Home /News /career /Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી

Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી

UPSC Recruitment 2021: રાષ્ટ્રીય રક્ષા એકેડમી અને નૌસેના એકેડમીમાં 400 પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ, 29 જૂન પહેલા કરો અરજી

UPSC Recruitment 2021: રાષ્ટ્રીય રક્ષા એકેડમી અને નૌસેના એકેડમીમાં 400 પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ, 29 જૂન પહેલા કરો અરજી

ભારતીય સેના અને નૌસેનામાં અધિકારી બનવાની સારી તક છે. આ ભરતીઓ યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) તરફથી કરવામાં આવશે.. તેના માટે અરજી પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. UPSC NDA/NA II 2021 ભરતી પરીક્ષા (UPSC Recruitment 2021) માટે અરજી કરવા માંગો છો તો યૂપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈને અરજી કરી શકો છો. ધ્યાન રહે કે રાષ્રીReય રક્ષા એકેડમી અને નૌસેના એકેડમી પરીક્ષા (II), 2021 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 જૂન, 2021 છે. આ ભરતી (UPSC Recruitment 2021) પ્રક્રિયા અંતર્ગત 400 પદો પર નિયુક્તિ કરવામાં આવશે.

આ પદો માટે થઈ રહી છે ભરતી

>> રાષ્ટ્રીય રક્ષા એકેડમી- 370 પદ
>> નૌસેના એકેડમી – (10+2 કેડેટ પ્રવેશ યોજના) 30 પદ


આ પણ વાંચો, College Admission 2021: હાલ કોલેજોમાં નહીં થાય એડમિશન, સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી

યોગ્યતા

>> આર્મી વિંગ- ઉમેદવારોએ ધોરણ-12ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
>> વાયુ સેના અને નૌસેના વિંગ- ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ગણિતની સાથે ધોરણ-12ની પરીક્ષા પાસ હોવી જોઈએ કે સમકક્ષ પરીક્ષા પાસ હોવી જોઈએ.

ઉંમર મર્યાદા- આ પદો પર અરજી માટે ઉમેદવારો અપરણિત હોવા જોઈએ અને તેમનો જન્મ 2 જાન્યુઆરી, 2003 પહેલા અને 1 જાન્યુઆરી, 2006 બાદનો ન હોવો જોઈએ.
" isDesktop="true" id="1107942" >

આ પણ વાંચો, CBSE 12th Board Exam 2021: 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે ધો-12ની વૈકલ્પિક પરીક્ષાઓ

આવી રીતે કરો અરજી- જે ઉમેદવારોએ આ પદો માટે અરજી કરવી હોય તેઓ https://upsconline.nic.in/mainmenu2.php પર જઈને (UPSC Recruitment 2021) અરજી કરી શકે છે. આ ઉપરાંત https://www.upsc.gov.in ના માધ્યમથી ઓફિશિયલ નોટિફિકેશન (UPSC Recruitment 2021) જોઈ શકે છે.
First published:

Tags: Employment, Government jobs, Indian Navy, Jobs, Jobs news, Recruitments, UPSC, Vacancy, ભારતીય સેના

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો