Home /News /career /CBSE Term 2 Exam: વિદ્યાર્થીઓની માંગ, સીબીએસઇ ટર્મ-2ની પરીક્ષા MCQ આધારિત રાખો
CBSE Term 2 Exam: વિદ્યાર્થીઓની માંગ, સીબીએસઇ ટર્મ-2ની પરીક્ષા MCQ આધારિત રાખો
ટર્મ-2ની પરીક્ષા 26 એપ્રિલ થી શરુ થઈ રહી છે, પરંતુ તે પહેલા જ કોરોનાના કેસ વધવા લાગ્યા છે.
CBSE Term 2 Exam, CBSE Term 2 Exam Pattern: વિદ્યાર્થીઓની દલીલ છે કે બોર્ડે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે જો પરીક્ષા માટે પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો ટર્મ-2ની પરીક્ષા 90 મિનિટના MCQ પર આધારિત હોઈ શકે છે.
CBSE Term 2 Exam, CBSE Term 2 Exam Pattern: એક તરફ સીબીએસઇ બોર્ડ પરીક્ષા નજીક આવી રહી છે, તો બીજી તરફ કોરોના સંક્રમણના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની 10મા અને 12માની ટર્મ-2ની પરીક્ષાઓ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન્સ (MCQs)ના આધારે લેવાની માંગ કરવામાં આવી છે. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ (CBSE Students) પોતાની રજૂઆત કરવા માટે ટ્વિટર (Twitter)નો સહારો લઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓની એવી દલીલ છે કે બોર્ડે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે જો પરીક્ષા માટે પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો ટર્મ-2ની પરીક્ષા 90 મિનિટના MCQ ના આધારે લઈ શકાય છે.
બોર્ડે કોરોના મહામારી (Corona Pandemic)ને જોતા ગયા વર્ષે દસમા ધોરણની પરીક્ષા બે ટર્મમાં લેવાની જાહેરાત કરી હતી. પ્રથમ ટર્મ MCQ આધારિત પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં પૂર્ણ થઈ ચૂકી છે. ટર્મ-1માં બાળકોનું પરફોર્મન્સ પણ જારી કરવામાં આવ્યું છે. હવે ટર્મ-2ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી યોજાવાની છે. પરંતુ તે પહેલા જ કોરોનાના કેસ વધવા લાગ્યા છે.
ખાસ કરીને શાળાના બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરીક્ષાને લઈને ચિંતિત છે. એક તરફ એક્ઝામ સેન્ટરને લઈને મતમતાંતર છે, તો હવે એક્ઝામ પેટર્નને લઈને સવાલ ઊઠી રહ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ ટ્વિટર પર બોર્ડ પાસે ટર્મ-2ની પરીક્ષા MCQ ના આધારે લેવાની માંગ કરી રહ્યા છે.
વાસ્તવમાં બે ટર્મમાં પરીક્ષાઓ આયોજિત કરવાની જાહેરાત કરતી વખતે CBSEએ કહ્યું હતું કે જો સ્થિતિ સામાન્ય વર્ણનાત્મક પરીક્ષા માટે અનુકૂળ નહીં રહે, તો ટર્મ 2ના અંતે પણ 90 મિનિટની MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે.
તો વિદ્યાર્થીઓ CBSE ટર્મ-1 અને ટર્મ-2ના વેઇટેજ પર પણ સ્પષ્ટતા ઇચ્છે છે. એક વિદ્યાર્થીએ ટ્વિટર પર લખ્યું કે હવે કોરોનાના કેસ વધી રહ્યા છે, આવી સ્થિતિમાં ટર્મ-2ને MCQ આધારિત પરીક્ષા બનાવવાનો યોગ્ય સમય છે.
અન્ય એક વિદ્યાર્થીએ લખ્યું કે પરીક્ષાઓ MCQ પ્રશ્નો પર આધારિત હોવી જોઈએ અથવા તો રદ કરવી જોઈએ. વિદ્યાર્થીઓના એક વર્ગે બોર્ડને સીબીએસઇ ટર્મ-2 પરીક્ષાને વૈકલ્પિક બનાવવાની પણ વિનંતી કરી હતી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર