Home /News /career /Central Bank of India Recruitment : સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની ભરતીમાં અરજી કરવાની છેલ્લી તક, 89,890 રૂ. સુધી મળશે પગાર

Central Bank of India Recruitment : સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની ભરતીમાં અરજી કરવાની છેલ્લી તક, 89,890 રૂ. સુધી મળશે પગાર

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાાં ભરતી, 19 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે કરો અરજી

central Bank of India Recruitment2021 :  બેરોજગારોને સરકારી નોકરી મેળવવા માટે વધુ એક અવસર આવ્યો છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ (Central Bank Of India) ઈન્કમટેક્સ ઓફિસર સહિત અનેક પોસ્ટ કુલ 115 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડી છે.

central Bank of India Recruitment2021 :  બેરોજગારોને સરકારી નોકરી મેળવવા માટે વધુ એક અવસર આવ્યો છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ (Central Bank Of India) ઈન્કમટેક્સ ઓફિસર સહિત અનેક પોસ્ટ કુલ 115 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવારો અધિકૃત વેબસાઈટ centralbank.net.in પર ભરતી અંગેની તમામ જાણકારી મેળવી શકે છે.  આ ભરતી માટે અગાઉ ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 17મી ડિસેમ્બર હતી. જોકે, બેન્ક દ્વારા હવે આ ભરતીમાં 30-12-2021 અંતિમ તારીખ રાખવામાં આવી છે. (Central Bank of Indian Recruitment Last Date of Online Application) આમ ઉમેદવારોને આ આ ભરતીમાં વધુ એકવાર અરજી કરવાની તક મળી રહી છે. આમ આજે આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાનો અંતિમ દિવસ છે

આ જગ્યા માટે છે ભરતી : આ ભરતીમાં ઈકોનોમિસ્ટ, ઈન્કમટેક્સ ઓફિસર, ડેટા સાયન્ટિસ્ટ, ડેટા એન્જિનિયર, રિસ્ક મેનેજર, ફાઈનાન્શિયલ એનેલિસ્ટ, લૉ ઓફિસર, IT સિક્યોરિટી એનેલિસ્ટ, ટેકનિકલ ઓફિસર ક્રેડિટ તથા અન્ય પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા :

અન્ય ભરતી પ્રક્રિયાની જેમ આ ભરતી માટે પણ ઉમેદવારો પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ. જેમાં ઈન્કમટેક્સ ઓફિસરની પોસ્ટ માટે 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં ઉમેદવાર ઓછામાં ઓછી 35 વર્ષ અને વધુમાં 45 વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ.

આ પણ વાંચો : Punjab National Bank Recruitment 2022: PNBમાં ઓફિસરની પોસ્ટ પર ભરતી, અહીંથી કરો અરજી

તો ડેટા સાયન્ટિસ્ટની પોસ્ટ માટે ઉમેદવારની 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં ઓછામાં ઓછી 28 વર્ષ અને વધુમાં 35 વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ પરથી શૈક્ષણિક લાયકાતની જાણકારી મેળવવાની રહેશે. શૈક્ષણિક લાયકાત ઉપરાંત ઉમેદવાર પાસે પોસ્ટ સંબંધિત અનુભવ હોવો પણ જરૂરી છે.

અન્ય આવડત

એટલું જ નહીં તમામ પોસ્ટ માટે ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ centralbank.net.in પરથી અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોએ અરજી ફોર્મ માટેની રૂ. 850 ફી ભરવાની રહેશે.

સેન્ટ્રલ બેન્ક ભરતી અંગેની મહત્વની તારીખો
જગ્યા :115
શૈક્ષણિક લાયકાત :અલગ અલગ
પસંદગી પ્રક્રિયા : પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી ફોર્મ ભરવાની  શરૂઆત થવાની  તારીખ23 નવેમ્બર 2021
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30-12-2021 ડિસેમ્બર 2021
અરજી ફી175/850 રૂ. કેટેગરી મુજબ
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇ અરજી કરવા માટેઅહીંયા ક્લિકકરો



પસંદગી પ્રક્રિયા

તમામ પોસ્ટ માટે પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. લેખિત પરીક્ષણો સમયગાળો 60 મિનિટ હશે, જેમાં 100 માર્ક્સના પેપરમાં 100 પ્રશ્નો પૂછવામાં આવશે.

આ પણ વાંચો : Banking Jobs: દેશભરની બેંકોમાં ખાલી છે હજારો પોસ્ટ, અહીંયાથી જાણો કઈ બેંકમાં કેટલી છે જગ્યા

નેગેટિવ માર્કિંગ

આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવ્યું છે. એક ખોટા જવાબ માટે ઉમેદવાર 0.25 માર્ક્સ ગુમાવશે. પરીક્ષામાં કરન્ટ બેન્કિંગ આધારિત પ્રશ્નો તથા જે પોસ્ટ માટે અરજી કરવામાં આવી હશે, તે સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે.
First published:

Tags: Banking Jobs, Central Bank of India, Job and Career

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો