Home /News /career /

Celeb Education: જાણીતી યુનિ.માં અભ્યાસ કરનાર શેહનાઝ ગિલની શૈક્ષણિક લાયકાત જાણો છો આપ?

Celeb Education: જાણીતી યુનિ.માં અભ્યાસ કરનાર શેહનાઝ ગિલની શૈક્ષણિક લાયકાત જાણો છો આપ?

પંજાબી મોડલ અને અભિનેત્રી શહનાઝ ગિલ ટૂંક સમયમાં બોલિવૂડનો પણ ભાગ બનવા જઈ રહી છે.

Shehnaaz Gill Education: પંજાબી મોડલ અને અભિનેત્રી શહનાઝ ગિલ 'બિગ બોસ 13' થી તે સતત હેડલાઈન્સમાં છે. શહનાઝ ગિલ બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી અને તેને અભ્યાસમાં ઓછો રસ હતો.

    Celeb Education Shehnaaz Gill Education: પંજાબી મોડલ અને અભિનેત્રી શેહનાઝ ગિલ ટૂંક સમયમાં બોલિવૂડનો પણ ભાગ બનવા જઈ રહી છે. નાના પડદાના ફેમસ રિયાલિટી શો 'બિગ બોસ 13'માં જોડાયા બાદ શહનાઝ ઘર-ઘરનો જાણીતો ચહેરો બની ગઈ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે અને તેના વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે.

    જન્મ અને માતા-પિતા વિષે


    શેહનાઝ ગિલનો જન્મ 27 જાન્યુઆરી 1997ના રોજ બ્યાશ, અમૃતસરમાં થયો હતો. શહનાઝ ગિલના પિતાનું નામ સંતોખ સિંહ સુખ અને માતાનું નામ પરમિંદર કૌર ગિલ છે. તેને શાહબાઝ નામનો ભાઈ છે. શેહનાઝ ગિલને સના તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. શહનાઝને અભ્યાસમાં ઓછો રસ હતો.

    અભ્યાસ


    વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેહનાઝ ગિલે ડેલહાઉસીની ડેલહાઉસી હિલટોપ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. આ પછી, તેણે પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી B.Comની ડિગ્રી મેળવી. જો કે સમાચારો પર વિશ્વાસ કરવામાં આવે તો શહનાઝને અભ્યાસમાં બિલકુલ રસ નહોતો. કોલેજના દિવસોમાં તે કેન્ટીનમાં ક્લાસ બંક કરીને સમય પસાર કરતી હતી.

    આ પણ વાંચોઃ-Sales Marketing Job: સેલ્સ મેનેજર બની મેળવો લાખોની સેલેરી, જાણો ક્યાં અને કયો કોર્સ કરવો


    કારકિર્દી


    શેહનાઝ ગિલે વર્ષ 2015 માં એક મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. આટલું જ નહીં તેણે કેટલાક મ્યુઝિક વીડિયોમાં પોતાનો અવાજ પણ આપ્યો છે. તે એકદમ ફિટનેસ ફ્રીક પણ છે. વર્ષ 2019માં 'બિગ બોસ 13'માં ભાગ લીધો ત્યારથી તેની લોકપ્રિયતા સાતમા આસમાનને સ્પર્શી રહી છે.

    આ પણ વાંચોઃ-Success story: દિલ્હીની બ્યુટી ક્વીન ઐશ્વર્યા શ્યોરાણની સિવિલ સર્વિસમાં IFS બનવાની સફર


    ઇન્ટરવ્યૂ અને અન્ય માહિતી


    શેહનાઝ ગિલે 'બિગ બોસ 13'ના ફિનાલેના 6 મહિનામાં લગભગ 12 કિલો વજન ઘટાડ્યું હતું. વાસ્તવમાં, તેણે તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં બોડી શેમિંગનો શિકાર પણ બનવું પડ્યું છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વધારે વજન હોવાને કારણે તેની મજાક ઉડાવવામાં આવતી હતી. તેણીને પંજાબની કેટરીના પણ કહેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શહેનાઝ ગિલ ટીવીના લોકપ્રિય હોસ્ટ અને ડાન્સર રાઘવ જુયાલ સાથે સંબંધોને લઈને ચર્ચામાં પણ છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Bollywood Celeb, Bollywood Celebrities, Bollywood Film, Celeb life, Shehnaaz gill

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन