Home /News /career /જો તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઉજવળ ભવિષ્ય બનાવવું હોય તો આ વાત ખાસ જાણી લેજો
જો તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઉજવળ ભવિષ્ય બનાવવું હોય તો આ વાત ખાસ જાણી લેજો
કોમર્સમાં પ્રવેશ મેળવનારા મોટાભાગના વિદ્યાર્થીઓનું સપનું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનું હોય છે. જેમને એક્સપર્ટ દ્વારા એક મહત્વની સલાહ આપવામાં આવી છે.
Chartered Accountant Career; ધોરણ-12 કોમર્સ પછી 60થી 70 ટકા વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનાવાની ઈચ્છા ધરાવતા હોય છે. જોકે, વિદ્યાર્થીઓએ એ સમજવું જરુરી છે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનતા પહેલા કેટલીક બાબતો જાણવી જરુરી છે. અહીં એક્સપર્ટે એક મહત્વની સલાહ પણ આપી છે.
અમદાવાદઃ સામાન્ય રીતે ધોરણ-10 પછી કારકિર્દીના દ્વાર ખુલી જાય છે. અને ધોરણ-12 પછી વિદ્યાર્થી ભવિષ્યમાં કઈ દિશામાં જવા માંગે છે તેને શું બનવું છે તે નક્કી કરતો હોય છે. ત્યારે જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે તેઓ માટે આ સમાચાર મહત્વના છે. આગામી દિવસોમાં સીએમાં કારકિર્દીના સ્કોપ અનેક ગણા વધી જવાના છે. નિષ્ણાતોના મતે આવનારા દિવસોમાં ભારતમાં જ નહિ વિદેશમાં પણ સીએની ખુબ મોટી જરુરિયાત ઉભી થવાની છે. ત્યારે સીએ બન્યા બાદ કેવી ડિમાન્ડ વધવાની છે તે જાણવું જરુરી છે.
આમ તો ધોરણ -12 કોમર્સ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓનો શરુઆતનો ગોલ MBA અને CA તરફ રહેતો હોય છે. નિષ્ણાતોનું માનીએ તો ધોરણ -12 કોમર્સ કર્યા પછી 60થી 70 ટકા વિદ્યાર્થીઓનો લગાવ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરફ રહેતો હોય છે. આગામી દિવસોમાં સીએની ખુબ મોટી જરુરિયાત ઉભી થવાની છે.
CAમાં કારકિર્દી બનાવવી હોય તો એક્સપર્ટની સલાહ માનજો
આ અંગે ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બિશન શાહ જણાવે છે કે, ધોરણ -12 પછી કોમર્સના દરેક વિદ્યાર્થીઓનું સ્વપન સીએ થવાનું હોય છે અને 60થી 70 ટકા બાળકોનો લગાવ સીએ તરફ હોય છે. દરેક બાળકે સીએનો કોર્સ કરવો જોઈએ. જો કાયદાકીય તરીકે કોર્પોરેટ ક્ષેત્રના લોયર થવા માગતા હો તો તમારી સીએનુ જ્ઞાન હશે તો તમારા ક્લાયન્ટને વધુ સારી સર્વીસ આપી શકશો. સીએ થયા પછી GST, ઈન્કમટેક્સ ઓડીટ ઈન્ટરનલ ઓડીટમાં કારકીર્દી બનાવી શકાય છે.
આ ઉપરાંત નવી સ્ટાર્ટ ઈકો સીસ્ટમ ઉભી થઈ રહી છે તેમાં સીએફઓ, સીઈઓની ભુમીકા વિદ્યાર્થીઓ ભજવી શકે છે. તેમજ કેન્દ્ર સરકાર પ્રમાણે 5 ટ્રીલીયન યુએસ ડોલર ઈકોનોમી ભારતની બનાવવાની છે. ઉદ્યોગ પતિ ગૌતમ અદાણીના મતે 2030માં ભારત એક સર્વોચ્ચ ઈકોનોમીક પાવર બની જશે ત્યારે સીએની ભુમીકા આગવી આવીને ઉભી રહેશે. કોઈ પણ બિઝનેસમાં સીએની મહત્વની ભૂમિકા હોય છે. જે આર્થિક સલાહકારનું કામ કરે છે. ફાઈનાન્સ લેવું હોય, મોબિલાઈઝેસન, કોસ્ટ કટીંગમાં સીએ માર્ગદર્શન બની શકે છે.
યુકે માં 60 ટકા લોકો ઈન્કમ ટેક્સ ભરે છે જ્યારે ભારતમાં માત્ર 6 ટકા લોકો ઈન્કમટેક્સ ભરે છે. જેનો ધીરે ધીરે વ્યાપ વધવાનો છે તે દિશામાં પ્રયાસ થઈ રહ્યોં છે ત્યારે સીએની આગામી દિવસોમાં ખુબ જરુરિયાતો ઉભી થવાની છે. એટલે કે સીએની કારકિર્દીમાં વિશાળ તકો ઉભી થશે.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર