CDAC Recruitment 2022 : સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગ (CDAC)એ પ્રોજેક્ટ એન્જીનીયર (Project Engineer) અને અન્ય પદો પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે અરજી કરવાનો આજે અંતિમ મોકો છે.
CDAC Recruitment 2022 : સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગ (CDAC)એ પ્રોજેક્ટ એન્જીનીયર (Project Engineer) અને અન્ય પદો પર ભરતી (CDAC Recruitment 2022) બહાર પાડી છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો જે આ પદો પર અરજી કરવા (Apply Online) ઇચ્છે છે, તેઓ CDACની ઓફિશ્યલ વેબસાઇટ cdac.in પર જઇને અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી, 2022 છે. સીડીએસી દ્વારા ટેક્નિકલ આસિસ્ટન્ટ અને પ્રોજેક્ટ એન્જીનિયર સહિતના 130 જેટલા પદો માટે ભરતી નોટીફિકેશન (Job Notification) જાહેર કરાઇ છે. આજે આ નોકરી માટે ઓનલાઇન (CDAC Recruitment 2022 Last Date of Online Application) અરજી કરવાની અંતિમ તારીખ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ક્લિક કરી અને ઓનલાઇન અરજી કરી શકે છે.
CDAC Recruitment 2022 : અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત
તમામ લાયકાતો માટે AICTE/UGC માન્ય/માન્ય યુનિવર્સિટી/ડીમ્ડ યુનિવર્સિટી/સંસ્થાઓના રેગ્યુલર કોર્સ કરેલા હોવા જોઈએ. સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતા અભ્યાસક્રમોને એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU)/UGC/AICTE દ્વારા સંબંધિત અભ્યાસક્રમોની સમકક્ષ હોવા જોઇએ. અને આવી સંસ્થાના અભ્યાસક્રમો માટે પસંદગી પ્રક્રિયા સમયે સમકક્ષ પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત છે.
લાયકાતની ડિગ્રીમાં CGPA/OGPA અથવા લેટર (A, A+) ગ્રેડ આપવામાં આવે છે, ત્યાં સંબંધિત યુનિવર્સિટી/સંસ્થા દ્વારા અપનાવવામાં આવેલા ધોરણો મુજબ માર્ક્સની સમકક્ષ ટકાવારી પણ અરજી ફોર્મમાં દર્શાવવી જરૂરી છે. યુનિવર્સિટી/ઈન્સ્ટિટ્યૂટમાંથી આ માટેનું પ્રમાણપત્ર પણ તમારે મેળવી લેવું કારણ કે તે જોઇનિંગ સમયે જરૂરી રહેશે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 18 જાન્યુઆરી 2022 ના રોજ અથવા તે પહેલાં અધિકૃત વેબસાઇટ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (CDAC) ની મુલાકાત લઈને પોસ્ટ્સ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. આ સિવાય તમે https://www.cdac.in/ પર ક્લિક કરીને આ પદો માટે અરજી કરી શકો છો. https://cdac.in/index.aspx?id=ca_ADVT_CDAC_Bengaluru_January_2022 દ્વારા ભરતી નોટીફીકેશન જોઇ શકો છો.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
130
શૈક્ષણિક લાયકાત
તમામ લાયકાતો માટે AICTE/UGC માન્ય/માન્ય યુનિવર્સિટી/ડીમ્ડ યુનિવર્સિટી/સંસ્થાઓના રેગ્યુલર કોર્સ કરેલા હોવા જોઈએ. સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતા અભ્યાસક્રમોને એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU)/UGC/AICTE દ્વારા સંબંધિત અભ્યાસક્રમોની સમકક્ષ હોવા જોઇએ.
પસંદગી પ્રક્રિયા
ટેસ્ટ દ્વારા
અરજી ફી
તમામ કેટેગરીના ઉમેદવારો માટે આ ભરતીમાં અરજી કરવા માટેની ફી રૂ.500 રાખવામાં આવી છે. જોકે, અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ/PWD/EWS કેટેગરીના ઉમેદવારો માટે કોઇ અરજી ફી વસૂલવામાં આવશે નહીં.
તમામ કેટેગરીના ઉમેદવારો માટે આ ભરતીમાં અરજી કરવા માટેની ફી રૂ.500 રાખવામાં આવી છે. જોકે, અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ/PWD/EWS કેટેગરીના ઉમેદવારો માટે કોઇ અરજી ફી વસૂલવામાં આવશે નહીં.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર