Home /News /career /CBSE Term 2 Result: CBSE બોર્ડનું પરિણામ જુલાઈમાં જાહેર થશે, અહીંથી જાણી શકશો
CBSE Term 2 Result: CBSE બોર્ડનું પરિણામ જુલાઈમાં જાહેર થશે, અહીંથી જાણી શકશો
cbse board પરિણામ
CBSE Board Result 2022: CBSE બોર્ડની 10મી અને 12મી ટર્મ 1ની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં લેવામાં આવી હતી, જ્યારે ટર્મ 2ની પરીક્ષા એપ્રિલ અને જૂન 2022 વચ્ચે લેવામાં આવી રહી છે.
CBSE Term 2 Result: cbseresults.nic.in, cbse.nic.in- દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણની સ્થિતિને જોતા CBSE બોર્ડની પરીક્ષા (CBSE board exam) ઓ બે ટર્મમાં લેવામાં આવી છે. CBSE બોર્ડની 10મી અને 12મી ટર્મ 1ની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં લેવામાં આવી હતી, જ્યારે ટર્મ 2ની પરીક્ષા એપ્રિલ અને જૂન 2022 વચ્ચે લેવામાં આવી રહી છે.
CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 24 મે 2022ના રોજ પૂરી થઈ હતી. બીજી તરફ CBSE બોર્ડની ધોરણ 12 ની પરીક્ષા 15 જૂન, 2022 ના રોજ સમાપ્ત થશે. CBSE બોર્ડનું પરિણામ (CBSE board exam Result) 2022 જુલાઈમાં જાહેર થવાની ધારણા છે. CBSE બોર્ડ ટર્મ 2 નું પરિણામ ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in અને cbse.nic.in પર અપલોડ કરવામાં આવશે.
ક્યા જાહેર કરવામાં આવશે CBSE ના પરિણામ?
દર વર્ષની જેમ આ વર્ષે પણ CBSE બોર્ડ પરીક્ષાના પરિણામો સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અને cbse.nic.in પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ SMS, કૉલ, IVRS અથવા ડિજીલોકર દ્વારા પણ CBSE પરિણામ 2022 જોઈ શકે છે. જો કે, CBSE ટર્મ 1 ની પરીક્ષાના પરિણામો શાળાઓને મોકલવામાં આવ્યા હતા.
આ સ્ટેપ્સની મદદથી ચેક કરી શકાય છે બોર્ડ 2022 ના પરિણામ
સ્ટેપ 1- CBSE બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in અથવા cbseresults.nic.in ની મુલાકાત લો.
સ્ટેપ 2- ધોરણ 10 કે 12મા ધોરણના ટર્મ 2 ના પરિણામો જોવા માટે "CBSE 10th અને 12th Result 2022" લિંક પર જાઓ.
સ્ટેપ 3- રિઝલ્ટ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 4- તમારી વિગતો દાખલ કરો જેમ કે રોલ નંબર, શાળા નંબર, એડમિટ કાર્ડ ID અને જન્મ તારીખ.
સ્ટેપ 5- પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે. ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE બોર્ડ) એ CBSE બોર્ડના ધોરણ 12 ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન હાલ મુલતવી રાખવામાં આવ્યું છે. બોર્ડ તરફથી રિઅસેસમેન્ટ કરવા અંગેની જાણકારી ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. જે વિદ્યાર્થીઓને પરિણામમાં ભૂલ લાગે તે રિઅસેસમેન્ટ કરાવી શકે છે.
પરિણામ સંબંધિત કોઈપણ ભ્રામક સમાચારથી સાવચેત રહો કેટલીક વેબસાઇટ્સ પર ધોરણ 12 ની પરીક્ષાને લગતા ભ્રામક સમાચારો ચાલી રહ્યા છે, આવા સમાચાર વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકી શકે છે અને પરેશાન કરી શકે છે. તેથી વિદ્યાર્થીઓ આ ફેક ન્યૂઝથી સાવધાન રહે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર