CDAC Recruitment 2022: સીડેકમાં બહાર પડી વધુ એક ભરતી, અહીંથી કરો અરજી
CDAC Recruitment 2022: સીડેકમાં બહાર પડી વધુ એક ભરતી, અહીંથી કરો અરજી
CDAC Recruitment : સીડેક દ્વારા 18 જગ્યા માટે ભરતી અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી
CDAC Recruitment 2022: ધી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમપ્યુટીંગ (CDAC)માં ટેકનિકલ આસિસ્ટન્ટ અને એમએસએસ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
CDAC Recruitment 2022: ધી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્યુટિંગ (CDAC) દ્વારા ટેકનિકલ આસિસ્ટન્ટ અને એમએસએસની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટેનુ નોટિફીકેશન (CDAC Recruitment Notification) સીડેકની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 17-4-2022 છે.
CDAC Recruitment ખાલી જગ્યા
આ ભરતીમાં કુલ 18 ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ 18 જગ્યા પૈકીની 07 જગ્યા ટેકનિકલ આસિસ્ટન્ટ (એમટીએસ)ની છે જ્યારે 07 જગ્યા એમએસએસ લેવલ 3ની અને 04 જગ્યા એમએસએસ લેવલ 1ની છે. આ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ છે.
CDAC Recruitment લાયકાત
ટેકનિકલ આસિસ્ટન્ટની વિવિધ જગ્યા માટે ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગ, કોમ્યુટર સાયન્સ/ આઈટી એન્જિનિયરીંગ, ઇલેકક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરીંગ, મિકેનિકલ એન્જિનિયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ સર્ટિફિકેશન, ડિપ્લોમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ફીટર, ડિપ્લોમાં ઈન સિવિલ એન્જિનિયરીંગ, સાથે સંલગ્ન કામના અનુભવ માંગવામાં આવ્યા છે. આ જગ્યાઓ અને તેની લાયકાત અંગે વઘુ માહિતી જાહેરાતમાંથી મળી જશે
પસંદગી પ્રક્રિયા માટે શૈક્ષણિક રેકોર્ડ, અનુભવના આધારે અરજીઓમાંથી લાયક ઉમેદવારોને સ્કિલ/ પ્રેક્ટિકલ ટેસ્ટ માટે બોલાવી અને તેમની લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ પસંદગી કરવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
18
શૈક્ષણિક લાયકાત
તમામ પોસ્ટ પર અલગ અળગ
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા દ્વારા
અરજી ફી
આ નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ 295 રૂપિયા પ્લસ 18 ટકા જીએસટી સાથે અહીં આપેવાલ ખાતા નંબરમાં ફી ભરવાની રહેશે.