Home /News /career /Success Story: IASની તૈયારી છોડીને શરૂ કર્યો ચા વેચવાનો બિઝનેસ, આજે છે 3.5 કરોડનું વાર્ષિક ટર્નઓવર

Success Story: IASની તૈયારી છોડીને શરૂ કર્યો ચા વેચવાનો બિઝનેસ, આજે છે 3.5 કરોડનું વાર્ષિક ટર્નઓવર

ચા સાથે જોડાયેલા બિઝનેસને એક અલગ નામ આપીને દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી

Chai sutta bar anubhav dubey success story: નામ ભલે ચાય સુટ્ટાબાર રાખ્યું હોય, પરંતુ આ કંપનીના તમામ આઉટલેટમાં સ્મોકિંગ પર પ્રતિબંધ છે. સુટ્ટા નામ એટલા માટે રાખવામાં આવ્યું હતું કે તે લોકોની જીભ પર સરળતાથી આવી જાય. આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી વ્યક્તિની કહાની (Success Story) જેણે ચા સાથે જોડાયેલા બિઝનેસને એક અલગ નામ આપીને દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી હતી.

વધુ જુઓ ...
  Career આપણા દેશમાં ચાના શોખીનોમાં ભારે માંગને કારણે નાની ચાની ટપરી પણ મહિનામાં સારો એવો નફો (Profit in Tea Selling Business) મેળવી શકે છે અને સફળ બિઝનેસ ચલાવી શકે છે. તેથી આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી વ્યક્તિની કહાની (Success Story) જેણે ચા સાથે જોડાયેલા બિઝનેસને એક અલગ નામ આપીને દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી હતી.

  કઇ રીતે થઇ ચાયસુટ્ટા બારની શરૂઆત


  લોકોમાં ચાની આદત જોઈને ઘણા ધંધા શરૂ થયા અને તેઓ પોતાનું નામ કમાયા. જેમાં 'ચાય સુટ્ટાબાર'નો (Chai Sutta Bar Success Story) સમાવેશ થાય છે. પરંતુ તેની કહાની અન્ય કરતા ખૂબ જ અલગ છે. ચા સુટ્ટાબારની વિશેષતા એ છે કે લોકોની આદતોને તેમના વ્યવસાયમાં સામેલ કરી, તેમની નીતિઓને વળગી રહેવું અને માર્કેટિંગનું એક અલગ લેવલનું કામ કરવું. તેની શરૂઆત અનુભવ દુબેએ 23 વર્ષની ઉંમરે તેના મિત્ર આનંદ નાયક સાથે કરી હતી.

  આ પણ વાંચો:  જો તમારામાં સમાજમાં બદલાવ લાવવાની છે ક્ષમતા તો કરી લો કોર્સ ,બની જશે ઉજ્જવળ કારકિર્દી

  દોસ્તોના કારણે થયું શક્ય


  પોતાના ઈન્ટરવ્યુમાં અનુભવ દુબે અવારનવાર કહે છે કે મિત્રોના કારણે તેમનો બિઝનેસ એટલો વધી ગયો કે આજે તેમના કામનું નામ વિદેશમાં પણ લેવાય છે. અનુભવનો જન્મ મધ્યપ્રદેશના રીવામાં થયો હતો. જ્યાંથી તેને આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ ઇન્દોર મોકલવામાં આવ્યો હતો. ઇન્દોરમાં સ્કૂલ દરમિયાન તેમણે આનંદ નાયક સહિત ઘણા મિત્રો બનાવ્યા હતા.

  માતાપિતાની ઇચ્છા હતી કંઇક અલગ


  અનુભવના પિતા બિઝનેસમેન છે, એટલે તેઓ નહોતા ઇચ્છતા કે તેમનો દીકરો બિઝનેસના ટેન્શનમાંથી પસાર થાય. તે વાંચી-લખીને પોતાના પુત્રને અધિકારી બનતા જોવા માંગતો હતો. એટલા માટે તેમણે અનુભવને યુપીએસસીની તૈયારી માટે દિલ્હી મોકલ્યો હતો. પરંતુ અનુભવને હજી પણ પોતાનો ધંધો કરવાનું સપનું હતું. સાથે જ તેના મિત્ર આનંદે પણ પોતાના સાળા સાથે કપડાનો ધંધો શરૂ કર્યો હતો.

