Home /News /career /

CDAC Recruitment 2022: CDACમાં ટેકનિકલ આસિસ્ટન્ટ અને MSSની ભરતી, અરજી કરવાની અંતિમ તક

CDAC Recruitment 2022: CDACમાં ટેકનિકલ આસિસ્ટન્ટ અને MSSની ભરતી, અરજી કરવાની અંતિમ તક

CDAC Recruitment : સીડેક દ્વારા 18 જગ્યા માટે ભરતી અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી. અરજી કરવાની અંતિમ તક

CDAC Recruitment 2022 : ધી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્યુટિંગ (CDAC) દ્વારા ટેકનિકલ આસિસ્ટન્ટ અને એમએસએસની ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરીઓ માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ રવિવારે 17મી એપ્રિલે છે. રસ ઘરાવતા ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    CDAC Recruitment 2022: ધી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્યુટિંગ (CDAC) દ્વારા ટેકનિકલ આસિસ્ટન્ટ અને એમએસએસની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટેનુ નોટિફીકેશન (CDAC Recruitment Notification) સીડેકની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 17-4-2022 છે. રવિવારે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે પરંતુ ફી ભરવા માટે બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવાના હોવાથી જે ઉમેદવારો બેન્ક દ્વારા ફી ભરવા માંગે છે તેમણે ઓનલાઈન બેન્કિંગ દ્વારા ફી ભરવાની રહેશે.

    CDAC Recruitment 2022: ખાલી જગ્યા

    આ ભરતીમાં કુલ 18 ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ 18 જગ્યા પૈકીની 07 જગ્યા ટેકનિકલ આસિસ્ટન્ટ (એમટીએસ)ની છે જ્યારે 07 જગ્યા એમએસએસ લેવલ 3ની અને 04 જગ્યા એમએસએસ લેવલ 1ની છે. આ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ છે.

    CDAC Recruitment 2022: લાયકાત

    ટેકનિકલ આસિસ્ટન્ટની વિવિધ જગ્યા માટે ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગ, કોમ્યુટર સાયન્સ/ આઈટી એન્જિનિયરીંગ, ઇલેકક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરીંગ, મિકેનિકલ એન્જિનિયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ સર્ટિફિકેશન, ડિપ્લોમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ફીટર, ડિપ્લોમાં ઈન સિવિલ એન્જિનિયરીંગ, સાથે સંલગ્ન કામના અનુભવ માંગવામાં આવ્યા છે. આ જગ્યાઓ અને તેની લાયકાત અંગે વઘુ માહિતી જાહેરાતમાંથી મળી જશે

    આ પણ વાંચો : RBI Recruitment : RBIની 292 જગ્યાની ભરતી, 62,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    CDAC Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    પસંદગી પ્રક્રિયા માટે શૈક્ષણિક રેકોર્ડ, અનુભવના આધારે અરજીઓમાંથી લાયક ઉમેદવારોને સ્કિલ/ પ્રેક્ટિકલ ટેસ્ટ માટે બોલાવી અને તેમની લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ પસંદગી કરવામાં આવશે.

    CDAC Recruitment 2022:  નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા18
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ પર અલગ અળગ
    પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા દ્વારા
    અરજી ફી

    આ નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ 295 રૂપિયા પ્લસ 18 ટકા જીએસટી સાથે અહીં આપેવાલ ખાતા નંબરમાં ફી ભરવાની રહેશે.

    અરજી કરવાની અંતિમ તારીખ17-4-2022
    ભરતીની જાહેરા જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન એપ્લિકેશન માટેઅહીંયા ક્લિક કરો



    CDAC Recruitment 2022: t ઉંમર મર્યાદા અને પગાર

    આ ભરતી માટે સરકારી છૂટછાટ સાથે ટેકનિકલ આસિસ્ટન્ટની 04 જગ્યા માટે 35,400થી 1,12,400 સુધીનો પગાર મળશે. ઉંમરની મર્યાદા 35 વર્ષ છે.

    એમએસએસ -3ની 07 જગ્યા માટે પગારની શરૂઆત 25,500થી થઈને 81,100 રૂપિયા સુધી થશે જેના માટે વય મર્યાદા 30 વર્ષની છે.

    એમએસએસ 2ની ખાલી જગ્યા માટે ઉંમર મર્યાદા 19,900થી લઈને 63,200 સુધી છે જેના માટે વય મર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે.

    આ પણ વાંચો :IB Recruitment 2022 : ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં 150 જગ્યાની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

    CDAC Recruitment 2022: અરજી ફી

    આ નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ 295 રૂપિયા પ્લસ 18 ટકા જીએસટી સાથે અહીં આપેવાલ ખાતા નંબરમાં ફી ભરવાની રહેશે.

    ખાતા નંબર : 40192010001757
    આઈએફસી કોડ CNRB0014019

    આ ફી ભરવામાંથી એસસી, એસટી અને પી ડબલ્યુડી ઉમેદવારોને મુક્તિ આપવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર