Home /News /career /

CBSE Term 2 Exam: સીબીએસઈ પરીક્ષા દરમિયાન ન કરો આ 5 ભૂલો, કારણ વગર કપાઈ જશે માર્ક્સ

CBSE Term 2 Exam: સીબીએસઈ પરીક્ષા દરમિયાન ન કરો આ 5 ભૂલો, કારણ વગર કપાઈ જશે માર્ક્સ

CBSE Term 2 Exam: ઘણાં પરીક્ષાર્થીઓ ઉતાવળમાં સામાન્ય ભૂલો કરી બેસતા હોય છે. (Image- shutterstock)

CBSE Term 2 Exam, CBSE Board Exam 2022, Exam Mistakes: સીબીએસઈ બોર્ડ ટર્મ 2ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ 2 વર્ષ પછી સબ્જેક્ટિવ પેટર્ન સાથે ઓફલાઇન પરીક્ષા આપશે, માટે સામાન્ય ભૂલોથી બચવા તેમણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે.

વધુ જુઓ ...
    CBSE Term 2 Exam, CBSE Board Exam 2022, Exam Mistakes: સીબીએસઈ બોર્ડ ટર્મ 2 પરીક્ષાનું શેડ્યુલ (CBSE Term 2 Exam Schedule) ઘણા સપ્તાહ પહેલા જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ ઘણી શાળાઓએ 10મા અને 12માના વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ (CBSE Board Admit Card) આપવાનું પણ શરૂ કરી દીધું છે. CBSE બોર્ડ ટર્મ 2ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થશે. બોર્ડે પહેલાથી જ એક નોટિસ જારી કરીને ટર્મ 2 એક્ઝામ પેટર્નની (CBSE Term 2 Exam Pattern) સૂચના આપી દીધી હતી.

    ઉલેખનીય છે કે, CBSE બોર્ડે દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની સ્થિતિને જોતા બોર્ડની પરીક્ષા આ વર્ષે બે ટર્મમાં લેવાનું નક્કી કર્યું છે. CBSE ટર્મ 1 એક્ઝામ પેટર્ન ઓબ્જેક્ટિવ હતી જ્યારે ટર્મ 2ની પરીક્ષા સબ્જેક્ટિવ પેટર્ન આધારિત હશે. વિદ્યાર્થીઓ 2 વર્ષ બાદ ક્લાસમાં બેસીને લેખિત પરીક્ષા આપશે. એવામાં તેઓએ કેટલીક કોમન એક્ઝામ મિસ્ટેક્સ (Common Exam Mistakes)થી બચીને રહેવું જોઈએ.

    આ પણ વાંચો: હોમ સેન્ટર પર નહીં યોજાય પરીક્ષા, જાણો CBSE બોર્ડની નવી ગાઇડલાઇન્સ

    સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં થનારી સામાન્ય ભૂલો

    મોટાભાગના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા દરમિયાન કેટલીક સામાન્ય ભૂલો કરી બેસતા હોય છે. સીબીએસઇ બોર્ડ 10મા અને 12માના વિદ્યાર્થીઓએ એક્ઝામ દરમિયાન આ ભૂલોથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.

    1- બોર્ડ પરીક્ષા શરૂ થાય તે પહેલા ગ્રેસ પીરિયડ મળે છે. તેને રીડિંગ ટાઇમ પણ કહેવામાં આવે છે. આ દરમિયાન ક્વેશ્ચન પેપરને સારી રીતે વાંચો અને સમજો. ઘણા વિદ્યાર્થીઓ નર્વસનેસના કારણે આ સમયનો સદુપયોગ કરી શકતા નથી.

    2- કેટલાક વિદ્યાર્થીઓ આન્સર લખતા પહેલા તેમના મગજમાં ફોર્મેટ નથી બનાવતા. જેના કારણે જવાબ લખતી વખતે તેમને ઘણી તકલીફ પડે છે.

    આ પણ વાંચો: એક ક્લાસમાં 18 વિદ્યાર્થીઓ જ આપી શકશે બોર્ડ પરીક્ષા, જાણો CBSE ટર્મ 2 એક્ઝામ માટેની ગાઇડલાઇન્સ

    3- આન્સર્સ લખતી વખતે ઓવરરાઈટીંગ ન કરો. તેનાથી તમારા માર્ક્સ કપાઇ શકે છે.

    4- જો કોઈ પ્રશ્ન અઘરો લાગતો હોય તો તેના વિશે વિચારવામાં કે યાદ કરવામાં સમય બગાડો નહીં. ત્યાં સુધી બીજો પ્રશ્ન અટેમ્પ્ટ કરવો વધુ સારું રહેશે.

    5- ઉતાવળમાં પ્રશ્નપત્રનો કોઈ પ્રશ્ન યોગ્ય રીતે ન સમજવો એ બહુ સામાન્ય ભૂલ છે. કોઈપણ પ્રશ્ન અટેમ્પ્ટ કરવામાં એટલી ઉતાવળ ન કરો કે તમારો જવાબ જ ખોટો થઈ જાય.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Career and Jobs, CBSE, Cbse board, CBSE Board Exams, CBSE Exam, CBSE News, Exam Fever 2022

    આગામી સમાચાર