  બિઝનેસ માટે છોડી દીધું ભણતર


  આનંદે અનુભવને ફોન કરીને કહ્યું કે એણે જૂનો ધંધો બંધ કરી દીધો છે એટલે આપણે બંને મળીને નવો બિઝનેસ શરૂ કરીએ. જે સાંભળીને અનુભવ અભ્યાસ છોડીને માતા-પિતાને કહ્યા વગર ઇન્દોર પહોંચી ગયો હતો. હવે સવાલ એ હતો કે શું કામ શરૂ કરવું. આનંદ એક કંપનીની ફ્રેન્ચાઇઝી લઇને કામ શરૂ કરવા માંગતો હતો. પરંતુ આ માટે બંને પાસે આટલા બધા પૈસા નહોતા અને અનુભવ પોતાનું કામ શરૂ કરીને પોતાની ફ્રેન્ચાઇઝી આપવાનું સપનું જોઈ રહ્યો હતો.

  આ રીતે નાખ્યા ચાય સુટ્ટાબારનો પાયો


  અનુભવની નજર ચાના બિઝનેસ તરફ ગઈ. તેણે આ વિચાર પર કામ કરવાનું પણ શરૂ કર્યું કારણ કે તેમાં ઓછું રોકાણ છતા પણ સારો નફો હતો. ચાની વધારે માંગના કારણે તેમાં નુકશાન થવાની શક્યતા ઘણી ઓછી હતી. ત્રણ લાખની બચત સાથે આ ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. નામ 'ચાય સુટ્ટાબાર'.

  નામમાં સુટ્ટા પણ પીવાની મનાઇ


  શું કરવું, દુકાનનું નામ શું હશે તે નક્કી કર્યા પછી હવે દુકાન ક્યાંથી શરૂ કરવી તે એક મોટો પ્રશ્ન હતો. આ માટે તેણે આખા ઇન્દોરમાં ઘણા લોકેશન જોયા હતા. પરંતુ તેને ભંવરકુઆં વિસ્તાર પસંદ પડ્યો હતો. કારણ કે ત્યાં ઘણા કોચિંગ સેન્ટર અને હોસ્ટેલ હતા. એટલું જ નહીં અનુભવ ગર્લ્સ હોસ્ટેલની સામે પોતાની દુકાન ખોલી, કારણ કે ત્યાં છોકરીઓ આવશે અને સાથે જ છોકરાઓનો મેળાવડો પણ થશે.

  નામ ભલે ચાય સુટ્ટાબાર રાખ્યું હોય, પરંતુ આ કંપનીના તમામ આઉટલેટમાં સ્મોકિંગ પર પ્રતિબંધ છે. સુટ્ટા નામ એટલા માટે રાખવામાં આવ્યું હતું કે તે લોકોની જીભ પર સરળતાથી આવી જાય.

  વોટર કલરથી લખ્યું ‘ચાય સુટ્ટાબાર’


  અનુભવ અને તેના મિત્રો ટી સ્ટોલને ટપરી તરીકે નહીં, પરંતુ યુવાનોને ધ્યાનમાં રાખીને શરૂ કરવા માંગતા હતા. ઓછા પૈસાના કારણે તેમણે સેકન્ડહેન્ડ ફર્નિચર ખરીદી લીધું, ત્યારબાદ અન્ય નાના-મોટા ખર્ચમાં બધી બચત પૂરી થઈ ગઈ. દુકાનનું નામ લખવાના પૈસા ન હતા. તેથી તેમણે જૂના પ્લાય પીસ પર વોટર કલરથી 'ચાય સુટ્ટાબાર' લખ્યું અને પોતાનું આઉટલેટ શરૂ કર્યું.

  ચાય સુટ્ટાબારનું દમદાર માર્કેટિંગ


  ટૂંક સમયમાં જ ફેમસ થવા પાછળનું કારણ છે, ચાય સુટ્ટાબારની યુનિક માર્કેટિંગ સ્ટ્રેટેજી. ઓછા પૈસાને કારણે અનુભવ અને તેના મિત્રો માર્કેટિંગ કરી શકતા ન હતા, તેથી તેણે પોતાના મિત્રો દ્વારા આ કામને સરળ બનાવ્યું. સૌ પ્રથમ ખોટી ભીડ એકઠી કરવામાં આવી. જેના માટે તેઓ આખો દિવસ પોતાના મિત્રોને મફતમાં ચાનો નાસ્તો આપતા હતા અને તે લોકોને માત્ર દુકાન પર જ બેસવાનું હતું. એક અનોખું નામ અને બીજું કે લોકો આવી ભીડ જોઈને ચાય સુટ્ટાબારમાં પણ પહોંચી જતા.

  આ સાથે જ અનુભવે પોતાના કેટલાક મિત્રોને મોલ, સિનેમા હોલ, ટ્રાફિક સિગ્નલ અને અન્ય ભીડભાડવાળી જગ્યાઓ પર રોકાતી વખતે જુગાડ માર્કેટિંગ કરવા માટે રાજી કર્યા હતા. જ્યાં અનુભવના મિત્રો ચાય સુટ્ટાબાર વિશે મોટેથી વાત કરતા, જેથી લોકોને ત્યાં જવાની ઇચ્છા થાય. ઘણી વખત ભીડ એટલી વધી જતી કે દુકાનની ફરીયાદ પણ કરાઇ હતી.

  પરીવારના લોકોમાં નારાજગી


  અનુભવે પોતાના કામ વિશે પરિવારને જણાવ્યું ન હતું. એક વખત તેણે પોતાની દુકાનમાંથી ફેસબુક લાઇવ કરાવ્યું હતું, જેને તેના એક સંબંધીએ જોઇ લીધું હતું અને તેના પિતા પાસે જઇને કહ્યું હતું કે તમારો પુત્ર દિલ્હીમાં નથી ઇન્દોરમાં છે અને તે ચા વેચે છે. ગુસ્સામાં તેના પિતા બીજા દિવસે ઇન્દોર પહોંચી ગયા, પરંતુ ત્યાંનું કામ જોયા બાદ તેઓ કંઇ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા.

  માત્ર કુલડમાં જ વહેંચવી પડશે ચા


  ચા સુટ્ટા બારમાં ચા હંમેશા કુલ્હડમાં જ વેચવામાં આવે છે. અહીં દસથી વધુ પ્રકારની ચા પીરસવામાં આવે છે. આઉટલેટના વાતાવરણને યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે જ્યાં યુવાનો ગિટાર વગાડે છે. ઘણા લોકો લાઇટમાં બેસે છે. હવે જે લોકો અનુભવ પાસેથી ફ્રેન્ચાઈઝી લે છે તેમના માટે એક શરત એ છે કે તેમને પણ ચા માત્ર કુલ્હડમાં જ વહેંચવી પડશે.

  આ પણ વાંચો:  Career Tips: સહકર્મચારીઓ સાથેનો તમારો વ્યવહાર નક્કી કરશે તમારી પ્રગતિ, ઓફિસનું વાતાવરણ રાખો આનંદિત

  વિદેશમાં પણ ખોલ્યા આઉટલેટ


  બિઝનેસ શરૂ કર્યાના માત્ર 6 મહિનાની અંદર જ ઈન્દોરમાં ત્રણ-ચાર અને મુંબઈમાં પ્રથમ આઉટલેટ ખોલવામાં આવ્યા હતા. હવે ભારતના ઘણા રાજ્યોમાં તેના આઉટલેટ્સ છે. વિદેશમાં તેની ફ્રેન્ચાઈઝીની કોઈ કમી નથી. નાના પાયે શરૂ થયેલો આ ચાનો બિઝનેસ આજે ઉંચાઇ પર છે. કેનેડા, ઓમાન, યુનાઇટેડ કિંગડમ, દુબઇ, નેપાળ જેવા દેશોમાં પણ તેના આઉટલેટ્સ ખુલી ગયા છે. માત્ર ત્રણ લાખની બચતથી શરૂ થયેલો આ બિઝનેસ આજે કરોડોનું ટર્નઓવર કરી રહ્યો છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Success story, કેરિયર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन