સેન્ટ્રલ સિલ્ક બોર્ડ(CSB) બેંગલોરે કોન્ટ્રાક્ટ આધારિત 60 ટ્રેનર અને ટ્રેનિંગ આસિસ્ટન્ટ પોસ્ટ(Jobs for Trainer & Training Assistant Post) માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પદો પર નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો 17 નવેમ્બર, 2021 પહેલા આ પદો માટે અરજી કરી શકે છે. આપને જણાવી દઇએ કે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ ભરતી 2021 નોટિફિકેશન(CSB Job Notification 2021) માટે પસંદગી નવેમ્બર 2021 ના છેલ્લા સપ્તાહમાં વારાણસી(Varanasi) ખાતે આયોજિત ઇન્ટરવ્યુ(Interview)માં ઉમેદવારોના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત : સેન્ટ્રલ સિલ્ક બોર્ડની ભરતી 2021 નોટિફિકેશન માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું કે તેમણે નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વધારાની લાયકાત સાથે 10 પાસ/12 પાસ/આઈટીઆઈ સહિતની અમુક શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જોઈએ.
ટ્રેનર – NSQF લેવલ 1 અને લેવલ 2 કોર્સ
ધો-10 પાસ અને 8 વર્ષનો અનુભવ અથવા ધો-12 પાસ અને 7 વર્ષનો અનુભવ અથવા આઇટીઆઇ અને 5 વર્ષનો અનુભવ અથવા ડિપ્લોમાં ઇન એન્જીનિયરીંગ / સાયન્સમાં ગ્રેજ્યુએશન અને 3 વર્ષો અનુભવ અથવા એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએટ અને 1 વર્ષનો અનુભવ
આઇટીઆઇ અને 10 વર્ષનો અનુભવ અથવા ડિપ્લોમાં ઇન એન્જીનિયરીંગ / સાયન્સમાં ગ્રેજ્યુએશન અને 5 વર્ષનો અનુભવ અથવા એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએટ અને 2 વર્ષનો અનુભવ
ટ્રેનિંગ આસિસ્ટન્ટ
ધો-10 પાસ અને 5 વર્ષનો અનુભવ અથવા ધો-12 પાસ અને 3 વર્ષનો અનુભવ અથવા આઇટીઆઇ અન 1 વર્ષનો અનુભવ
આ પદો પર અરજી 8 નવેમ્બર, 2021થી લેવાનું શરૂ થઇ ચૂક્યુ છે. અને તેના માટે છેલ્લી તારીખ 17 નવેમ્બર, 2021 છે. ઇચ્છુક ઉમેદવારો વધુ જાણકારી માટે ઓફિશ્યલ વેબસાઇટ(@csb.gov.in) પર જઇને નોટીફિકેશન તપાસી શકે છે.
આ પદો માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ @csb.gov.in પર જઇને નોટીફિકેશન તપાસી શકે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની ભરેલા અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો ઈમેલ training.csb@nic.in / rond.csb@nic.in દ્વારા 17 નવેમ્બર, 2021ના સાંજે 6 વાગ્યા પહેલા મોકલી શકે છે. ત્યાર બાદ કરવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર