બોર્ડ તેની જાણકારી સ્કૂલને આપશે.
    Published by:Ashish Goyal
    First published: